Gandhinagar: સરકારી માધ્યમિક શાળાઓની કન્યાઓને ગયા વર્ષની સાઇકલ હજી અપાઈ નથી
રાજ્યમાં સરકારી માધ્યમિક શાળાઓમાં ભણતી અનામત કેટેગરીની કન્યાઓને સરસ્વતી સાધના યોજના હેઠળ ગયા વર્ષની સાઇકલ હજી પૂરેપૂરી વિતરીત થઈ શકી નથી. ટેક્નિકલ કારણસર 2023-24ની સાઇકલનું હજી વિતરણ થઈ શક્યું ના હોવાનું જણાવાઈ રહ્યું છે.વર્ષ 2023-24 માટે કુલ 1,59,812 સાઇકલ ખરીદવા બહાર પાડેલા ટેન્ડરમાં 6 કંપનીઓની ઓફર આવી હતી, જે પૈકી હીરો ઇકોટેક તથા હીરો સાઇકલ એમ બે કંપનીઓના ટેન્ડર અનુક્રમે એલ-1 તથા એલ-2 આવ્યા હતા અને સાઇકલ દીઠ રૂ.4,444નો ભાવ નક્કી થયો હતો. બાદમાં ગાંધીનગરમાં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ક્વૉલિટી ડેવલપમેન્ટ સેન્ટર- ઇક્યૂડીસી ખાતે ટેક્નિકલ ચકાસણી હાથ ધરાઈ હતી, જેમાં સાઇકલો બીએસઆઇ માર્કા વગરની હોવાનું માલૂમ પડયું હતું. આ ખામીયુક્ત સાઇકલ એક તબક્કે રિજેક્ટ કરવાનું નક્કી થયું હતું. પરંતુ અંતે એક સમિતિ બનાવી તેના સૂચનોને આધારે વચલો માર્ગ કાઢવાનું નક્કી થયું હતું, જેમાં સમાધાન તરીકે સાઇકલ દીઠ કિંમતમાં દોઢસો રૂપિયાની કપાત સાથે ખરીદવાનું તથા સામે એક વર્ષની વધુ વોરન્ટી લેવાનું નક્કી થયું હતું. એ પછી 38,000 જેટલી સાઇકલો પહેલાં તબક્કામાં મળી હતી, જેમાં કાટ ખાઈ ગયેલી તથા કલર ઉખડી ગયાની ફરિયાદોને આધારે ચકાસણી થતાં 23,800 જેટલી સાઇકલો રિજેક્ટ કરી દેવાઈ હતી અને પહેલાં લોટમાં રૂ.14,199 સાઇકલો કંપનીઓ પાસેથી ખરીદવામાં આવી છે અને એમાંથી 11,853 સાઇકલો અત્યાર સુધી વિતરીત થઈ છે, બાકીની સાઇકલો હવે પછી તબક્કાવાર વિતરણ થશે, એમ ઉલ્લેખી સરકારી પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટતા કરી હતી કે, કાટ ખાઇ ગયેલી કે ખરાબ થયેલી કોઈ સાઇકલનું વિતરણ થશે નહીં.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -