Gandhinagar News: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાનો દાવો, મેલેરિયાના 22 અને ડેન્ગ્યૂના કેસમાં 39 ટકાનો ઘટાડો

Sep 29, 2026 - 10:30
Gandhinagar News: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાનો દાવો, મેલેરિયાના 22 અને ડેન્ગ્યૂના કેસમાં 39 ટકાનો ઘટાડો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા પાણીજન્ય રોગોના વધતા કેસોને ધ્યાનમાં રાખીને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા દ્વારા આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.આ બેઠકમાં મંત્રીએ દાવો કર્યો હતો કે દર વર્ષની સરખામણીએ હાલ મેલેરિયા સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને રાજ્યમાં મચ્છરોના ઉપદ્રવને નાથવા માટે તમામ મહાનગરપાલિકાઓના કમિશનરોને વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે.

ડેન્ગ્યૂના કેસમાં 39 ટકાનો ઘટાડો

આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યભરની 42 હોસ્પિટલોમાં આવેલા નિદાન કેન્દ્રો પર મોટા પાયે સીરમ સેમ્પલના ટેસ્ટ કરવામાં આવ્યા છે.જેના અંતર્ગત કુલ 1.35 લાખ સીરમ સેમ્પલની ચકાસણી કરવામાં આવી હતી.આ સઘન તપાસ દરમિયાન મેલેરિયાના કેસોમાં 22 ટકા અને ડેન્ગ્યુના કેસોમાં 39 ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.જોકે સીરમ સેમ્પલની આ તપાસમાં ડેન્ગ્યુના 2099 કેસ પોઝિટિવ નોંધાયા હોવાનું પણ સામે આવ્યું છે.આરોગ્ય મંત્રી પ્રફૂલ પાનશેરિયાએ કહ્યું હતું કે, ગુજરાતમાં ડેન્ગ્યુના કેસ અને પાણીજન્ય રોગો માટેની એક ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વની મીટિંગ પૂર્ણ કરવામાં આવી છે.

ઘટતી વ્યવસ્થા પણ પૂર્ણ કરી દેવામાં આવી

આરોગ્ય મંત્રીએ કહ્યું હતું કે, ચોમાસાની સિઝનમાં મેલેરિયા અને ડેન્ગ્યુના કેસ સામે આવે છે, હાલમાં મેલેરિયા તાવ ઉપર સંપૂર્ણપણે કંટ્રોલ છે પરંતુ ડેન્ગ્યુના મચ્છરોનો નાશ કરવા માટે મહાનગરપાલિકાઓના કમિશનરો સાથે પણ ડાયરેક્ટ અમારા સચિવે મીટિંગ કરી અને એમને પણ સૂચના આપવામાં આવી છે.દવાઓની વ્યવસ્થા,તમામ પ્રકારના ટેસ્ટ વગેરેની તમામ પ્રકારની વ્યવસ્થા દરેક સેન્ટર પર કરી દેવામાં આવી છે.હાલમાં કોઈપણ રોગનો ડર રાખવો એના કરતાં સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. પાણી ભરેલા ખાબોચિયા કે જયાં પાણી ભરાઈ જાય છે તેવી જગ્યાએ સ્વચ્છતા રાખવી જરૂરી છે.જેથી ત્યાં ડેન્ગ્યૂના મચ્છરોનો ઉપદ્રવ વધે નહીં. તમામ સીએચસી સેન્ટરો અને દરેક ક્ષેત્ર પર ડેન્ગ્યુ તાવના નિદાનો માટે અને એની સારવારની તમામ પ્રકારની વ્યવસ્થા છે જ અને ઘટતી વ્યવસ્થા પણ પૂર્ણ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચોઃ Gandhinagar News : મનપાની ચૂંટણીના ઉમેદવારો પાસે મંત્રીઓ કરતાં પણ વધુ સંપત્તિ, જાણો કોણે સૌથી વધુ સંપત્તિ જાહેર કરી?


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0