Gandhinagar: 72સરકારી ઉપક્રમોમાં બજાર કિંમતે રોકાણ 5લાખ કરોડનું પણ વાસ્તવિક વળતર દોઢટકો

2017-18થી 2022-23ના 6 વર્ષમાં ગુજરાત સરકારે 72 એકમોમાં રૂ,91,247.36કરોડનું નવું રોકાણ કર્યુંગુજરાત સરકાર દ્વારા તેની કંપનીઓ-એકમોમાં થતાં મૂડી રોકાણમાં મૂડીનું સતત ધોવાણ 9 એકમોમાં રૂ.5,098 કરોડની આવક સામે રૂ.5,343 કરોડનો ખર્ચ ગુજરાત સરકારી નાણાકિય પરિસ્થિતિ અંગે 2022-23 ના વર્ષ માટે કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ-સીએજી રિપોર્ટ શુક્રવારે વિધાનસભાના ત્રણ દિવસના ટૂંકા ચોમાસુ સત્રના અંતિમ દિવસે ગૃહના મેજ ઉપર મુકાયો હતો, જેમાં રાજ્યના જાહેર ક્ષેત્રના ઉપક્રમની નાણાકીય કામગીરીનું એનાલિસિસ કરતા જણાવાયું હતું કે, 31 માર્ચ 2023ની સ્થિતિએ રાજ્યના જાહેર ક્ષેત્રના કુલ 101 ઉપક્રમો હતા, જેમાં સરકાર નિયંત્રિત 54 સક્રિય અને 11 નિષ્ક્રય કંપની ઓનો 4 વૈધાનિક નિગમોનો તેમજ 32 સરકાર નિયંત્રિત અન્ય કંપનીઓનો સમાવેશ થતો હતો. આ 101 સરકારી ઉપક્રમો પૈકી 72 ઉપક્રમોમાં શેરમૂડી લાંબી મુદતની લોન ગ્રાન્ટ અને સબસિડીઓ દ્વારા રાજ્ય સરકારે અબજો રૂપિયાનું સીધું રોકાણ કરેલું છે પણ એની સામે વાસ્તવિક મળતર નહીવત છે. 2022-23ના અંતે બજાર કિંમતે રાજ્ય સરકારનું કુલ મૂડીરોકાણ રૂ.4.84.726.66 કરોડ હતું. આ મૂડી રોકાણ સામે લઘુતમ વળતર રૂ.30.735.22 કરોડ અપેક્ષિત હતું પરંતુ વાસ્તવિક વળતર યાને કરવેરા બાદના નફા દ્વારા કમાણી માત્ર રૂ.7477.33 કરોડ જ થઇ હતી. જે મૂડીરોકાણના કેવળ 1.54. ટકા જ રકમ હતી વર્ષ 2017-18 થી 2022-23 સુધીના 6 વર્ષમાં રાજ્ય સરકારે ઉક્ત 72 એકમોમાં રૂ 91,247.36 કરોડનું નવું મૂડીરોકાણ કર્યું હતું. આ છ વર્ષમાં વાસ્તવિક બજાર કિંમતે મૂડીરોકાણ સામે વળતર જોઇએ તો 2017-18ના અંતે વાસ્તવિક બજાર કિંમતે રોકાણ રૂ,2,78,375.88 કરોડ સામે અપેક્ષિત લઘુતમ વળતર રૂ.19.638.19કરોડ હતું પરંતુ વાસ્તવિક વળતર માઇનસ 0.52 ટકા હતું 2018-19ના અંતે બજાર કિંમતે મૂડીરોકાણ રૂ.3.18.820.20 કરોડ સામે વાસ્તવિક વળતર માઇનસ 0.17 ટકા હતું. 2019-20ના અંતે બજાર કિંમતે રોકાણ રૂ.3.56.914.15 કરોડ સામે વાસ્તવિક વળતર માઇનસ 0.21 ટકા હતું. ઉક્ત ત્રણ વર્ષમાં વાસ્તવિક વળતર માઇનસમાં રહ્યું હતું. જયારે બાકીના ત્રણ વર્ષમાં વળતર મળ્યું પણ તે નહીંવત હતું 2020-21 અંતે બજાર કિંમતે કુલ મૂડીરોકાણ રૂ.3.89.889.71 કરોડ સામે અપેક્ષિત લઘુતમ વળતર રૂ.26.152.69 કરોડ હતું, પરંતુ કમાણી યાને વળતર માત્ર રૂ.2117,19 કરોડ એટલે કે 0.54 ટકા મળ્યું હતું 2021-22ના અંતે બજાર કિંમતે વાસ્તવિક મૂડીરોકાણ રૂ.4.31.287.56 કરોડ સામે રૂ.28.666.61 કરોડનું વળતર અપેક્ષિત હતું પરંતુ વાસ્તવિક વળતર રૂ.5304.96 કરોડ યાને 1.23 ટકા જ મળ્યું હતું જે વળતર 2022-23ના અંતે થોડુંક જ વધીને 1.54. ટકા રહ્યું હતું. સરકારનાં 21 એકમોમાં રૂ.5,122 કરોડ ધોવાઇ ગયાં રાજ્ય સરકારના જાહેર ક્ષેત્રના 21 ઉપક્રમોનું રૂ.5121.95 કરોડનું ચોખ્ખુ મૂલ્ય ધોવાણ થઇ ગયું છે. આ એકમોની એકત્રિત ખોટ રૂ.9,299.73 કરોડે પહોંચી છે. આ એકમોમાં 7 ઉપક્રમો તદન નિક્રિય થઇ ફડચાની પ્રક્રિયા હેઠળ ગયેલાં છે. જેમાં આલ્કોક એશડાઉન લિમિટેડ, ગુજરાત કોમ્યુનિકેશન અને ઇલેટ્રોનિકસ લિમિટેડ ગુજરાત લઘુઉદ્યોગ નિગમ લિમિટેડ, ગુજરાત ચર્મોદ્યોગ લિમિટેડ, ગુજરાત ટ્રાન્સ રિસીવર્સ લિમિટેડ, ગુજરાત રાજ્ય મશીન ટુલ્સ નિગમ લિમિટેડ અને ગુજરાત ડેરી વિકાસ નિગમ લિમિટેડ સામેલ છે. બાકીના 14 ઉપક્રમોમાં ગુજરાત રાજ્ય નાણાકીય નિગમ, ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડ, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ લિમિટેડ, ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ લિમિટેડ ડાયમન્ડ રિસર્ચ એન્ડ મર્કન્ટાઇલ સિટી લિમિટેડ, ગુજરાત રાજ્ય હાથસાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિમિટેડ, ગિફટ સેઝ લિમિટેડ, ગિફટ પાવર કંપની લિમિટેડ. ગિફટ કલેક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કંપની લિમિટેડ, ગુજરાત રાજય ગ્રામ વિકાસ નિગમ લિમિટેડ સ્માર્ટ આઇસીટી સર્વિસીસ પ્રા.લિ,ગુજરાત isp સર્વિસીસ લિ. તથા ગુજરાત ટાઉન પ્લાનિંગ કન્સલ્ટન્સી લિ. સમાવિષ્ટ છે. આ પૈકી 7 ઉપક્રમો ગુજરાત isp સર્વિસીસ લિ. ગુજરાત રાજ્ય નાણાકીય નિગમ, ગુજરાત રાજય ગ્રામ વિકાસ નિગમ લિમિટેડ, ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ લિ. ગુજરાત રાજ્ય હાથસાળ હસ્તકલા વિકાસ નિગમ લિ,ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ લિ. ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કન્ટાઇલ સિટી લિ. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ તથા ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડમાં છેલ્લા નાણાકીય પત્રકો મુજબ રાજ્ય સરકારે કુલ રૂ.5,099.20 કરોડની કમાણી આવક કરી છે. જેની સામે કુલ રૂ.5,343.39 કરોડ ખર્ચ કર્યા છે. આ 9 એકમોમાં સરકારના રોકાણનું સતત ધોવાણ થયું. જે પૈકી જીએસઆરટીસી દ્વારા રૂ.3,526.72 કરોડની કમાણી સામે સરકારે રૂ.3,563.60 કરોડ ખર્ચ્યા છે. 7 ઉપક્રમોમાં રૂ.1.21.182 કરોડનું રોકાણ રાજ્ય સરકારે 7 એકમો કુલ રૂ.1.21.182.08 કરોડનું માતબર રોકાણ કરેલું છે. આ એકમો પૈકી સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડમાં રૂ.70,227 કરોડનું. ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડમાં રૂ.34,089 કરોડનું, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં રૂ.8,195 કરોડનું, ગુજરાત મેટ્રોરેલ નિગમ લિમિટેડમાં રૂ.4416 કરોડનું, ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમમાં રૂ.1,762 કરોડનું, ગુજરાત રાજ્ય મૂડીરોકાણ નિગમમાં રૂ.1,403 કરોડનું અને ગુજરાત ઊર્જા પ્રવહન નિગમ લિમિટેડમાં રૂ.1,091 કરોડનું રોકાણ થયેલું છે. ચાર લિસ્ટેડ કંપનીઓમાં માર્કેટ કેપિટલાઇજેશનમાં રૂ.4,708 કરોડનું ધોવાણ રાજ્ય સરકારની ચાર કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે. આ કંપનીઓમાં જીએમડીસી, ગુજરાત ગેસ લિમિટેડ, ગુજરાત રાજ્ય પેટ્રોનેટ લિમિટેડ -જીએસપીએલ તથા ગુજરાત રાજ્ય નાણાકિય નિગમ સામેલ છે. 31 માર્ચ 2022ના રોજ આ ચાર કંપનીઓનું માર્કેટ કેપિટલલાઇઝેશન રૂ.55,383.44 કરોડ હતું. જે 31 માર્ચ 2023ના રોજ રૂ.50,675.95 કરોડ થઇ ગયું હતું. મતલબ માર્કેટ કેપિટલાઇઝેશનમાં રૂ.4,708 કરોડનું ધોવાણ થઇ ગયું હતું. રાજ્ય સરકારનું જીએમડીસીમાં રૂ.47.06 કરોડનું ગુજરાત ગેસ લિમિટેડમાં માત્ર રૂ.9 કરોડનું અને ગુજરાત રાજ્ય મુડીરોકાણ નિગમમાં રૂ.49.09 કરોડનું શેરમૂડી રોકાણ છે. અહીં નોંધવુ રહ્યુ

Gandhinagar: 72સરકારી ઉપક્રમોમાં બજાર કિંમતે રોકાણ 5લાખ કરોડનું પણ વાસ્તવિક વળતર દોઢટકો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 2017-18થી 2022-23ના 6 વર્ષમાં ગુજરાત સરકારે 72 એકમોમાં રૂ,91,247.36કરોડનું નવું રોકાણ કર્યું
  • ગુજરાત સરકાર દ્વારા તેની કંપનીઓ-એકમોમાં થતાં મૂડી રોકાણમાં મૂડીનું સતત ધોવાણ
  • 9 એકમોમાં રૂ.5,098 કરોડની આવક સામે રૂ.5,343 કરોડનો ખર્ચ

ગુજરાત સરકારી નાણાકિય પરિસ્થિતિ અંગે 2022-23 ના વર્ષ માટે કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ-સીએજી રિપોર્ટ શુક્રવારે વિધાનસભાના ત્રણ દિવસના ટૂંકા ચોમાસુ સત્રના અંતિમ દિવસે ગૃહના મેજ ઉપર મુકાયો હતો,

જેમાં રાજ્યના જાહેર ક્ષેત્રના ઉપક્રમની નાણાકીય કામગીરીનું એનાલિસિસ કરતા જણાવાયું હતું કે, 31 માર્ચ 2023ની સ્થિતિએ રાજ્યના જાહેર ક્ષેત્રના કુલ 101 ઉપક્રમો હતા, જેમાં સરકાર નિયંત્રિત 54 સક્રિય અને 11 નિષ્ક્રય કંપની ઓનો 4 વૈધાનિક નિગમોનો તેમજ 32 સરકાર નિયંત્રિત અન્ય કંપનીઓનો સમાવેશ થતો હતો. આ 101 સરકારી ઉપક્રમો પૈકી 72 ઉપક્રમોમાં શેરમૂડી લાંબી મુદતની લોન ગ્રાન્ટ અને સબસિડીઓ દ્વારા રાજ્ય સરકારે અબજો રૂપિયાનું સીધું રોકાણ કરેલું છે પણ એની સામે વાસ્તવિક મળતર નહીવત છે. 2022-23ના અંતે બજાર કિંમતે રાજ્ય સરકારનું કુલ મૂડીરોકાણ રૂ.4.84.726.66 કરોડ હતું. આ મૂડી રોકાણ સામે લઘુતમ વળતર રૂ.30.735.22 કરોડ અપેક્ષિત હતું પરંતુ વાસ્તવિક વળતર યાને કરવેરા બાદના નફા દ્વારા કમાણી માત્ર રૂ.7477.33 કરોડ જ થઇ હતી. જે મૂડીરોકાણના કેવળ 1.54. ટકા જ રકમ હતી વર્ષ 2017-18 થી 2022-23 સુધીના 6 વર્ષમાં રાજ્ય સરકારે ઉક્ત 72 એકમોમાં રૂ 91,247.36 કરોડનું નવું મૂડીરોકાણ કર્યું હતું. આ છ વર્ષમાં વાસ્તવિક બજાર કિંમતે મૂડીરોકાણ સામે વળતર જોઇએ તો 2017-18ના અંતે વાસ્તવિક બજાર કિંમતે રોકાણ રૂ,2,78,375.88 કરોડ સામે અપેક્ષિત લઘુતમ વળતર રૂ.19.638.19કરોડ હતું પરંતુ વાસ્તવિક વળતર માઇનસ 0.52 ટકા હતું 2018-19ના અંતે બજાર કિંમતે મૂડીરોકાણ રૂ.3.18.820.20 કરોડ સામે વાસ્તવિક વળતર માઇનસ 0.17 ટકા હતું. 2019-20ના અંતે બજાર કિંમતે રોકાણ રૂ.3.56.914.15 કરોડ સામે વાસ્તવિક વળતર માઇનસ 0.21 ટકા હતું. ઉક્ત ત્રણ વર્ષમાં વાસ્તવિક વળતર માઇનસમાં રહ્યું હતું. જયારે બાકીના ત્રણ વર્ષમાં વળતર મળ્યું પણ તે નહીંવત હતું 2020-21 અંતે બજાર કિંમતે કુલ મૂડીરોકાણ રૂ.3.89.889.71 કરોડ સામે અપેક્ષિત લઘુતમ વળતર રૂ.26.152.69 કરોડ હતું, પરંતુ કમાણી યાને વળતર માત્ર રૂ.2117,19 કરોડ એટલે કે 0.54 ટકા મળ્યું હતું 2021-22ના અંતે બજાર કિંમતે વાસ્તવિક મૂડીરોકાણ રૂ.4.31.287.56 કરોડ સામે રૂ.28.666.61 કરોડનું વળતર અપેક્ષિત હતું પરંતુ વાસ્તવિક વળતર રૂ.5304.96 કરોડ યાને 1.23 ટકા જ મળ્યું હતું જે વળતર 2022-23ના અંતે થોડુંક જ વધીને 1.54. ટકા રહ્યું હતું.

