Gandhinagar: SOU અગ્નિશ્વર વ્યાસને, GUVNL એડમિનના વધારાના ચાર્જની તેજસ પરમારને સોંપણી થઈ

Feb 13, 2025 - 01:00
Gandhinagar: SOU અગ્નિશ્વર વ્યાસને, GUVNL એડમિનના વધારાના ચાર્જની તેજસ પરમારને સોંપણી થઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત કેડરમાં ફરજ બજાવતા આઇએએસ દંપતી ઉદિત અગ્રવાલ તથા શ્વેતા તીઓટિયાને રાજ્ય સરકારે ડેપ્યુટેશન ઉપર ભારત સરકારમાં જવા માટે મંજૂરી આપી દીધી છે.

યુગલનું મસૂરીની લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ફોર એડમિનિસ્ટ્રેશન ખાતે એક સાથે પાંચ વર્ષ માટે પોસ્ટિંગ થયું છે. એકેડેમીમાં ઉદિત અગ્રવાલને જોઇન્ટ ડિરેક્ટરનું તથા શ્વેતા તીઓટિયાને ડેપ્યુટી ડિરેક્ટરનું પોસ્ટિંગ મળ્યું છે. અહીં રાજ્ય સરકારે બુધવારે જીએડી મારફત નોટિફિકેશન બહાર પાડી સ્ટેચ્યૂ ઓફ યુનિટીના તથા ઓથોરિટીના મુખ્ય વ્યવસ્થાપક તથા સીઇઓ પદના વધારાના ચાર્જ સ્થાનિક ડીસીએફ અગ્નિશ્વર વ્યાસને તથા જીયુવીએનએલ, વડોદરાના ડિરેક્ટર એડમિન પદનો વધારાનો ચાર્જ એમજીવીસીએલના એમડી તેજસ પરમારને સોંપ્યો છે. આ સિવાય બીજા પોસ્ટિંગ્સના વધારાના ચાર્જ અંગે હજી કોઇ નિર્ણય લેવાયો નથી.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0