Gandhinagar News: UNDRRએ ગિફ્ટ સિટીને ભારતના પ્રથમ MCR2030 રેઝિલિયન્સ હબ તરીકે માન્યતા આપી

Nov 17, 2026 - 23:00
Gandhinagar News: UNDRRએ ગિફ્ટ સિટીને ભારતના પ્રથમ MCR2030 રેઝિલિયન્સ હબ તરીકે માન્યતા આપી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભારતના ગ્લોબલ ફાઇનાન્સ-ટેક સિટી તરીકે ઓળખાતી ગિફ્ટ સિટીને સંયુક્ત રાષ્ટ્રની ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન ઓફિસ દ્વારા ભારતના પ્રથમ મેકિંગ સિટીઝ રેઝિલિયન્ટ 2030 રેઝિલિયન્સ હબ તરીકે માન્યતા આપવામાં આવી છે.આ માન્યતા સાથે ગિફ્ટ સિટી એશિયા અને પેસિફિક ક્ષેત્રનું સૌથી નવું રેઝિલિયન્સ હબ બન્યું છે.આ માન્યતા ભારત અને વિશ્વભરના શહેરો સાથે શહેરી વિસ્તારોને આપત્તિ સામે વધુ સક્ષમ બનાવવા માટેના વ્યવહારુ અનુભવોની આપ-લે કરવાના પ્લેટફોર્મ તરીકે ગિફ્ટ સિટીને પ્રસ્થાપિત કરે છે.

આપત્તિ સામે ટકી રહેવાની ક્ષમતા ખૂબ જ મહત્વપૂર્ણ છે

કોઇપણ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ અને ટેક્નોલોજી સેન્ટર માટે લોકોની સુરક્ષા,આવશ્યક સેવાઓ ચાલુ રાખવી અને વ્યવસાયિક વિશ્વાસ જાળવી રાખવા માટે આપત્તિ સામે ટકી રહેવાની ક્ષમતા અત્યંત મહત્વપૂર્ણ છે.આ માન્યતા ગિફ્ટ સિટીના શહેરી વિકાસ અને કામગીરીમાં આપત્તિ સામેની સજ્જતા તથા રિસ્ક મેનેજમેન્ટને મહત્વપૂર્ણ સ્થાન આપવાના પ્રયાસોમાં એક મોટું પગલું છે. આ માન્યતા અંગે ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રુપ સીઈઓ સંજય કૌલે જણાવ્યું હતું કે ગ્લોબલ ફાઇનાન્શિયલ સેન્ટરની વિશ્વસનીયતા માટે આપત્તિ સામે ટકી રહેવાની ક્ષમતા ખૂબ જ મહત્વપૂર્ણ છે.વ્યવસાયો અને સ્થાનિક સમુદાયોને એવો વિશ્વાસ હોવો જરૂરી છે કે શહેર સંભવિત જોખમોનો અગાઉથી અંદાજ લગાવી શકે,લોકોની સુરક્ષા કરી શકે અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ મહત્વપૂર્ણ સેવાઓ ચાલુ રાખી શકે. 

મારા અનુભવોને અન્ય શહેરો સાથે આદાન-પ્રદાન કરીશું

આ માન્યતાથી ગિફ્ટ સિટીના વિકાસમાં આપત્તિ સામેની તૈયારી અને સજ્જતાને અભિન્ન હિસ્સો બનાવવાના અમારા સંકલ્પને વધુ મજબૂતી મળશે.ભારતના પ્રથમ એમસીઆર 2030 રેઝિલિયન્સ હબ તરીકે અમે અમારા અનુભવોને અન્ય શહેરો સાથે આદાન-પ્રદાન કરીશું અને ભાગીદાર શહેરો સાથે મળીને શીખેલી બાબતોનો ઉપયોગ શહેરી વિસ્તારોની આપત્તિ સામેની તૈયારીમાં વ્યવહારુ સુધારા લાવવા માટે કરીશું.નાણાંકીય ક્ષેત્રની સ્પર્ધાત્મકતા અને રેઝિલિયન્ટ અર્બન ડેવલપમેન્ટ બંને એકસાથે આગળ વધી શકે છે તે દર્શાવવાનો અમારો હેતુ છે. ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના સહયોગ અને યુએનડીઆરઆરના માર્ગદર્શન હેઠળ ગિફ્ટ સિટી જુલાઈ 2022માં એમસીઆર2030 પહેલમાં જોડાયું હતું. 