સરકારનાં 21 એકમોમાં રૂ.5,122 કરોડ ધોવાઇ ગયાં

રાજ્ય સરકારના જાહેર ક્ષેત્રના 21 ઉપક્રમોનું રૂ.5121.95 કરોડનું ચોખ્ખુ મૂલ્ય ધોવાણ થઇ ગયું છે. આ એકમોની એકત્રિત ખોટ રૂ.9,299.73 કરોડે પહોંચી છે. આ એકમોમાં 7 ઉપક્રમો તદન નિક્રિય થઇ ફડચાની પ્રક્રિયા હેઠળ ગયેલાં છે. જેમાં આલ્કોક એશડાઉન લિમિટેડ, ગુજરાત કોમ્યુનિકેશન અને ઇલેટ્રોનિકસ લિમિટેડ ગુજરાત લઘુઉદ્યોગ નિગમ લિમિટેડ, ગુજરાત ચર્મોદ્યોગ લિમિટેડ, ગુજરાત ટ્રાન્સ રિસીવર્સ લિમિટેડ, ગુજરાત રાજ્ય મશીન ટુલ્સ નિગમ લિમિટેડ અને ગુજરાત ડેરી વિકાસ નિગમ લિમિટેડ સામેલ છે. બાકીના 14 ઉપક્રમોમાં ગુજરાત રાજ્ય નાણાકીય નિગમ, ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડ, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ લિમિટેડ, ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ લિમિટેડ ડાયમન્ડ રિસર્ચ એન્ડ મર્કન્ટાઇલ સિટી લિમિટેડ, ગુજરાત રાજ્ય હાથસાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિમિટેડ, ગિફટ સેઝ લિમિટેડ, ગિફટ પાવર કંપની લિમિટેડ. ગિફટ કલેક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કંપની લિમિટેડ, ગુજરાત રાજય ગ્રામ વિકાસ નિગમ લિમિટેડ સ્માર્ટ આઇસીટી સર્વિસીસ પ્રા.લિ,ગુજરાત isp સર્વિસીસ લિ. તથા ગુજરાત ટાઉન પ્લાનિંગ કન્સલ્ટન્સી લિ. સમાવિષ્ટ છે. આ પૈકી 7 ઉપક્રમો ગુજરાત isp સર્વિસીસ લિ. ગુજરાત રાજ્ય નાણાકીય નિગમ, ગુજરાત રાજય ગ્રામ વિકાસ નિગમ લિમિટેડ, ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ લિ. ગુજરાત રાજ્ય હાથસાળ હસ્તકલા વિકાસ નિગમ લિ,ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ લિ. ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કન્ટાઇલ સિટી લિ. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ તથા ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડમાં છેલ્લા નાણાકીય પત્રકો મુજબ રાજ્ય સરકારે કુલ રૂ.5,099.20 કરોડની કમાણી આવક કરી છે. જેની સામે કુલ રૂ.5,343.39 કરોડ ખર્ચ કર્યા છે. આ 9 એકમોમાં સરકારના રોકાણનું સતત ધોવાણ થયું. જે પૈકી જીએસઆરટીસી દ્વારા રૂ.3,526.72 કરોડની કમાણી સામે સરકારે રૂ.3,563.60 કરોડ ખર્ચ્યા છે.

