Gandhinagar News : વિકાસ કમિશનરની કચેરીમાં પ્રતિનિયુક્તિથી ભરતી, 15 ઓગસ્ટ 2026 સુધી અરજી કરી શકાશે

Aug 1, 2026 - 23:30
Gandhinagar News : વિકાસ કમિશનરની કચેરીમાં પ્રતિનિયુક્તિથી ભરતી, 15 ઓગસ્ટ 2026 સુધી અરજી કરી શકાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વિકાસ કમિશનરની કચેરી દ્વારા પ્રતિનિયુક્તિ (ડેપ્યુટેશન)થી કર્મચારીઓ મેળવવા માટેની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત નાયબ ચીટનીશ, નાયબ હિસાબનીશ, સિનિયર ક્લાર્ક તેમજ અધિક મદદનીશ ઇજનેર (સિવિલ) વર્ગ-3 ની વિવિધ જગ્યાઓ ભરવામાં આવશે. આ અંગે વિકાસ કમિશનર કચેરી દ્વારા રાજ્યના તમામ જિલ્લા વિકાસ અધિકારીઓ (DDO) ને સત્તાવાર સૂચનાપત્ર પાઠવીને જાણ કરવામાં આવી છે.

જિલ્લા પંચાયતના કર્મચારીઓ કરી શકશે અરજી, કોમ્પ્યુટર જ્ઞાન જરૂરી

આ પ્રતિનિયુક્તિ માટે જિલ્લા પંચાયત હેઠળ સેવા આપતા કર્મચારીઓ અરજી કરવા પાત્ર રહેશે. અરજી કરનાર કર્મચારી સામે કોઈ પ્રાથમિક કે ખાતાકીય તપાસ ચાલુ ન હોવી જોઈએ તે ખાસ પાત્રતા નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત, કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા કર્મચારીઓને આ પસંદગી પ્રક્રિયામાં વિશેષ પ્રાથમિકતા આપવામાં આવશે.

15 ઓગસ્ટ 2026 સુધી એડવાન્સ નકલ મોકલવાની રહેશે

યોગ્યતા ધરાવતા અને ઈચ્છુક કર્મચારીઓએ પોતાની અરજીની એડવાન્સ નકલ આગામી 15 ઓગસ્ટ 2026 સુધીમાં સબંધિત સત્તાધિકારીને મોકલી આપવાની રહેશે. નિયત સમયમર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં. યોગ્ય ઉમેદવારોની પસંદગી કરીને કચેરી ખાતે પ્રતિનિયુક્તિથી નીમણૂક આપવામાં આવશે.

આ પણ વાંચો : Monsoon 2026 : મોરબીના તળાવીયા શનાળામાં પોલીસની માનવતા, પૂરના પાણી વચ્ચેથી બીમાર વૃદ્ધનું રેસ્ક્યૂ

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0