Gandhinagar News: આરોગ્ય સાથે ખુલ્લે આમ ચેડા! પામોલીન તેલ અને કેમિકલથી બનતી શંકાસ્પદ ઘીની ફેક્ટરી ઝડપાઈ

Oct 2, 2026 - 23:30
Gandhinagar News: આરોગ્ય સાથે ખુલ્લે આમ ચેડા! પામોલીન તેલ અને કેમિકલથી બનતી શંકાસ્પદ ઘીની ફેક્ટરી ઝડપાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સમગ્ર દેશ જ્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતિની ઉજવણી કરી રહ્યો છે અને બાપુના સત્ય તથા અહિંસાના માર્ગને યાદ કરી રહ્યો છે, ત્યારે ગાંધીનગર જિલ્લાના દહેગામ પંથકમાંથી જનઆરોગ્ય સાથે ચેડાં કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દહેગામના કડાદરા ખાતે મોટા પાયે શંકાસ્પદ અને કેમિકલયુક્ત ભેળસેળવાળું ઘી બનાવતી ફેક્ટરી પર જનતા રેડ કરવામાં આવી છે.

શ્રી હરિ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ધમધમતી 'જોગી જલિયાણ ડેરી'

ગાંધીનગરના દહેગામ તાલુકાના કડાદરા ગામે આવેલ શ્રી હરિ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ધમધમતી જોગી જલિયાણ ડેરી નામના એકમ પર આ જનતા રેડ કરવામાં આવી હતી. આ પર્દાફાશ યુવરાજસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું કે, અહીં ગેરકાયદેસર રીતે પામોલીન તેલ અને અન્ય શંકાસ્પદ કેમિકલ મટીરિયલનો ઉપયોગ કરીને મોટા જથ્થામાં ભેળસેળયુક્ત ઘી તૈયાર કરવામાં આવી રહ્યું હતું.

Gandhinagar News: Duplicate Ghee Factory Raided in Kadadra, Dahegam on Gandhi Jayanti

તંત્રની ટીમ દોડી આવી અને જથ્થો સીઝ કરાયો

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ગાંધીનગર ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA) અને FSSAIની ટીમને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ જિલ્લા વહીવટી તંત્ર અને સ્થાનિક પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. હાલ ફૂડ વિભાગની ટીમ દ્વારા ફેક્ટરીમાં રહેલા શંકાસ્પદ ઘી અને કાચા માલના સમગ્ર જથ્થાને સીઝ (જપ્ત) કરવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Gandhinagar News: Duplicate Ghee Factory Raided in Kadadra, Dahegam on Gandhi Jayanti


આ પણ વાંચો: GMC Election 2026: ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોના શૈક્ષણિક સ્તરે રસપ્રદ આંકડા, જાણો વિગતવાર


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0