Gandhinagar News : કેદીઓને કોર્ટમાં રજૂ કરવા માટે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમનો ઉપયોગ કરવામાં ગુજરાત અગ્રેસર

Jul 18, 2025 - 09:00
Gandhinagar News : કેદીઓને કોર્ટમાં રજૂ કરવા માટે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમનો ઉપયોગ કરવામાં ગુજરાત અગ્રેસર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત સમગ્ર ન્યાય પ્રક્રિયાને વધુ ઝડપી અને કાર્યક્ષમ બનાવવા માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી રહ્યું છે. પોલીસ, જેલ અને ન્યાયપાલિકાના સંકલનથી કેદીઓને નામદાર કોર્ટમાં રજૂ કરવા માટે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમનો ઉપયોગ કરવામાં ગુજરાત અગ્રેસર રહ્યું છે.

રાજ્યની જેલો ખાતે કુલ ૮૩ વીડિયો કોન્ફરન્સિંગ સિસ્ટમ કાર્યરત છે

રાજ્યની જેલોમાંથી મહત્તમ કેદીઓને નામદાર કોર્ટ સમક્ષ વીડિયો કોન્ફરન્સિંગ (VC) સિસ્ટમ દ્વારા રજૂ કરવાની પ્રક્રિયામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે, જેના પરિણામે પોલીસ વિભાગને માનવ સંસાધન, સમય અને નાણાકીય બચત પણ થઈ રહી છે. રાજ્યની જેલોમાં કેદીઓને નામદાર કોર્ટ સમક્ષ વીડિયો કોન્ફરન્સ સિસ્ટમ મારફત રજૂ કરવાની પ્રણાલીને વધુ સુદ્રઢ બનાવવા માટે, વર્ષ ૨૦૨૨માં નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યભરની કોર્ટો ખાતે કુલ ૧૧૦૦ યુનિટ વીસી સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી, જેમાં રાજ્યની જેલો ખાતે ૨૩ યુનિટ સોફ્ટવેર બેઝ્ડ વીસી સિસ્ટમ ફાળવવામાં આવી છે. હાલમાં, રાજ્યની જેલો ખાતે કુલ ૮૩ વીડિયો કોન્ફરન્સિંગ સિસ્ટમ કાર્યરત છે.

૫૩,૬૭૨ કેદીઓને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબંધિત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા

ગુજરાત જેલ વિભાગના આંકડા દર્શાવે છે કે આ પદ્ધતિ અપનાવવાથી સકારાત્મક પરિણામો પ્રાપ્ત થયા છે. વર્ષ ૨૦૨૪ (જાન્યુઆરી થી જૂન-૨૦૨૪) દરમિયાન ગુજરાત જેલ વિભાગના તાબા હેઠળની તમામ જેલો દ્વારા ૪૦,૬૩૩ કેદીઓને એટલે કે સરેરાશ ૨૯% કેદીઓને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબંધિત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ આંકડો વર્ષ ૨૦૨૫ (જાન્યુઆરી થી જૂન-૨૦૨૫) દરમિયાન વધીને સરેરાશ ૪૧% થયો છે, એટલે કે કુલ ૫૩,૬૭૨ કેદીઓને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબંધિત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. જે આ પદ્ધતિની સફળતા અને વધતા ઉપયોગને સ્પષ્ટપણે દર્શાવે છે.

ન્યાય પ્રક્રિયાને ઝડપી બનાવવામાં મદદરૂપ થઈ આ સિસ્ટમ

આ પ્રણાલીના અસરકારક અમલથી પોલીસ વિભાગમાં માનવ સંસાધનો, સમય અને નાણાકીય બચત થઈ છે. જાપ્તામાં રોકાયેલા કર્મચારીઓને અન્ય જગ્યાએ ફરજો સોંપવાનું પણ શક્ય બન્યું છે, જેનાથી વિભાગની કાર્યક્ષમતામાં વધારો થયો છે. આ પદ્ધતિ ન્યાય પ્રક્રિયાને ઝડપી બનાવવામાં મદદરૂપ થઈ છે, જેના પરિણામે ભોગ બનનારને ઝડપી ન્યાય અને ગુનેગારને સજા મળે છે. કેદીઓને નામદાર કોર્ટમાં રજૂ કરવા માટે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમનો ઉપયોગ કરવામાં ગુજરાત અગ્રેસર રહ્યું છે, જે ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ન્યાય પ્રણાલીને સુધારવા માટેની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય અને જેલ ડીજીપી કે.એલ.એન. રાવના માર્ગદર્શન હેઠળ આ પહેલને વધુ વેગ આપવામાં આવી રહ્યો છે.

 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0