Gandhinagar News: વડોદરામાં યોજાનારી VGRCમાં ગિફ્ટ સિટી ભારતના વૈશ્વિક નાણાંકીય પ્રવેશદ્વાર તરીકે પોતાની ભૂમિકા રજૂ કરશે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી આગામી 30 જૂને જીએસએફસી યુનિવર્સિટી,વડોદરા ખાતે યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટમાં ભારતના આંતરરાષ્ટ્રીય નાણાંકીય પ્રવેશદ્વાર તરીકેની પોતાની વધી રહેલી ભૂમિકા રજૂ કરશે.આ સમિટમાં ઉદ્યોગજગતના અગ્રણીઓ,શૈક્ષણિક ક્ષેત્રના પ્રતિનિધિઓ અને નાણાંકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા નિષ્ણાંતો હાજર રહેશે અને વિવિધ દેશો સાથેના નાણાંકીય વ્યવહારો,રોકાણ તેમજ વૈશ્વિક વેપાર ક્ષેત્રની તકો અંગે ચર્ચા કરશે.
વિશેષ સેશનનું આયોજન
આ સમિટના ભાગરૂપે ગિફ્ટ સિટી મંગળવારે “ગિફ્ટ સિટી ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ ગેટવે ઓફ ઈન્ડિયા વિષય પર વિશેષ સેશનનું આયોજન કરશે.આ સેશનમાં બેન્કિંગ,ફંડ મેનેજમેન્ટ,ઇન્ટરનેશનલ એક્સચેન્જીસ અને ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટર્સ ઓથોરિટીના વરિષ્ઠ પ્રતિનિધિઓ ભાગ લેશે. સેશનમાં ભારતના એકમાત્ર ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટરમાં વધી રહેલી નાણાંકીય પ્રવૃત્તિઓ અંગે ચર્ચા કરવામાં આવશે,જેમાં બેન્કિંગ, કેપિટલ માર્કેટ્સ, ઇન્શ્યોરન્સ, ફંડ મેનેજમેન્ટ અને અન્ય ઉભરતા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
ગિફ્ટ સિટી વિવિધ ક્ષેત્રોમાં મજબૂત વૃદ્ધિ નોંધાવી
આ સેશન એવા સમયે યોજાઇ રહ્યું છે કે જ્યારે ગિફ્ટ સિટી વિવિધ ક્ષેત્રોમાં મજબૂત વૃદ્ધિ નોંધાવી રહી છે.માર્ચ 2026 સુધીમાં ગિફ્ટ સિટી આઈએફએસસીમાં બેન્કિંગ એસેટ્સનું મૂલ્ય 111 અબજ યુએસ ડોલર સુધી પહોંચ્યું હતું.જ્યારે ફંડ મેનેજમેન્ટ ઇકોસિસ્ટમમાં 217 ફંડ મેનેજમેન્ટ એન્ટિટીઝ (એફએમઈ) દ્વારા 360 સ્કીમ્સ મેનેજ કરવામાં આવી રહી હતી અને કુલ મૂડી પ્રતિબદ્ધતા 39 અબજ યુએસ ડોલરને વટાવી ગઈ હતી.હાલમાં ગિફ્ટ સિટીમાં 1,500થી વધુ સંસ્થાઓ કાર્યરત છે, જેમાં અંદાજે 27,000 વ્યાવસાયિકો કામ કરે છે. ગિફ્ટ સિટી વિશિષ્ટ નાણાંકીય પ્રવૃત્તિઓ માટે પણ એક મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઉભરી રહી છે. માર્ચ 2026 સુધીમાં અહીં 35 એરક્રાફ્ટ લેસર્સ અને 36 શિપ લેસર્સ કાર્યરત હતા.
37 જહાજોના લીઝિંગ વ્યવહારો પૂર્ણ કરવામાં આવ્યા
ગિફ્ટ સિટી માળખાના માધ્યમથી 370થી વધુ એવિએશન એસેટ્સ અને 37 જહાજોના લીઝિંગ વ્યવહારો પૂર્ણ કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત, ગિફ્ટ સિટીમાંથી કાર્યરત ગ્લોબલ/રિજનલ કોર્પોરેટ ટ્રેઝરી સેન્ટર્સ દ્વારા આપવામાં આવેલી લોન અને એડવાન્સની રકમ માર્ચ 2026 સુધીમાં 5.61 અબજ યુએસ ડોલર સુધી પહોંચી હતી.આ આંકડો ટ્રેઝરી મેનેજમેન્ટ અને વિદેશી નાણાંકીય વ્યવહારો માટે ગિફ્ટ સિટીના ઇકોસિસ્ટમનો વધી રહેલો ઉપયોગ દર્શાવે છે.આ કાર્યક્રમ દરમિયાન ગિફ્ટ સિટી સ્થળ પર એક વિશેષ અનુભવાત્મક પેવેલિયન દ્વારા વિવિધ હિતધારકો સાથે સંવાદ કાર્યક્રમ યોજશે.આ પેવેલિયન મારફતે મુલાકાતીઓને ગિફ્ટ સિટીની ફાઇનાન્શિયલ ઇકોસિસ્ટમ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ફંડ મેનેજમેન્ટ, એરક્રાફ્ટ લીઝિંગ તેમજ ફિનટેક જેવા ક્ષેત્રોમાં ઊભી થઈ રહેલી નવી તકો અંગે ઇન્ટરેક્ટિવ માહિતી આપવામાં આવશે.
આ પણ વાંચોઃ Ahmedabad News : શાહિબાગ વિસ્તારમાથી ટ્રામાડોલ સાથે એક સપ્લાયર ઝડપાયો, 8 કરોડની કિંમતનો જથ્થો જપ્ત
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

