Gandhinagar News: દિવાળીના તહેવારમાં ગુજરાતના પ્રવાસન સ્થળો પર ઐતિહાસિક ભીડ ઉમટી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દિવાળીના પવિત્ર તહેવારો દરમિયાન ગુજરાતના પ્રવાસન સ્થળો અને યાત્રાધામો દેશ વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.રાજ્યના દ્વારકા, નડાબેટ, અંબાજી,સોમનાથ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના 8 મુખ્ય પ્રવાસન અને ધાર્મિક સ્થળોની 38 લાખથી વધુ સ્થાનિક તેમજ દેશ વિદેશના પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા યાત્રાધામો અને પ્રવાસન સ્થળો પર વિકસાવવામાં આવેલી અદ્યતન સુવિધાઓ અને પ્રવાસીલક્ષી આયોજનોને પરિણામે આ નોંધપાત્ર સફળતા મળી છે.
પ્રવાસન સ્થળોએ મુલાકાતીઓની સંખ્યામાં વ્યાપક ઉછાળો
વર્ષ 2025ના દિવાળીના 9 દિવસના સમયગાળાની સરખામણીમાં ચાલુ વર્ષે તા.6 થી 14 નવેમ્બર 2026 દરમિયાન રાજ્યના આ આઠ ઐતિહાસિક,ધાર્મિક અને પ્રવાસન સ્થળોએ મુલાકાતીઓની સંખ્યામાં વ્યાપક ઉછાળો નોંધાયો છે.રાજ્યના આ આઠ મુખ્ય સ્થળો પર નોંધાયેલા પ્રવાસીઓના આંકડા મુજબ,સૌથી વધુ વૃદ્ધિ યાત્રાધામ દ્વારકા ખાતે જોવા મળી છે. દ્વારકા મંદિર ખાતે સૌથી વધુ 9.95 લાખ એટલે કે 128.8 ટકાનો વધારો, નડાબેટ ખાતે 37 હજારથી વધુ એટલે કે 54.1 ટકાનો વધારો, અંબાજી મંદિર,ગબ્બર હિલ અને રોપ-વે ખાતે 11.95 લાખથી વધુ એટલે કે 48.9 ટકા અને સોમનાથ મંદિર ખાતે 9.12 લાખથી વધુ એટલે કે 43.9 ટકાનો વધારો નોંધાયો છે.

ભુજ ખાતે 25 હજારથી વધુ મુલાકાતીઓની સંખ્યામાં વધારો થયો
આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 5.57 લાખથી વધુ એટલે કે 32.35 ટકા,ગિરનાર રોપ વે ખાતે 48,800થી વધુ એટલે કે 25.3 ટકા, વડનગર ખાતે 62 હજારથી વધુ અને સ્મૃતિવન મેમોરિયલ, ભુજ ખાતે 25 હજારથી વધુ મુલાકાતીઓની સંખ્યામાં વધારો થયો છે. રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન માળખાકીય સુવિધાઓના સતત વધારા અને સુવ્યવસ્થિત વ્યવસ્થાપનને કારણે ગુજરાતના તમામ મુખ્ય પ્રવાસન અને યાત્રાધામો પર પ્રવાસીઓના ફૂટફોલમાં ઐતિહાસિક વૃદ્ધિ નોંધાઈ છે, જેણે રાજ્યના પ્રવાસન ક્ષેત્રે એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.
આ પણ વાંચોઃ Vadodara News: મનપા કચેરી બહાર વિરોધ કરતાં કોંગ્રેસ પ્રમુખ સહિત 10 લોકોની અટકાયત, ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

