Gandhinagar News: અંબાજી અને પાવાગઢ સહિત રાજ્યના 9 દેવસ્થાનો ખાતે નવરાત્રિમાં માતાજીના ગરબાની રંગત જામશે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નવરાત્રિ ગુજરાતની આગવી સાંસ્કૃતિક ઓળખનું પ્રતિબિંબ છે. માતાજીના પવિત્ર દેવસ્થાનોમાં ગુંજતા ભક્તિના જયઘોષ, સંગીતના સૂર અને ગરબાની રમઝટ સાથે ગુજરાતમાં નવરાત્રિનો ઉલ્લાસ છવાઇ જાય છે.રાજ્યના સુપ્રસિદ્ધ શક્તિપીઠો અને માતાજીનાં દેવસ્થાનો વર્ષભર દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને આકર્ષે છે. ખાસ કરીને નવરાત્રીના પવિત્ર પર્વ દરમિયાન આ ધાર્મિક સ્થળો ભક્તિ, લોકસંસ્કૃતિ, સંગીત અને ગરબાની અદભુત ઊર્જાથી જીવંત બની ઊઠે છે.ગુજરાતના ભક્તિ અને આસ્થાના કેન્દ્ર સમાન માતાજીનાં દેવસ્થાનો તથા શક્તિપીઠો આધ્યાત્મિક પરંપરાના આધારસ્તંભ છે.નવરાત્રીના પર્વ દરમિયાન આ ધાર્મિકસ્થળો અનેરી આધ્યાત્મિક ઊર્જાની પ્રતીતિ કરાવે છે.
નવરાત્રિ નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે
માતાજીની આરાધનાના આ પર્વને વધુ ભવ્ય અને લોકભાગીદારીસભર બનાવવા રાજ્ય સરકાર દ્વારા અંબાજી અને બહુચરાજી શક્તિપીઠ સહિત રાજ્યના કુલ 9 દેવસ્થાનો ખાતે નવરાત્રી-સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવશે. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ અંબાજી શક્તિપીઠ ખાતે તા.11 ઓક્ટોબર અને મહેસાણા જિલ્લાના બહુચરાજી શક્તિપીઠ ખાતે તા.12 ઓક્ટોબરના રોજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.આ ઉપરાંત રાજ્યના અન્ય 7 માતાજીનાં દેવસ્થાનો ખાતે પણ નવરાત્રિ નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
આ દેવસ્થાનો પર સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે
મહેસાણા જિલ્લાના ઉમિયા માતા મંદિર ઉંઝા ખાતે તા.13 ઓક્ટોબર, કચ્છના આશાપુરા માતાજીના મઢ ખાતે તા.14 ઓક્ટોબર,સુરેન્દ્રનગરના ચામુંડા માતા મંદિર-ચોટીલા ખાતે તા.15 ઓક્ટોબર,પંચમહાલના મહાકાળી મંદિર પાવાગઢ ખાતે તા.16 ઓક્ટોબર,અમદાવાદના ભદ્રકાળી મંદિર ખાતે તા.17 ઓક્ટોબર, દેવભૂમિ દ્વારકાના હરસિદ્ધ માતા મંદિર ખાતે તા.18 ઓક્ટોબર તથા મહેસાણાના મોઢેશ્વરી માતા મંદિર મોઢેરા ખાતે તા.19 ઓક્ટોબરના રોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.રાજ્યના ટોચના 10 પ્રવાસન સ્થળોમાં અંબાજી માતા મંદિર, પાવાગઢ અને બહુચરાજી મંદિરનો સમાવેશ થાય છે.જ્યારે રાજ્યના ટોચના 10 પ્રવાસન જિલ્લાઓમાં અમદાવાદ, દેવભૂમિ દ્વારકા, બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ અને કચ્છ જિલ્લાનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ Junagadh News: વરસાદી સિઝન પૂર્ણ થતાં આજથી રાજ્યના અભયારણ્ય ખૂલશે, સિંહ દર્શનનો પ્રારંભ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

