Gandhinagar News: માધવગઢમાં શાળાની જર્જરિત દીવાલ પડતા 12 વર્ષીય બાળકનું મોત

Apr 17, 2026 - 23:30
Gandhinagar News: માધવગઢમાં શાળાની જર્જરિત દીવાલ પડતા 12 વર્ષીય બાળકનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગાંધીનગર જિલ્લાના માધવગઢ ગામે એક અત્યંત કરુણ અને તંત્રની લાપરવાહી છતી કરતી ઘટના સામે આવી છે. ગામમાં આવેલી જૂની શાળાની જર્જરિત દીવાલ અચાનક ધરાશાયી થતા 12 વર્ષીય બાળક રઘુનંદ સિંહ રાઠોડનું તેની નીચે દટાઈ જવાથી કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર માધવગઢ ગામમાં શોક અને તંત્ર સામે ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.

6 મહિનાથી અધૂરું કામ કાળ બન્યું

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ જૂની શાળાને તોડવાનું કામ છેલ્લા છ મહિનાથી અધૂરું મૂકી દેવામાં આવ્યું હતું. કામ બંધ હોવા છતાં જર્જરિત દીવાલોને સુરક્ષિત રીતે ઉતારવામાં આવી નહોતી કે તે વિસ્તારમાં અવરજવર બંધ કરવા માટે કોઈ આડશ મૂકવામાં આવી નહોતી. આ દરમિયાન બાળક ત્યાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે જ જર્જરિત દીવાલ કાળ બનીને તેના પર પડી હતી. આ ગંભીર બેદરકારીને કારણે એક હસતા-રમતા પરિવારે પોતાનો લાડકવાયો પુત્ર ગુમાવ્યો છે.

પરિવારે મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇન્કાર

બાળકના અકાળે અવસાનથી ભાંગી પડેલા પરિવારજનોએ તંત્ર સામે લડાયક મૂડ અપનાવ્યો છે. પરિવારે બાળકના મૃતદેહને સ્વીકારવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે. પરિવારની માંગ છે કે, જે અધિકારીઓ કે કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે આ અકસ્માત સર્જાયો છે, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને જ્યાં સુધી યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ અંતિમ સંસ્કાર માટે મૃતદેહ સ્વીકારશે નહીં. હાલ હોસ્પિટલ અને ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ઉચ્ચ અધિકારીઓ પરિવારને સમજાવવાના પ્રયાસ કરી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0