Gandhinagar News: CID ક્રાઈમ DGPની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક, આર્થિક ગુનાઓની તપાસમાં ડિજિટલ ફોરેન્સિકના ઉપયોગ પર અપાયો ભાર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગાંધીનગર સ્થિત CID ક્રાઈમ કચેરી ખાતે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. સીઆઈડી ક્રાઈમ કચેરીના DGP ડૉ. કે. એલ. એન. રાવે આર્થિક ગુના નિવારણ શાખાની ખાસ મુલાકાત લીધી હતી અને અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ મુલાકાત દરમિયાન ડૉ. રાવ દ્વારા આર્થિક ગુના નિવારણ શાખામાં તપાસ હેઠળ રહેલા વિવિધ મહત્વના અને અતિ સંવેદનશીલ ગુનાઓની ઝીણવટભરી અને વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
જટિલ નાણાકીય વ્યવહારો અને પુરાવાઓની થઈ ચકાસણી
બેઠક દરમિયાન ડીજીપીએ વિવિધ હાઈ-પ્રોફાઈલ કેસોની તપાસમાં અત્યાર સુધી થયેલી પ્રગતિની વિગતો મેળવી હતી. તેમણે કેસોમાં એકત્રિત કરવામાં આવેલા પુરાવાઓનું સંકલન, જટિલ નાણાકીય વ્યવહારોના વિશ્લેષણ તેમજ આરોપીઓ વિરૂદ્ધ હાથ ધરવામાં આવેલી કાયદાકીય કાર્યવાહીની સઘન સમીક્ષા કરી હતી. કેસોની તપાસ પ્રક્રિયાને વધુ સુદ્રઢ અને સચોટ બનાવવાના ઉદ્દેશ્ય સાથે ડૉ. કે. એલ. એન. રાવે ઉપસ્થિત અધિકારીઓને મહત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
વૈજ્ઞાનિક ઢબે તપાસ કરવા અને સમયમર્યાદા જાળવવા તાકીદ
DGP ડૉ. રાવે અધિકારીઓને કડક સૂચના આપતા જણાવ્યું હતું કે, ગુનેગારો સામે અદાલતમાં ઝડપી અને અસરકારક કાયદાકીય કાર્યવાહી સુનિશ્ચિત કરવા તમામ કેસોની તપાસ વૈજ્ઞાનિક અને મજબૂત પુરાવા આધારિત પદ્ધતિથી થવી જોઈએ. તેમણે તમામ તપાસ અધિકારીઓને દરેક કેસની તપાસ સંપૂર્ણ નિષ્પક્ષતા અને પારદર્શિતા સાથે નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવા તેમજ ગુનાની ગંભીરતાને અનુરૂપ જરૂરી ઝડપી કાર્યવાહી કરવા તાકીદ કરી હતી. આ ઉપરાંત તેમણે ભોગ બનનાર પીડિતોને ઝડપી ન્યાય મળે તે માટે થઈ રહેલા પ્રયાસોની પણ સમીક્ષા કરી હતી.
ડિજિટલ ફોરેન્સિક ટેકનોલોજી અને બેંકો સાથે સંકલન પર ભાર
વર્તમાન સમયમાં આર્થિક ગુનાઓના બદલાતા સ્વરૂપ અને ડિજિટલ માધ્યમોના વધતા દુરૂપયોગ અંગે ચિંતા વ્યક્ત કરતા ડૉ. રાવે તપાસમાં આધુનિક ટેકનોલોજી અને ડિજિટલ ફોરેન્સિક સાધનોના મહત્તમ ઉપયોગ પર વિશેષ ભાર મૂક્યો હતો. સાયબર અને ડિજિટલ ફ્રોડના યુગમાં વૈજ્ઞાનિક પુરાવાઓ ખૂબ મહત્વના સાબિત થતા હોય છે. આ ઉપરાંત, આર્થિક છેતરપિંડીના કેસોમાં ઝડપી ઉકેલ લાવવા માટે વિવિધ નાણાકીય સંસ્થાઓ અને બેંકો સાથેના સંકલનને વધુ અસરકારક અને સક્રિય બનાવવા માટે પણ તેમણે જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા.
આ પણ વાંચો - Gandhinagar : ગુજરાતમાં ભૂમાફિયાઓનો 'અલૌકિક ચમત્કાર', 53 વર્ષ પહેલાં ગુજરી ગયેલા ખેડૂતને 2025માં જીવતા કરી કરોડોની 9 વીઘા જમીન હડપી લીધી
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

