Gandhinagar News: કોળી સમાજના CM મુદ્દે પુરુષોત્તમ સોલંકીએ કહ્યું, આપ જાણો છો શું મળવું જોઈએ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ધારાસભ્ય પબુભા માણેકે કોળી સમાજની વાડી ખાતે યોજાયેલા માતાજીના માંડવાના ધાર્મિક પ્રસંગમાં આપેલું મોટું નિવેદન હવે રાજકીય અખાડો બન્યું છે. તેમણે જણાવ્યું હતું કે,ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પણ કોળી સમાજના હોવા જોઈએ.તેમના આ નિવેદન બાદ પાટીદાર સમાજના બે નેતાઓ મેદાનમાં ઉતર્યા હતાં. હવે આ પાટીદાર નેતાઓ સામે કોળી સમાજના પિન્ટુ કોળીએ મોટું નિવેદન આપતાં માહોલ વધુ ગરમ થયો છે. બીજી તરફ રાજ્ય મંત્રી પુરુષોત્તમ સોલંકીએ પણ આ બાબતે નિવેદન આપ્યું છે.
રાજકારણમાં કોળી સમાજને મહત્વનું સ્થાન મળવું જોઈએ
ગુજરાતમાં કોળી સમાજના મુખ્યમંત્રી બનાવવાની માંગ અંગે પબુભા માણેક દ્વારા આપવામાં આવેલા નિવેદન પર રાજ્યના મંત્રી પરષોત્તમ સોલંકીએ પોતાની પ્રતિક્રિયા આપી છે.પરષોત્તમ સોલંકીએ કોળી સમાજના મુખ્યમંત્રી બનાવવા અંગે સીધું કંઈ પણ બોલવાનું ટાળ્યું હતું.પરંતુ તેમણે સમાજના પ્રતિનિધિત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આપ સમજો છો કે શું મળવું જોઈએ. રાજકારણમાં કોળી સમાજને મહત્વનું સ્થાન મળવું જોઈએ. આ ઉપરાંત પરષોત્તમ સોલંકીએ એવી પણ રજૂઆત કરી હતી કે હાલમાં સમાજ પાસે જેટલી બેઠકો છે તેના કરતાં પણ વધારે બેઠકો મળવી જોઈએ.
કોળી સમાજના આગેવાન પિન્ટુ કોળીના પ્રહારો
કોળી સમાજના આગેવાન પિન્ટુ કોળીએ બે પાટીદાર આગેવાનો વરુણ પટેલ અને દિનેશ બાંભણિયાને જાતીવાદી કીડા કહેતા મામલો વધુ બિચક્યો હતો. પિન્ટુ કોળીએ એક વીડિયો મારફતે કહ્યું હતું કે, પટેલ સમાજને રાજગાદી ભોગવવી છે અને કોળી ઠાકોર સમાજને શું ખાલી દાળીયું કરવા રાખ્યો છે? હું આખા પાટીદાર સમાજને નથી કહેતો પણ વરુણ પટેલ અને દિનેશ બાંભણિયાને કહેવા માંગું છું.કોળી સમાજના પ્રસંગમાં પબુભા માણેકે વાત કરી કે કોળી સમાજનો મુખ્યમંત્રી હોવો જોઈએ. ત્યારે એવી બળતરા થઈ કે અમારે કોળી સમાજનો મુખ્યમંત્રી બનશે તો સાહેબ કહેવું પડશે. તમારે શું કોળી સમાજનો વોટબેંક માટે જ ઉપયોગ કરવો છે?. ગુજરાતમાં કોળી ઠાકોર સમાજ દોઢ કરોડ કરતાં વધુ વોટ બેંક ધરાવે છે. તે છતાંય જો ખાલી મુખ્યમંત્રીની વાત કરી ત્યારે તમારા પેટમાં બળતરા થઈ પણ તમારા પાટીદાર સમાજના મુખ્યમંત્રી તો કેટલા સમયથી છે. જ્ઞાતિવાદના કીડાઓ હવે તમારે સુધરવું જોઈએ.
આ પણ વાંચોઃ Ahmedabad News: પબુભા માણેકના નિવેદન બાદ પાટીદાર સમાજ મેદાનમાં, વરુણ પટેલે કહ્યું, એકલા હાથે ચૂંટણી લડી બતાવો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

