Gandhinagar News : સરકાર સામે આ અમારી પ્રેશર ટેકનિક છે, લગ્ન આવે ત્યારે ઢોલ વાગે અને ફટાકડા પણ ફૂટે : વરૂણ પટેલ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગાંધીનગર ખાતે આજે સવર્ણ સમાજ દ્વારા એક મહત્ત્વપૂર્ણ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં દરેક વિસ્તાર,સમાજ અને વિવિધ વિભાગોના અગ્રણીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.ચિંતન શિબિરના અંતે સવર્ણ સમાજના નેતાઓએ વિવિધ પડતર પ્રશ્નો અને માગણીઓને લઈને સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું હતું.ચિંતન શિબિરમાં સર્વાનુમતે કેટલાક મહત્વપૂર્ણ ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા.પાટીદાર આગેવાન વરુણ પટેલે કહ્યું હતું કે, સરકાર સામે આ અમારી પ્રેશર ટેક્નિક છે.
આયોગની કચેરીને તાળાં મારવામાં આવશે
સવર્ણ સમાજે UGCના નવા કાયદાને કાળો કાયદો ગણાવીને તેને તાત્કાલિક અસરથી પાછો ખેંચવા ઠરાવ કર્યો હતો.સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં ૧૦% આર્થિક અનામત આપવા માટે ટૂંક સમયમાં કાયદેસરની માન્યતા આપવાની માગ કરાઈ છે.બિન અનામત આયોગમાં લાલિયાવાડી ચાલતી હોવાનો આરોપ મૂકીને ચેતવણી આપવામાં આવી છે કે જો 10 દિવસમાં પ્રશ્નોનું સમાધાન નહીં થાય તો આયોગની કચેરીને તાળાં મારવામાં આવશે.દેશમાં ચાલી રહેલી અનામત પ્રથાની યોગ્ય સમીક્ષા થવી જોઈએ તેવી માગ રજૂ કરાઈ હતી.આગેવાનોએ સ્પષ્ટ કર્યું હતું કે અનામત હટાવો એવી તેમની માગ નથી.સમાજના મુદ્દાઓને લઈને આવનારા ત્રણ મહિના સુધી રાજ્યભરમાં જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે.
આ અમારી પ્રેશર ટેક્નિક છે
સંદેશ ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં આ બેઠક પાછળનું ખરું રાજ સામે આવ્યું હતું.સવર્ણ સમાજની બેઠક બાદ વરુણ પટેલે મોટું નિવેદન આપતા ખુલ્લેઆમ સ્વીકાર્યું હતું કે,સરકાર સામે આ અમારી પ્રેશર ટેક્નિક છે.લગ્ન આવે ત્યારે ઢોલ વાગે અને ફટાકડા પણ ફૂટે.સવર્ણ સમાજ પાસે યોગ્ય માહોલ બનાવવાની ક્ષમતા છે અને સરકાર જે ભાષામાં સમજે તે ભાષામાં સમજાવતા અમને આવડે છે. તેમણે ઉમેર્યું હતું કે આગળ કઈ ભાષામાં કામ કરવું તે સ્ટેપ બાય સ્ટેપ બતાવવામાં આવશે.
આગામી સમયમાં પહેલી બેઠક કચ્છ ખાતે યોજાશે
પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે ખુલ્લા મંચ પરથી જે પ્રશ્નો રજૂ થયા છે તે તમામ સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે અને UGC કાયદાનો તેઓ ખુલીને વિરોધ કરે છે.બ્રહ્મ સમાજ અગ્રણી જીગર મહેતાએ બ્રહ્મ સમાજ વતી આ લડત અને સવર્ણ સમાજને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું હતું. કરણી સેનાના અગ્રણી વીરભદ્ર સિંહે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, "UGC નો કાયદો અમે માગ્યો ન હતો છતાં આપવામાં આવ્યો છે, જેનો અમારો સખત વિરોધ છે." તેમણે ઉમેર્યું કે આ મુદ્દે દરેક જિલ્લામાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આગામી સમયમાં પહેલી બેઠક કચ્છ ખાતે યોજાશે.
આ પણ વાંચોઃ Rajkot News: જામકંડોરણામાં ફોફળ ડેમ કાંઠે લાખોના કેબલ ચોરાતાં ખેડૂતોમાં ભારે રોષ, પોલીસ સામે સવાલો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

