Gandhinagar News: કેન્દ્રના વન મંત્રાલયે જેસોર અભયારણ્યને રીંછના સંવર્ધનના રાષ્ટ્રીય કાર્યક્રમમાં આવરી લીધું

Jan 21, 2026 - 20:00
Gandhinagar News: કેન્દ્રના વન મંત્રાલયે જેસોર અભયારણ્યને રીંછના સંવર્ધનના રાષ્ટ્રીય કાર્યક્રમમાં આવરી લીધું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં મળેલી સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની 26મી બેઠકમાં જાણકારી આપવામાં આવી હતી કે, બનાસકાંઠાના જેસોર રીંછ અભયારણ્યનો રીંછ સંવર્ધનના રાષ્ટ્રીય કાર્યક્રમમાં ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા સમાવેશ કરવામાં આવ્યો છે.વન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં મુખ્યમંત્રી સમક્ષ પ્રસ્તુત કરવામાં આવેલી વિગતોમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે,રતનમહાલ અભયારણ્યમાં વાઘની હાજરી જોવા મળી છે અને ત્યાં તે સ્થાયી થવાની પૂરી સંભાવનાઓ છે.

ઇકો ટુરિઝમને વેગ આપવા સૂચના અપાઈ

આ સંદર્ભમાં NTCAની સહભાગીતાથી આ વિસ્તારમાં વાઘ સંરક્ષણ-જતન માટેની કોમ્યુનિટી પાર્ટીશિપેશન તાલીમ સ્થાનિક લોકોને આપવાનું આયોજન કરવાની પણ આ બેઠકમાં ફળદાયી ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયામાં પ્રવાસીઓ-વિઝીટર્સની વધતી જતી સંખ્યાને પરિણામે વન્યજીવ સૃષ્ટિને કોઈ નુકસાન કે ખલેલ ન થાય એની પણ કાળજી લેવા વન વિભાગને સૂચનો કર્યા હતા. તેમણે આ હેતુસર ઇકો ટુરિઝમને વેગ આપવા સાથે વિઝીટર્સ પોલિસી ગાઈડલાઈન્સ તૈયાર કરવાના દિશાનિર્દેશો બેઠકમાં આપ્યા હતા.

18 જેટલી વિવિધ દરખાસ્તો મંજૂરી માટે મુકાઈ

ગુજરાતમાં દીપડાઓની વધતી જતી સંખ્યા અને રેસ્ક્યુ થયેલા દીપડા સહિતના દીપડાઓ માટે અભયારણ્યનું સ્થળ નજીકના ભવિષ્યમાં સુનિશ્ચિત કરવાના આયોજનની પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વન મંત્રી અર્જુન મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવીણ માળી સમક્ષ અભયારણ્ય/નેશનલ પાર્કમાં રોડ-રસ્તા, પાણી પુરવઠા, ઓપ્ટિકલ ફાઇબર, રિન્યૂએબલ એનર્જી, પાવર માટે ટ્રાન્સમિશન લાઈન વગેરે બાબતોની 18 જેટલી વિવિધ દરખાસ્તો આ બેઠકમાં મંજૂરી માટે મૂકવામાં આવી હતી.


આ પણ વાંચોઃ Surendranagar News: સરકારી ફોરેસ્ટ પાસે દેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ, બે બુટલેગર જેલભેગા


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0