Gandhinagar News: ધોરણ 9થી 12ની પહેલી પરીક્ષા નવરાત્રિના બે દિવસ પછી, વિદ્યાર્થીઓ અને વાલીઓમાં નારાજગી

May 8, 2026 - 09:30
Gandhinagar News: ધોરણ 9થી 12ની પહેલી પરીક્ષા નવરાત્રિના બે દિવસ પછી, વિદ્યાર્થીઓ અને વાલીઓમાં નારાજગી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડનુ શૈક્ષણિક પ્રવૃતિના કેલેન્ડરમાં આ વર્ષે તમામ પ્રવાહમાં ધોરણ 9થી 12ની પહેલી પરીક્ષા નવરાત્રિ પૂર્ણ થયાના ત્રીજા દિવસે અને દશેરા પછીના દિવસે યોજવાનું જાહેર થતા વિદ્યાર્થી તેમજ વાલીઓમાં સખત નારાજગી પ્રવર્તી છે.ગુરૂવારે કેટલા શિક્ષકો, વાલીઓએ શિક્ષણ મંત્રીને આ પરીક્ષાના સમયમાં ફેરફાર કરવા માંગણી કરી છે.ધો.9 અને 11ની વાર્ષિક પરીક્ષાઓ પણ એપ્રિલ 27ને બદલે માર્ચ-27માં યોજાય તો આવા વિદ્યાર્થીઓ એપ્રિલ 27થી જ ધો 10 અને 12ના નવા શૈક્ષણિક સત્ર માટે પૂર્વ તૈયારી કરી શકે તેવી પણ રજૂઆત થઈ છે.

કેટલાક જરૂરી ફેરફાર કરવા માંગણી થઈ

નવરાત્રિ એ ગુજરાતનો સૌથી મોટો અને ઘરેઘરે ઉજવાતો તહેવાર છે.આ દિવસોમાં શૈક્ષણિક પ્રવૃતિઓ બંધ રાખવા વેકેશન આપવાની માંગણી વર્ષોથી ઉઠતી રહી છે.ગત વર્ષે અર્થાત વર્ષ 2025-26ના શૈક્ષણિક વર્ષમાં પહેલી પરીક્ષા નવરાત્રિ પહેલા જ પૂર્ણ કરી દેવાયા પછી હવે ચાલુ વર્ષે 2026-27માં નવરાત્રિ પછી તુરંત જ પરીક્ષાનું આયોજન જાહેર થતા જે વિદ્યાર્થી ગત વર્ષે ધોરણ ૯માં હતા તેમણે 10મા તેમજ જે રીતે ઉપલા ધોરણના વર્ગોમાં તૈયારીઓને લઈને અત્યારથી જ અસમંજસતા પ્રવર્તી છે.શૈક્ષણિક પ્રવૃતિ કેલેન્ડર 2026-27માં કેટલાક જરૂરી ફેરફાર કરવા માંગણી થઈ છે.

નવરાત્રિ રાત્રે ઉજવાતો તહેવાર છે

ગુરૂવારે સ્વર્ણિમ સંકૂલ 1માં શિક્ષણમંત્રીને ત્યાં રજૂઆત માટે પહોંચેલા શિક્ષકોએ કહ્યુ કે,આ વર્ષે ધોરણ 9થી 12ના તમામ પ્રવાહને માટે પહેલી પરીક્ષા 22મી ઓક્ટોબરથી બીજી નવેમ્બર દરમિયાન યોજવા કાર્યક્રમ જાહેર કર્યો છે.જે શૈક્ષણિક કાર્ય શાળા સંચાલન અને વિદ્યાર્થીઓની તૈયારીઓને અસરકર્તા થશે.કારણ કે, આ વર્ષે નવરાત્રિ 11મી ઓક્ટોબરથી શરૂ થાય છે અને નવમી એટલે છેલ્લો દિવસ 19મી ઓક્ટોબર છે. નવરાત્રિ રાત્રે ઉજવાતો તહેવાર છે.એમ છતાંયે 22મી ઓક્ટોબરથી પ્રથમ પરીક્ષાનું આયોજન કરવા કહેવાયુ છે.જેમાં વિદ્યાર્થી તૈયારી કરી શકે નહી.રાત્રીના તહેવારને કારણે વાંચનનું વાતાવરણ યોગ્ય રહેતુ નથી.આથી, નવરાત્રિના 10 દિવસ પહેલા અથવા તો તેના 10 દિવસનો અંતરાલ રાખીને પરીક્ષાનું આયોજન કરવુ જોઈએ તેવી માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Gujarat Weather News: રાજ્યના 8 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી, 12 મે સુધી ગરમીનું યલો એલર્ટ



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0