Gandhinagar News : લંડનમાં ગુજરાતનો ડંકો, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કોમનવેલ્થ ગેમ્સ માટેની પ્રપોઝલ સબમિટ કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત માટે એક ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે અમદાવાદ શહેરને "હોસ્ટ સિટી" (યજમાન શહેર) બનાવવા માટેની પ્રપોઝલ લંડનમાં સબમિટ કરવામાં આવી છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પ્રપોઝલ કોમનવેલ્થ ગેમ્સ એસોસિએશનના પ્રતિનિધિઓ સમક્ષ રજૂ કરી હતી. આ પહેલ ગુજરાત અને ભારતને વૈશ્વિક રમતોના નકશા પર એક અગ્રણી સ્થાન અપાવી શકે છે.
ગુજરાત સરકારનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ
અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે યજમાન શહેર બનાવવાની પ્રપોઝલ ગુજરાત સરકારનો એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. આ માટે ખાસ કરીને ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રમતગમતની સુવિધાઓ અને આયોજન ક્ષમતાને ધ્યાનમાં રાખીને એક મજબૂત પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે. આ ગેમ્સનું આયોજન કરવાથી રાજ્યમાં રમતગમતનું વાતાવરણ વધુ સુધરશે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતની છબી વધુ મજબૂત બનશે.
આયોજનની શક્યતાઓ અને ભવિષ્યના લાભ
જો અમદાવાદને આ ગેમ્સની યજમાની મળે તો તે શહેર અને રાજ્યના આર્થિક અને સામાજિક વિકાસ માટે એક મોટી તક સાબિત થશે. તેનાથી પર્યટન, હોસ્પિટાલિટી અને અન્ય ક્ષેત્રોમાં પણ મોટો ફાયદો થશે. હાલમાં, આ પ્રપોઝલ કોમનવેલ્થ ગેમ્સ એસોસિએશનના વિચારણા હેઠળ છે. હવે સૌની નજર તેના આગામી નિર્ણય પર છે કે શું અમદાવાદને 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળશે કે નહીં.
What's Your Reaction?