ઝિલિયન્સ રોડમેપના A અને B સ્ટેજ તેણે પૂર્ણ કર્યા છે

આ પહેલ હેઠળના રેઝિલિયન્સ રોડમેપના A અને B સ્ટેજ તેણે પૂર્ણ કર્યા છે અને હાલમાં C સ્ટેજ તરફ આગળ વધી રહ્યું છે. જેમાં યોજનાઓના અમલીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. જૂન 2023માં કરવામાં આવેલા વિગતવાર ડિઝાસ્ટર રેઝિલિયન્સ સ્કોરકાર્ડ મૂલ્યાંકનના આધારે ગિફ્ટ સિટીએ તેનો રેઝિલિયન્સ એક્શન પ્લાન તૈયાર કર્યો હતો. માર્ચ 2024માં આ યોજનાને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું અને હાલમાં તેનો અમલ ચાલી રહ્યો છે.ગિફ્ટ સિટીની આપત્તિ સામેની સજ્જતાના ફ્રેમવર્કમાં ક્રાઇસિસ મેનેજમેન્ટ ગ્રૂપ, ઇન્સિડન્ટ રિસ્પોન્સ સિસ્ટમ અને સમર્પિત ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર્સ દ્વારા સિટી, બિલ્ડિંગ અને યુટિલિટી સ્તરે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનનો સમાવેશ થાય છે.ભૂકંપ અને આગ જેવી કટોકટીની પરિસ્થિતિઓમાં કેવી રીતે પ્રતિસાદ આપવો તેની ચકાસણી કરવા માટે અત્યાર સુધીમાં 15થી વધુ મોકડ્રિલ યોજવામાં આવી છે. 

અલગ વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે

આ ઉપરાંત, આપત્તિ સમયે ઉપયોગી થાય તેવાં 36થી વધુ પ્રકારનાં સાધનોનો સંગ્રહ કરવા માટે એક અલગ વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે.ગિફ્ટ સિટીનું અર્લી-વોર્નિંગ ફ્રેમવર્ક ભારતના હવામાન વિભાગની આગાહીઓ,નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સચેત પ્લેટફોર્મ પરથી મળતી ચેતવણીઓ,ભૂકંપ અંગેના અહેવાલો અને શહેરના હવામાન મથક પાસેથી મળતી માહિતી પર આધારિત છે.ઇમારતો અને આવશ્યક સેવાઓ માટે નિયુક્ત ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર્સ તેમજ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન વોલ્યુન્ટિયર્સના નેટવર્ક દ્વારા ચેતવણીઓ અને સાવચેતીનાં પગલાં અંગેની માહિતી પહોંચાડવામાં આવે છે.યુએનડીઆરઆર દ્વારા ઓક્ટોબર 2020માં શરૂ કરવામાં આવેલી એમસીઆર2030 પહેલનો હેતુ ટેક્નિકલ સહાય,ભાગીદારી અને જ્ઞાનની આપ-લે દ્વારા શહેરોને આપત્તિનું જોખમ ઘટાડવા તથા આબોહવા પરિવર્તન સામે વધુ સક્ષમ બનાવવાનો છે. 

આ પણ વાંચોઃ Ahmedabad News: પબુભા માણેકના નિવેદન બાદ પાટીદાર સમાજ મેદાનમાં, વરુણ પટેલે કહ્યું, એકલા હાથે ચૂંટણી લડી બતાવો



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0