Gandhinagar Municipal Corporation Election 2026: કોંગ્રેસે જાહેર કર્યો મેનિફેસ્ટો, જાણો શું કરી જાહેરાતો?

Sep 17, 2026 - 13:30
Gandhinagar Municipal Corporation Election 2026: કોંગ્રેસે જાહેર કર્યો મેનિફેસ્ટો, જાણો શું કરી જાહેરાતો?

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણીની તૈયારીઓ માટે કમર કસી લેવામાં આવી છે અને "બદલાવની લહેર, વિકાસની લહેર" ના નારા સાથે પક્ષ જનતાની વચ્ચે જઈ રહ્યો છે. પક્ષ દ્વારા દરેક વોર્ડમાં 2 થી 3 પેનલ તૈયાર કરવામાં આવી છે અને પક્ષ પલ્ટો ન કરે તેવા મજબૂત ઉમેદવારોને મેદાનમાં ઉતારવાની રણનીતિ બનાવવામાં આવી છે.

ભાઈ-ભત્રીજાવાદ અને કોન્ટ્રાક્ટ પ્રથા પર પૂર્ણ વિરામ

કોંગ્રેસ પક્ષે પોતાના મેનિફેસ્ટોમાં સ્પષ્ટ જાહેરાત કરી છે કે, ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ભાઈ-ભત્રીજાવાદને કોઈ સ્થાન આપવામાં આવશે નહીં. પક્ષના કોઈપણ કાઉન્સિલર કે હોદ્દેદાર કોઈ કોન્ટ્રાક્ટ કે પેટા કોન્ટ્રાક્ટ લેશે નહીં. આ ઉપરાંત, ચેક્સના નાણાંથી જાહેર કાર્યક્રમો ન યોજવાનો પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી વહીવટમાં પારદર્શિતા આવશે.

કર રાહતો અને જનહિતની મોટી જાહેરાતો

જનતાને મોંઘવારીમાંથી રાહત આપવા માટે કોંગ્રેસના મેનિફેસ્ટોમાં મિલકત વેરા અને વાણિજ્ય વેરા સંદર્ભે મોટી જાહેરાતો કરાઈ છે. ઘર વેરામાં 25 ટકા તેમજ વાણિજ્ય વેરામાં 10 ટકા સુધીની રાહત આપવાનું વચન આપવામાં આવ્યું છે. આનાથી સામાન્ય નાગરિકો અને વેપારીઓને મોટો આર્થિક ફાયદો થશે.

Gandhinagar Municipal Corporation Election 2026: Congress Manifesto & Updates

પાયાની સુવિધાઓ અને સફાઈ-આરોગ્ય માળખું

શહેરમાં નાગરિકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે પાણી અને ગટર વ્યવસ્થાના પ્રશ્નોને અગ્રતા આપીને કાયમી ધોરણે ઉકેલવામાં આવશે. આ સાથે જ સફાઈ, મજબૂત આરોગ્ય માળખું તથા સાર્વજનિક પરિવહન જેવી અત્યાઆવશ્યક બાબતોને પણ મેનિફેસ્ટોમાં વિશેષરૂપે આવરી લેવામાં આવી છે, જેથી ગાંધીનગરનો સર્વાંગી વિકાસ થઈ શકે.


આ પણ વાંચો: Gandhinagar: ગાંધીનગર મનપા અને 3 નગરપાલિકાની ચૂંટણી જાહેર; 11 ઓક્ટોબરે મતદાન અને 13 ઓક્ટોબરે મતગણતરી


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0