Gandhinagar: H TAT પરીક્ષા અંગે મહત્વના સમાચાર; રજિસ્ટ્રેશન અને ફી ભરવાની સમયમર્યાદામાં કરાયો વધારો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યની પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક તરીકે બઢતી મેળવવા માટે લાયકાત ધરાવતા શિક્ષકો માટે આયોજિત વિશેષ સ્પર્ધાત્મક પરીક્ષા H TAT અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા H TAT માટેની ઓનલાઈન અરજી અને ફી ભરવાની સમયમર્યાદામાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
H TAT અંગે મહત્વના સમાચાર
બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી નવી સમયમર્યાદા મુજબ, ઉમેદવારો હવે 25 સપ્ટેમ્બર 2026 સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર્મ ભરી શકશે. આ ઉપરાંત, નેટ બેન્કિંગ મારફતે પરીક્ષા ફી સ્વીકારવાની છેલ્લી તારીખ 26 સપ્ટેમ્બર 2026 નક્કી કરવામાં આવી છે. આ નિર્ણયથી બઢતીની તૈયારી કરી રહેલા હજારો શિક્ષકોને મોટી રાહત મળી છે અને જે ઉમેદવારો ફોર્મ ભરવામાં બાકી રહી ગયા હતા તેઓને વધુ એક તક સાંપડી છે.

શિક્ષકો માટે આ વિશેષ સ્પર્ધાત્મક પરીક્ષા
H TAT પરીક્ષાની રજિસ્ટ્રેશન મુદતમાં લંબારો કરાયો છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 25 સપ્ટેમ્બર અને ફી ભરવાની છેલ્લી મુદત 26 સપ્ટેમ્બર.મુખ્ય શિક્ષક તરીકે પ્રમોશન માટે લાયક શિક્ષકો માટે આ વિશેષ સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન.
આ પણ વાંચો: Ahmedabad: લીલીયામાં વોકળા બે કાંઠે વહ્યા, ઉના અને ગીર ગઢડા પંથકમાં પવન અને કડાકા સાથે વરસાદ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

