Gandhinagar News: દેશમાં પ્રથમવાર ગુજરાતમાં સર્વિસ કમિશનરેટની સ્થાપના કરાશે

Jun 3, 2026 - 16:30
Gandhinagar News: દેશમાં પ્રથમવાર ગુજરાતમાં સર્વિસ કમિશનરેટની સ્થાપના કરાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આજે એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.નિર્ણયની જાહેરાત કરતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે,દેશમાં સૌપ્રથમવાર ગુજરાતમાં સર્વિસ સેક્ટર એટલે કે સેવા ક્ષેત્રને વિશેષ પ્રાધાન્ય આપીને એક અલાયદા સર્વિસ કમિશનરેટની સ્થાપના કરવાનો અને સર્વિસ કમિશનરની સત્તાવાર જગ્યા ઊભી કરવાનો નિર્ણય કર્યો છે.

સર્વિસ કમિશનરેટની રચના કરવાનું સૂચન

આ અંગેની વિગતવાર માહિતી આપતા પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, જેમ ઉદ્યોગોના વિકાસ માટે અલાયદું ઉદ્યોગ કમિશનરેટ કાર્યરત છે.તેમ હવે સર્વિસ સેક્ટર માટે આ નવતર વ્યવસ્થા શરૂ કરીને ગુજરાત ફરી એકવાર દેશના અન્ય રાજ્યો માટે પ્રેરણા બનવા જઈ રહ્યું છે.ગુજરાત પરંપરાગત રીતે તેની મેન્યુફેક્ચરિંગ અને ઔદ્યોગિક ક્ષમતા માટે જાણીતું છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી વધુ સંતુલિત અને ગતિશીલ અર્થવ્યવસ્થાના નિર્માણ માટે રાજ્ય સરકાર સેવાઓ તરફ વૈવિધ્ય લાવી રહી છે. GRIT દ્વારા ગુજરાતમાં સેવા ક્ષેત્રના સુદ્રઢ અને સર્વાંગી વિકાસ માટે સર્વિસ કમિશનરેટની રચના કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું.

યુવાનો માટે રોજગારીની અસંખ્ય નવી તકો

આ કમિશનરેટ રાજ્ય અને રાષ્ટ્રીય હિત સાથે સુમેળ સાધીને વિવિધ સર્વિસ ઉદ્યોગોને મજબૂત આધાર પૂરો પાડશે.મંત્રી વાઘાણીએ કહ્યું હતું કે,પરંપરાગત ઉત્પાદન આધારિત ઉદ્યોગોથી આગળ વધીને ગુજરાતે સર્વિસ સેક્ટર આધારિત આધુનિક વિકાસ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.જેના પરિણામે આઈટી,પ્રવાસન અને લોજિસ્ટિક્સ જેવા ઝડપથી વિકસતા સેવા ક્ષેત્રોમાં યુવાનો માટે રોજગારીની અસંખ્ય નવી તકો ઊભી થશે.

રોકાણો આકર્ષવા માટેનું કેન્દ્રબિંદુ બનશે

આ કમિશનરેટ મુખ્યત્વે રાજ્યના ટુરિઝમ, આઇટી અને લોજિસ્ટિક્સ જેવા વિવિધ ઝડપથી વિકસતા સેવા ક્ષેત્રોને પ્રોત્સાહન આપવાનું, નવીન નીતિઓ ઘડવાનું અને સર્વિસ સેક્ટરમાં મોટા પાયે રોકાણો આકર્ષવા માટેનું કેન્દ્રબિંદુ બનશે. આ ઐતિહાસિક પહેલ અંતર્ગત સર્વિસ કમિશનરેટ હસ્તક વર્ષ 2026-27 માટે 100 કરોડના પ્રસ્તાવિત સર્વિસ સેક્ટર ગ્રોથ ફંડની રચના કરવામાં આવી છે.આ ગ્રોથ ફંડનો મુખ્ય હેતુ સેવા ક્ષેત્રમાં કાર્યરત MSMEs અને સ્ટાર્ટઅપ્સને ગ્રોથ કેપિટલ સરળતાથી અને સમયસર ઉપલબ્ધ કરાવવાનો છે.


આ પણ વાંચોઃ Gujarat weather News: આગામી બે દિવસમાં રાજ્યના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0