Gandhinagar News : ખોરજમાં રોડ અને ગટરની ફરિયાદો ઉઠી, ગ્રામજનોમાં પાલિકા સામે ભારે આક્રોશ

Jul 3, 2025 - 15:30
Gandhinagar News : ખોરજમાં રોડ અને ગટરની ફરિયાદો ઉઠી, ગ્રામજનોમાં પાલિકા સામે ભારે આક્રોશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગાંધીનગરના ખોરજના ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો છે, રોડ-રસ્તા, ગટરની ફરિયાદોને લઇ મનપા કચેરીએ સ્થાનિકો પહોંચ્યા હતા, મનપા ખોરજ સાથે ઓરમાયુ વર્તન કરતી હોવાનો આરોપ સ્થાનિકોએ લગાવ્યો છે, તો વિકાસના કામોમાં કોન્ટ્રાકટર ખોરજમાં ભ્રષ્ટાચાર આચરતો હોવાની ફરિયાદ પણ સ્થાનિકો કરી રહ્યાં છે.

ખોરજ ગામમાં ગટર મિશ્રિત પાણી આવતું હોવાની ફરિયાદ

ખોરજ ગામમાં ગટર મિશ્રિત પાણી આવતું હોવાની ફરિયાદ ઉઠી છે, તો પાણીનો નળ ચાલુ કરે અને ગંદુ પાણી આવતુ હોવાની ફરિયાદ ઉઠી છે, સ્થાનિકોનું કહેવું છે કે, મેયર અને કમિશનર પણ આ વાત જાણે છે તેમ છત્તા કોઈ કામગીરી કરવામાં આવતી નથી. ગાંધીનગરના ખોરજ ગામમાં ગટરના પાણી રોડ પર ફરી વળતા સ્થાનિકો હેરાન થયા છે. ગટરનું ગંદુ પાણી તળાવમાં તેમજ રોડ પર ભરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.

ગામમાં ગટરના પાણી પણ ઉભરાય છે

ગાંધીનગરના ખોરજ ગામે ગટરના પાણી બેક મારતા સમગ્ર ગામમાં દુર્ગંધ મારી રહી છે,સાથે સાથે હાલ વરસાદી માહોલ છે ત્યારે તળાવનું પાણી પણ ગટરના પાણી સાથે બેક મારી રહ્યું છે,સ્થાનિકોને ગામમાં અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ જઉં હોય તો પણ ગંદા પાણીમાંથી પસાર થઈને જવાનો વારો આવ્યો છે.ગાંધીનગર મહાનગરપાલિકા હસ્તક આ ગામનો સમાવેશ થાય છે,બીજી તરફ પાલિકા દ્રારા પણ કોઈ કામગીરી કરવામા આવતી નથી તેવો આક્ષેપ ગ્રામજનો દ્રારા કરવામાં આવ્યો છે.

તંત્ર આળસ ખંખેરે અને કામકરે તે જરૂરી

ગાંધીનગર પાલિકા દ્રારા ખોરજ ગામમાં ગટરબેક મારવાની સમસ્યા અને ગંદા પાણી દૂર કરવાની કામગીરી ઝડપથી કરે તે જરૂરી બન્યું છે, નગરપાલિકા દ્રારા પ્રિ-મોન્સૂન કામગીરીને લઈ મોટા રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે, પરંતુ પ્રિ-મોન્સૂન કામગીરી ના થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર દ્રારા ગામમાં કોઈ જોવા પણ આવ્યું નથી.

 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0