Gandhinagar News : 27મી ઓગસ્ટે યોજાશે રાજ્ય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ

Aug 25, 2026 - 22:30
Gandhinagar News : 27મી ઓગસ્ટે યોજાશે રાજ્ય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યના નાગરિકોના પ્રશ્નો અને ફરિયાદોના ત્વરિત અને અસરકારક નિવારણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં દર મહિને યોજવામાં આવતો 'રાજ્ય સ્વાગત' ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી ગુરૂવાર, તા. 27મી ઓગસ્ટ 2026ના રોજ યોજાશે. વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે વર્ષ 2003માં નાગરિકોની સમસ્યાઓનું ટેકનોલોજીના માધ્યમથી સીધું અને પારદર્શી નિવારણ લાવવાના હેતુથી આ સ્વાગતની શરૂઆત કરી હતી. 

લોકો રૂબરૂ પોતાની અરજી આપી શકશે

ત્યારથી જ દર મહિનાના ચોથા ગુરુવારે નિયમિતપણે 'રાજ્ય સ્વાગત' કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત પોતાની પડતર રજૂઆતો કે ફરિયાદો પહોંચાડવા માંગતા નાગરિકો ગુરૂવાર, તા. 27મી ઓગસ્ટના રોજ સવારે 8 થી 11 વાગ્યા દરમિયાન ગાંધીનગર ખાતે આવેલા સ્વર્ણિમ સંકુલમાં મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ ખાતે રૂબરૂ જઈને પોતાની અરજી આપી શકશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે પ્રત્યક્ષ ઉપસ્થિત રહેશે

ત્યારબાદ બપોર પછી યોજાનારા રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે પ્રત્યક્ષ ઉપસ્થિત રહેશે. તેઓ રાજ્યભરમાંથી આવેલી અરજીઓ અને રજૂઆતો અંગે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે સીધો સંવાદ કરશે અને નાગરિકોની સમસ્યાઓ સાંભળીને ઘટનાસ્થળે જ તેનો ઉકેલ લાવવા માટે જરૂરી દિશાનિર્દેશો આપશે.

આ પણ વાંચોઃ Gandhinagar News : આંગણવાડીની બહેનોએ સરહદના જવાનોની રક્ષા માટે 4.50 લાખથી વધુ રાખડીઓ મોકલી



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0