Gandhinagar: GPSC વર્ગ 1-2 ની પરીક્ષાનું આખરી પરિણામ જાહેર; 296 ઉમેદવારો સફળ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં વહીવટી તંત્રના સુકાની બનવા માટે તનતોડ મહેનત કરતા લાખો સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ માટે મોટા અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા રાજ્ય સેવા વર્ગ-1 અને વર્ગ-2 ની ભરતી પરીક્ષાનું આખરી પરિણામ મોડી રાત્રે સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે. આ કઠિન અને બહુતબક્કાવાર પરીક્ષાના અંતે કુલ 296 જેટલા તેજસ્વી ઉમેદવારોએ સફળતા મેળવીને આખરી મેરિટ લિસ્ટમાં પોતાનું સ્થાન પાક્કું કર્યું છે. આ પરિણામની સાથે રાજ્યના વહીવટી તંત્રને વિવિધ સંવર્ગોમાં 296 નવા સક્ષમ વર્ગ-1 અને વર્ગ-2 ના યુવા અધિકારીઓ પ્રાપ્ત થશે.
46 ઉમેદવારોએ લીધો ‘ઓપ્ટ આઉટ’ વિકલ્પનો લાભ
પ્રિલિમિનરી, મુખ્ય લેખિત પરીક્ષા અને રૂબરૂ મુલાકાત (ઇન્ટરવ્યુ) ના ત્રિસ્તરીય તબક્કાના મૂલ્યાંકન બાદ 296 ઉમેદવારોને આખરી પસંદગી યાદીમાં સમાવવામાં આવ્યા છે. આ વખતે ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા અને વેઇટિંગ લિસ્ટના અન્ય ઉમેદવારોને તક મળી રહે તે હેતુથી લાગુ કરાયેલા નિયમ મુજબ 46 જેટલા ઉમેદવારોએ પોતાની સ્વેચ્છાએ ‘ઓપ્ટ આઉટ’ (Opt-Out) નો વિકલ્પ પસંદ કર્યો હતો. અગાઉ અન્ય કોઈ સમકક્ષ કે ઉચ્ચ પોસ્ટ પર નિયુક્તિ પામી ચૂકેલા અથવા અન્ય કારણોસર આ કેડરમાં જોડાવા ન માગતા ઉમેદવારોએ આ લાભ લેતાં અન્ય જરૂરિયાતમંદ મેરિટ ધરાવતા ઉમેદવારો માટે રસ્તો સાફ થયો હતો. આખરી પરિણામ બાદ હવે આયોગ દ્વારા સંબંધિત પસંદગી પામેલા 296 ઉમેદવારોની યાદી રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) ને ભલામણ સાથે મોકલવામાં આવશે. દસ્તાવેજ ચકાસણી અને મેડિકલ ફિટનેસની ઔપચારિકતાઓ પૂર્ણ કરી સરકાર દ્વારા ટૂંક સમયમાં નિમણૂક પત્રો એનાયત કરાશે.
વહીવટી તંત્રમાં વિવિધ વિભાગોને મળશે નવા ચહેરા
આ પરિણામ જાહેર થતાં જ ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી (DySP), જિલ્લા રજિસ્ટ્રાર, તાલુકા વિકાસ અધિકારી (TDO), આસિસ્ટન્ટ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ સહિતની વિવિધ મહત્વપૂર્ણ કેડરોમાં નવી નિમણૂકોનો માર્ગ મોકળો બન્યો છે.લાંબા સમયથી ચાલી રહેલી પસંદગી પ્રક્રિયા મોડી રાત્રે પૂર્ણ થતાં સફળ ઉમેદવારો અને તેમના પરિવારોમાં દિવાળી અને નવા વર્ષ જેવો ખુશીનો માહોલ છવાઈ ગયો છે.
આ પણ વાંચો: Surat: પર્વત પાટિયામાં નશામાં ધૂત કારચાલકે બાઇકને ફંગોળી ભાગવાનો પ્રયાસ કર્યો, રોષે ભરાયેલા લોકોએ કારના કાચ ફોડી નાખ્યા!
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