7 ઉપક્રમોમાં રૂ.1.21.182 કરોડનું રોકાણ

રાજ્ય સરકારે 7 એકમો કુલ રૂ.1.21.182.08 કરોડનું માતબર રોકાણ કરેલું છે. આ એકમો પૈકી સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડમાં રૂ.70,227 કરોડનું. ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડમાં રૂ.34,089 કરોડનું, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં રૂ.8,195 કરોડનું, ગુજરાત મેટ્રોરેલ નિગમ લિમિટેડમાં રૂ.4416 કરોડનું, ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમમાં રૂ.1,762 કરોડનું, ગુજરાત રાજ્ય મૂડીરોકાણ નિગમમાં રૂ.1,403 કરોડનું અને ગુજરાત ઊર્જા પ્રવહન નિગમ લિમિટેડમાં રૂ.1,091 કરોડનું રોકાણ થયેલું છે.

ચાર લિસ્ટેડ કંપનીઓમાં માર્કેટ કેપિટલાઇજેશનમાં રૂ.4,708 કરોડનું ધોવાણ

રાજ્ય સરકારની ચાર કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે. આ કંપનીઓમાં જીએમડીસી, ગુજરાત ગેસ લિમિટેડ, ગુજરાત રાજ્ય પેટ્રોનેટ લિમિટેડ -જીએસપીએલ તથા ગુજરાત રાજ્ય નાણાકિય નિગમ સામેલ છે. 31 માર્ચ 2022ના રોજ આ ચાર કંપનીઓનું માર્કેટ કેપિટલલાઇઝેશન રૂ.55,383.44 કરોડ હતું. જે 31 માર્ચ 2023ના રોજ રૂ.50,675.95 કરોડ થઇ ગયું હતું. મતલબ માર્કેટ

કેપિટલાઇઝેશનમાં રૂ.4,708 કરોડનું ધોવાણ થઇ ગયું હતું. રાજ્ય સરકારનું જીએમડીસીમાં રૂ.47.06 કરોડનું ગુજરાત ગેસ લિમિટેડમાં માત્ર રૂ.9 કરોડનું અને ગુજરાત રાજ્ય મુડીરોકાણ નિગમમાં રૂ.49.09 કરોડનું શેરમૂડી રોકાણ છે. અહીં નોંધવુ રહ્યું કે મુડીરોકાણ લિમિટેડના માત્ર ડિબેન્ચર જ શેરબજારમાં નોંધાયેલા છે.

કેગ'ની ભલામણો

રાજ્ય સરકારે તમામ ખોટ કરતા જાહેર એકમોની કામગીરીની સમીક્ષા કરી નાણાકિય કામગીરી સુધારવા પગલાં લેવા જોઇએ

દરેક એકમ દર વર્ષે નાણાકિય પત્રકો સમયસર રજૂ કરે તે માટે સરકારે તાકીદ કરવી જોઇએ નિષ્ક્રિય સરકારી કપંની ઓની તાત્કાલિક સમીક્ષા કરી તેનું કાં તો પુનરૂત્થાન કરવું જોઇએ અથવા તેને સમેટી લેવી જોઇએ