Gandhinagar News: કલોલમાં NIAના PSI બનીને સીધો જ DySP સુધી પહોંચી ગયો, આઈકાર્ડે નકલી હોવાનો ભાંડો ફોડ્યો

Feb 12, 2026 - 18:30
Gandhinagar News: કલોલમાં NIAના PSI બનીને સીધો જ DySP સુધી પહોંચી ગયો,  આઈકાર્ડે નકલી હોવાનો ભાંડો ફોડ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગાંધીનગરના કલોલમાંથી એનઆઈએનો નકલી પીએસઆઈ ઝડપાયો છે. આ નકલી પીઆઈ સીધો કલોલ ડીવાયએસપી કચેરીએ પહોંચ્યો હતો. તેણે એનઆઈએના પીએસઆઈ તરીકે ઓળખ આપીને રૌફ જમાવ્યો હતો.નકલી આઈકાર્ડ બતાવીને ડીવાયએસપીને મળવાનું કહ્યું હતું. આઈ કાર્ડ પર શંકા જતાં જ તેનો ભાંડો ફૂટ્યો હતો. નકલી પીએસઆઈ ગુંજન કાંટીચાની પૂછપરછ કરવામાં આવી છે. અગાઉ તેની સોલા પોલીસે પણ ધરપકડ કરી હતી. નકલી પીસએઆઈની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.

ઓળખપત્ર નકલી હોવાનું જણાતા આખો ભાંડો ફૂટ્યો

ગાંધીનગરના કલોલમાં નકલી PSI બની રોફ જમાવવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ગુંજન કાંટીચા નામનો વ્યક્તિ NIAમાં PSI તરીકે પોતાની ઓળખ આપીને સીધો કલોલ DySP કચેરી પહોંચ્યો હતો. તેણે અધિકારીઓને મળવા માટે દબાણ પણ કર્યું હતું. આરોપીએ પોતાનું નકલી I-Card રજૂ કરીને DySPને મળવાની માંગણી કરી હતી. જોકે, I-Cardમાં શંકાસ્પદ વિગતો દેખાતા કચેરીના સ્ટાફે તેની ચકાસણી હાથ ધરી હતી. તપાસ દરમિયાન ઓળખપત્ર નકલી હોવાનું સામે આવતા આખો ભાંડો ફૂટ્યો હતો.

પોલીસે તરત જ ગુંજન કાંટીચાને લઇ પુછપરછ શરૂ કરી

પોલીસે તરત જ ગુંજન કાંટીચાને લઇ પુછપરછ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આરોપી અગાઉ પણ આવી જ હરકતો કરી ચૂક્યો છે અને સોલા પોલીસે તેની અગાઉ ધરપકડ કરી હતી. હાલ પોલીસ દ્વારા નકલી ઓળખપત્ર બનાવવાના સ્ત્રોત, તેના હેતુ અને અન્ય કોઈ સંડોવણી અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.


આ પણ વાંચોઃ Kheda News: નડિયાદ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, સગીરા પર દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સખત કેદ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0