Gandhinagar News: ગુજરાતમાં શરૂ થશે ડ્રોન લેબોરેટરી નેટવર્ક, રોબોટિક્સ અને ઇનોવેશન શિક્ષણને વેગ મળશે

Jul 15, 2026 - 20:00
Gandhinagar News: ગુજરાતમાં શરૂ થશે ડ્રોન લેબોરેટરી નેટવર્ક, રોબોટિક્સ અને ઇનોવેશન શિક્ષણને વેગ મળશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત આજે પરંપરાગત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા રાજ્યમાંથી હાઈટેક સનરાઈઝ સેક્ટર્સ જેવા કે સેમિકન્ડક્ટર, રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને હાઈપર-સ્કેલ ડેટા સેન્ટર્સના વૈશ્વિક હબ તરીકે ઉભરી આવ્યું છે.ગુજરાતમાં વર્ષ 2006માં સ્થાપિત વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ આજે સ્પેસ ટેકનોલોજી, બાયોટેકનોલોજી અને આગામી ક્વોન્ટમ મિશન સહિતના 11 મુખ્ય વર્ટિકલ્સ પર કાર્ય કરી રહ્યું છે.ભૂતકાળમાં જ્યાં પ્રાથમિક શાળાઓના વિજ્ઞાન મેળાઓ સામાન્ય મોડલ્સ પૂરતા સીમિત હતા ત્યાં આજે ગુજકોસ્ટ આયોજિત 'રોબોફેસ્ટ' જેવા મંચો થકી હજારો યુવા વિદ્યાર્થીઓ મિકેનિકલ, ઈલેક્ટ્રિકલ અને આઈટીના સમન્વયથી અત્યંત જટિલ વાસ્તવિક રોબોટ્સનું નિર્માણ કરી શિક્ષણ ક્ષેત્રે આવેલા ક્રાંતિકારી બદલાવને પ્રદર્શિત કરી રહ્યા છે.  

રોબોફેસ્ટ ગુજરાત 6.0નું આજે લોન્ચિંગ કર્યું

સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા દેશની સૌથી પ્રતિષ્ઠિત અને પ્રતિભાશાળી રોબોટિક સ્પર્ધા રોબોફેસ્ટ ગુજરાત 6.0નું આજે લોન્ચિંગ કર્યું હતું.અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે, રોબોટિક્સ ટેકનોલોજી માત્ર વૈજ્ઞાનિક સંશોધન પૂરતી મર્યાદિત ન રહેતા માનવજીવન અને રાષ્ટ્રીય સુરક્ષા માટે અનિવાર્ય બની ચૂકી છે.તબીબી ક્ષેત્રે મેળવેલી સિદ્ધિના ઉદાહરણરૂપે,એશિયાની ખ્યાતનામ કિડની ઇન્સ્ટિટ્યૂટ ખાતે તાજેતરમાં જ રોબોટિક સર્જરીના માધ્યમથી સાત જટિલ લિવર ટ્રાન્સપ્લાન્ટ 100 ટકા સફળતાના દર સાથે પીડારહિત રીતે પૂર્ણ કરવામાં આવ્યા છે.

સ્ટાર્ટઅપ્સ અને વ્યાવસાયિક સાહસોમાં રૂપાંતરિત થશે

બદલાતા વૈશ્વિક પ્રવાહો વચ્ચે ભવિષ્યના યુદ્ધો સૈનિકો દ્વારા સીધા સરહદ પર લડાવાને બદલે અદ્યતન રોબોટ્સ, ડ્રોન્સ અને બંકરમાં બેસીને સંચાલિત થતી આધુનિક શસ્ત્ર પ્રણાલી દ્વારા લડવામાં આવી રહ્યા છે. વર્ષ 2022 સુધી સેમિકન્ડક્ટર ક્ષેત્રે નહિવત હાજરી ધરાવતું ભારત આજે ગુજરાતના સક્રિય યોગદાનથી વૈશ્વિક પટલ પર અગ્રેસર બનવા જઈ રહ્યું છે.દેશના 12 મોટા નિર્માણધીન પ્રોજેક્ટ્સમાંથી 6 પ્રોજેક્ટ્સ માત્ર ગુજરાતમાં જ પ્રગતિ હેઠળ છે.આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના યુગમાં અત્યંત મહત્વપૂર્ણ એવા હાઈપર સ્કેલ ડેટા સેન્ટર્સના ક્ષેત્રમાં પણ ભારત આગામી 5 વર્ષમાં અભૂતપૂર્વ રોકાણ સાથે વૈશ્વિક સ્તરે મોખરાનું સ્થાન હાંસલ કરવા સજ્જ બન્યું છે.આ વૈજ્ઞાનિક ઉત્ક્રાંતિ અને યુવાધનના નવતર વિચારો જો સ્ટાર્ટઅપ્સ અને વ્યાવસાયિક સાહસોમાં રૂપાંતરિત થશે. 

આ પણ વાંચોઃ અરુણાચલ પ્રદેશમાં પૂરમાં ગુમ થયેલા ITBPના 19 જવાન બેઝ કેમ્પ પર પહોંચ્યા, પાડોશી રાજ્ય આસામમાં પણ હાલત ખરાબ



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0