Gandhinagar News: બિનકાર્યક્ષમ કર્મચારીઓ હવે સરકારની રડારમાં, કામગીરીનો અસંતોષ હશે તો સરકાર કરશે ઘરભેગા

May 12, 2026 - 13:30
Gandhinagar News: બિનકાર્યક્ષમ કર્મચારીઓ હવે સરકારની રડારમાં, કામગીરીનો અસંતોષ હશે તો સરકાર કરશે ઘરભેગા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં બિન કાર્યક્ષમ કર્મચારીઓ હવે સરકારની રડારમાં આવી ગયા છે. 55 વર્ષ પૂર્ણ કરનાર કર્મચારીઓના માથે તવાઈ આવે તેવી શક્યતાઓ છે. આવા કર્મચારીઓ સામે કામગીરીને લઈને અસંતોષ દેખાશે તો સરકાર ઘરભેગા કરશે. રાજ્ય સરકારે વિવિધ વિભાગો પાસેથી આ પ્રકારના સરકારી કર્મચારીઓની વિગતો મંગાવતા હડકંપ મચી જવા પામ્યો છે.

રાજ્ય સરકારે ગ્રુપ 1થી 4 સુધીના કર્મચારીઓની વિગતો મંગાવી

રાજ્ય સરકાર હવે સરકારી કામોમાં કોઈ પણ પ્રકારની ઢીલાશ ચલાવી લેવા માંગતી નહીં હોવાથી વિવિધ સરકારી વિભાગો પાસે બિન કાર્યક્ષમ કર્મચારીઓની વિગતો મંગાવી છે. સરકારને જો કોઈ કર્મચારીમાં કામગીરીનો અસંતોષ અને ઢીલાશ દેખાશે તો સીધા જ ઘરભેગા કરશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. રાજ્ય સરકારે ગ્રુપ 1થી 4 સુધીના કર્મચારીઓની વિગતો મંગાવી છે.

11 મુદ્દાઓ પર સરકાર તપાસ કરશે

રાજ્ય સરકારે વિવિધ વિભાગો પાસેથી 6 માસના સમયમાં 55 વર્ષ પૂર્ણ કરનારા કર્મચારીઓની વિગતો મંગાવી છે. આ વિગતો 30 મે સુધી મોકલી દેવા માટે સરકારે વિવિધ વિભાગોને સૂચના આપી છે. સરકારે આ વિગતો હિસાબ અને તિજોરી નિયામકને મોકલવાની સૂચના આપી છે. સરકાર આ વિગતોને આધારે વિવિધ 11 મુદ્દાઓ પર તપાસ કરશે. સરકારની આ એક્શનથી સરકારી કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.


આ પણ વાંચોઃ NEET UG PaPer Leak 2026: NEET 2026ની પરીક્ષા રદ, પેપરલીક બાદ CBIને તપાસના આદેશ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0