Gandhinagar News : ગેરકાયદે PG સામે અવાજ ઉઠાવતાં જ્વેલર્સના માલિક પર હુમલો, દુકાનમાં ઘૂસી ધોકાથી માર માર્યો

Oct 30, 2026 - 12:00
Gandhinagar News : ગેરકાયદે PG સામે અવાજ ઉઠાવતાં જ્વેલર્સના માલિક પર હુમલો, દુકાનમાં ઘૂસી ધોકાથી માર માર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગાંધીનગર શહેરના પોશ અને વિકસિત ગણાતા રાયસણ વિસ્તારમાં સોસાયટીમાં પીજી સંચાલકોની દાદાગીરી સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે. સોસાયટીના રહીશોની પરવાનગી વગર અને રહેણાક વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ધમધમતા પીજી સામે અવાજ ઉઠાવનાર એક જ્વેલર્સના વેપારીને દુકાનમાં ઘૂસીને લાકડાના ધોકાથી બેફામ માર મારવામાં આવ્યો હોવાની ચોંકાવનારી ઘટના બની છે. આ હિંસક હુમલાની સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ છે.જેના ફૂટેજ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સ્થાનિક રહીશોમાં ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

અદાવત રાખીને આરોપીઓ ઉશ્કેરાઈ ગયા

પ્રાપ્ત વિગતો અનુસાર, ગાંધીનગરના રાયસણ વિસ્તારમાં આવેલી એક સોસાયટીના મકાનોમાં છેલ્લા બે વર્ષથી કોઈપણ પ્રકારની કાયદેસરની મંજૂરી કે નિયમોનું પાલન કર્યા વગર ગેરકાયદેસર રીતે પીજી ચલાવવામાં આવી રહ્યા હતા. આ બે મકાનોમાં અંદાજે 50 થી 60 જેટલા યુવકો એકસાથે રહેતા હોવાથી સોસાયટીમાં સતત અશાંતિનું વાતાવરણ રહેતું હતું અને વારંવાર અડપલાં તેમજ મોડી રાત સુધીના અવાજોથી આસપાસના પરિવારો ભારે પરેશાન થઈ ગયા હતા. સોસાયટીની મહિલાઓ અને રહીશોએ આ ગેરકાયદે પ્રવૃત્તિ સામે અગાઉ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં લેખિત તથા મૌખિક રજૂઆતો પણ કરી હતી, પરંતુ કોઈ નક્કર પરિણામ આવ્યું ન હતું. આ બાબતની અદાવત રાખીને આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા. 

કેટલાક શખ્સો તેમની દુકાનમાં ઘૂસી આવ્યા

ગઈકાલે વિપુલ પટેલ પોતાની દુકાન પર હાજર હતા ત્યારે અચાનક કેટલાક શખ્સો તેમની દુકાનમાં ઘૂસી આવ્યા હતા અને વેપારી પર જીવલેણ હુમલો કર્યો હતો. આરોપીઓ દ્વારા હાથમાં લાકડાના ધોકા અને લોખંડની પાઇપ જેવા હથિયારો સાથે દુકાનમાં તોડફોડ કરી વેપારીને ઢોરમાર મારવામાં આવ્યો હતો તેમજ ભવિષ્યમાં આવા મામલે વચ્ચે નહીં બોલવાની ધમકી આપી જાનથી મારી નાખવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. આ હુમલામાં વેપારી વિપુલ પટેલને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં મિત બોખરીયા, રામભાઈ બોખરીયા, શંકરભાઈ કનોજીયા સહિત કુલ ૬ શખ્સો સામે નામજોગ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે કાયદેસરની સઘન કાર્યવાહી હાથ ધરી છે. 

આ પણ વાંચોઃ Narmada News: PM મોદી આવતીકાલે એકતાનગરથી 426 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0