Gandhinagar News: મનપાના ચૂંટણી જંગમાં પુનરાવર્તન vs પરિવર્તનની લડાઈ, બંને પક્ષમાં સક્રિય વિભિષણો ગાબડાં પાડી શકશે?
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણીને લઈને પ્રચાર ઝુંબેશ હવે ઝંઝાવાતી બની રહ્યો છે.ગાંધીનગરમાં અત્યારે પુનરાવર્તન સામે પરિવર્તનની લડાઈ છે.કોંગ્રેસ પરિવર્તનનો દાવો કરી રહ્યું છે તો ભાજપ ડંકે કી ચોટ પર પુનરાવર્તનની વાત કરે છે.બંને રાજકીય પક્ષોનો પ્રચાર ઝુંબેશ અત્યારે ચરમસીમાએ પહોંચ્યો છે.ભાજપે જૂના 14 ચહેરા પર ફરી ભરોસો મૂક્યો છે તો બીજી નવા ખેલાડીઓ પણ ઉતાર્યા છે.આ તમામ સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ નવા પર દાવ અજમાવ્યો છે.નેતાઓ પોતાના ઉમેદવારોને લઈને ગલીગલી ફરી રહ્યા છે.
ખૂફિયા માહિતીનું આદાનપ્રદાન કરી રહ્યા છે
મુખ્યમંત્રી, પ્રભારી મંત્રી અને રાજ્ય ગૃહમંત્રી, પ્રદેશ મોવડી અને સ્થાનિક સંગઠન ગાંધીનગરમાં તમામ 44 બેઠકો જીતવાનો લક્ષ્ય છે.કોંગ્રેસની નજર છ સીટો પર છે.રાતના અંધારામાં જ્યારે આ શહેર સૂઈ જાય છે ત્યારે બંને પક્ષે વિભીષણો જાગે છે.અહીં ચર્ચા એ છે કે,ભાજપની અંદરના વિભીષણોની એક્ટિવિટી 44નો ગોલ પૂરો થવા દેશે કે તેમાં ગાબડાં પડાવશે આ ખૂબ ચર્ચાનો મુદ્દો અત્યારે શહેરમાં બન્યો છે.બંને પક્ષો પર નાગરિકોની પણ નજર તેજ છે.અત્યારે તો ખબરી બીજું કોઈ નહિ, કારણકે અત્યારે નાગરિકો જ સર્વોપરી છે. જે ખૂફિયા માહિતીનું આદાનપ્રદાન કરી રહ્યા છે.
ભાજપે આ ચૂંટણીમાં 43 ટકા ઉમેદવાર રિપીટ કર્યા
ભાજપે આ ચૂંટણીમાં 43 ટકા ઉમેદવાર રિપીટ કર્યા છે.44માંથી 14 જૂના જ ચહેરા છે.જેમાં તમામ આઠ સમિતિના ચેરમેનો અને પૂર્વ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેનને ફરી ટિકીટ આપી છે.11 વોર્ડમાં જ્યાં ભાજપના સિટિંગ કોર્પોરેટર સામે કોંગ્રેસ-આપના નવા ચહેરા છે ત્યાં સીધી ટક્કર પરિવર્તન સામે પુનરાવર્તનની જ છે. તો આમ આદમી પાર્ટીએ તો 44માંથી 28 ઉમેદવાર પહેલીવાર ચૂંટણી લડવા ઉતાર્યા છે.તેમાંથી કેટલાકના ફોર્મ ચૂંટણી જંગ શરૂ થાય તે પહેલા ખેંચાઈ ગયા તો કેટલાક અધવચ્ચેથી જ ફસકવા લાગ્યા છે.કોંગ્રેસે છેલ્લી ત્રણ ચૂંટણી લડનારાઓમાંથી કોઈને પણ રિપીટ ન કરીને નવો દાવ અજમાવવાનો પ્રયાસ કર્યો છે.ગત વખતે કોંગ્રેસના સૂપડા બિલકુલ સાફ થઈ ગયા હતા.આમ આદમી પાર્ટી પહેલીવાર ગાંધીનગરમાં ચૂંટણીમાં ઉતર્યું હતું.પરંતુ તેના હાથમાં પણ બાજી આવી નહતી.
વોર્ડ-4માં કોંગ્રેસને ઝટકો લાગ્યો
આ વખતે કોંગ્રેસ ફરી છથી સાત સીટો મળવાની આશા સાથે ચૂંટણીના મેદાનમાં ઝીંક આપે છે.કોંગ્રેસની નજર વોર્ડ-6 પર છે. શૈલેન્દ્રસિંહ બિહોલાએ છેલ્લી ઘડીએ ચૂંટણી લડવાનો ઈન્કાર કરતાં વોર્ડ-4માં કોંગ્રેસને ઝટકો લાગ્યો છે.આ ઉપરાંત ભાજપનું જ એક ગ્રુપ એવું છે જેમની નવા વિસ્તારના બે વોર્ડ પર શનિની વક્ર દ્રષ્ટિ પડેલી છે.આ લોકો એ બે વોર્ડમાં પેનલ ખંડિત કરાવવા મથી રહ્યા હોવાની ચર્ચા છે.એટલે કે કોંગ્રેસમાં જ નહિ ભાજપમાં પણ વિભીષણો છે જે પોતાની મહત્વાકાંક્ષા માટે અંદરખાને ખેલ પાડી રહ્યા હોવાની ચર્ચા છે.રાજકીય ચર્ચાઓ વચ્ચે પ્રચાર માટે ગણતરીના દિવસો બાકી હોવાથી રાજકીય પક્ષો પ્રખર હથકંડા અપનાવવાનું શરૂ કરશે.
આ પણ વાંચોઃ Gujarat Weather News: આકરી ગરમી વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું, હવામાન વિભાગે કરી મોટી આગાહી
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

