Gandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ આવતીકાલે યોજાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિનાના ચોથા ગુરુવારે યોજવામાં આવતો રાજ્ય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ ગુરૂવાર તા. ૨૪ જુલાઈ, ૨૦૨૫ના રોજ યોજાશે. વડાપ્રધાન નરેન્દ્રમોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૦૩થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે.
મુખ્યમંત્રીના જનસંપર્ક એકમમાં નાગરિકો ફરિયાદ કરી શકશે
આ ઉપક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં જુલાઈ-૨૦૨૫નો રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૪મી જુલાઈએ યોજાશે. નાગરિકો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો ગુરૂવાર, તા. ૨૪મી જુલાઈના રોજ સવારે ૮-૦૦ થી ૧૧-00 દરમિયાન મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક યોજાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક યોજાશે જેમા ગંભીરા બ્રિજ દુર્ઘટના તપાસ અંગે બેઠકમાં ચર્ચા કરાશે, બ્રિજ સરવે બાદની સ્થિતિ પર સમીક્ષા કરાશે અને ખરાબ રોડ-રસ્તાના સમારકામ અંગે સમીક્ષા કરાશે, ખરીફ પાક વાવેતર અને ખાતરની અછત અંગે સમીક્ષા કરવામાં આવશે અને રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે કરાશે ચર્ચા, જળાશયો અને પાણી સ્થિતિ અંગે ચર્ચા કરાશે.
What's Your Reaction?






