Gandhinagar: રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો મુખ્યમંત્રીએ તાગ મેળવ્યો
તમામ જિલ્લાના કલેક્ટરો સાથે મુખ્યમંત્રીએ વીડિયો કોન્ફરન્સ યોજી વિગતો મેળવી મુખ્યમંત્રીએ નીચાણવાળા વિસ્તારના લોકોના સલામત સ્થળાંતર માટે તાકીદ કરી સમગ્ર ગુજરાતમાં આ વર્ષે મોસમનો એવરેજ 91.88 ટકા વરસાદ નોંધાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા ઉચ્ચ સ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજી હતી. મુખ્યમંત્રીએ સોમવારે બપોરે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા અને વરસાદગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરો, મ્યુનિસિપલ કમિશ્નરો તથા જિલ્લા અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને તલસ્પર્શી વિગતો મેળવી હતી. તેમણે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારના લોકોના સલામત સ્થળાંતર માટે તાકીદ કરી હતી. મુખ્યમંત્રીએ પાણીમાં ફસાયેલા લોકોના રેસ્ક્યુ કરવા સૂચના આપી મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટરો અને મ્યુન્સિપલ કમશનરોને સ્પષ્ટપણે જણાવ્યું કે, આપણી પહેલી પ્રાયોરિટી મનુષ્ય જીવન અને પશુધનની જાનહાની ના થાય તે હોવી જોઈએ. તેમજ નદી, નાળા કે માર્ગો પર જ્યારે વરસાદી પાણી પુષ્કળ માત્રામાં અને ભયજનક રીતે વહેતું હોય ત્યારે કોઈપણ વ્યક્તિ ક્રોસ ના કરે અને તેમાં ના જાય તે માટેની ખાસ તકેદારી રાખવી. તેમજ જરૂર જણાય તો પોલીસની મદદથી લોકોને અટકાવવા જરૂરી છે. મુખ્યમંત્રીએ કલેક્ટરઓને પાણીમાં ફસાયેલા લોકોના રેસ્ક્યુ કરવાની બાબત પણ અગ્રતા આપવા સૂચના આપી હતી. તેમજ NDRF, SDRF, સ્થાનિક પોલીસની મદદથી લોકોનું રેસ્ક્યુ કરવા સાથે સ્થળાંતર કામગીરીની વિગતો પણ તેમણે મેળવી હતી. રાજ્યમાં 1653 લોકોનું રેસ્ક્યુ કરાયું રાજ્યમાં અત્યાર સુધીમાં 17827 લોકોનું સ્થળાંતર તેમજ 1653 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવેલું છે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં NDRFની 13 અને SDRFની 22 ટીમ તૈનાત કરવામાં આવી છે, જે બચાવ રાહત કામગીરીમાં મદદરૂપ થઈ રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં થયેલા ભારે અને વ્યાપક વરસાદ અંગેની વિગતો પણ ભૂપેન્દ્ર પટેલે મેળવી હતી. રાજ્યમાં 244 તાલુકામાં વરસાદ ખાબક્યો સમગ્ર રાજ્યમાં 33 જિલ્લાના 244 તાલુકામાં વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સરેરાશ 63.36 મીમી વરસાદ વરસ્યો છે. આ 24 કલાકમાં સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લાના ખેરગામમાં 356 મીમી નોંધાયો છે. જ્યારે 26 ઓગસ્ટના રોજ સવારે 6 થી 12 વાગ્યા સુધીમાં પંચમહાલના મોરવા હડફમાં સૌથી વધુ 157 મીમી વરસાદ વરસ્યો હતો. સમગ્ર ગુજરાતમાં આ વર્ષે મોસમનો એવરેજ 91.88 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યના 206 જળાશયોમાં નવી નીરની આવક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વરસેલા વરસાદને પરિણામે નદીઓ અને જળાશયોમાં આવેલા પાણીની સ્થિતિની પણ વિગતો મેળવી હતી. રાજ્યના 206 જળાશયોમાંથી 100 ટકા ભરાઈ ગયા હોય તેવા 59 જળાશયો છે. તેમજ 72 જળાશયો હાઈ એલર્ટ પર અને 22 એલર્ટ પર રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત 9 માટે છલકાઈ જવાની વોર્નિંગ અપાઇ છે અને 7 નદીઓ ઓવરફ્લો થઈ છે. સરદાર સરોવર ડેમમાં કુલ સંગ્રહ ક્ષમતાના 88.74 ટકા એટલે કે 2,96,459 MCFT પાણીનો જથ્થો છે. મુખ્યમંત્રીએ યુદ્ધના ધોરણે કામગીરી કરવા સૂચના આપી મુખ્યમંત્રીએ વરસાદને કારણે વીજ પુરવઠાને, માર્ગોને કે આવશ્યક ચીજ વસ્તુઓના પુરવઠાને પડેલી અસર પણ યુદ્ધના ધોરણે કામગીરી કરી સ્થિતિ પૂર્વવત કરવા સંબંધિત તંત્રવાહકોને અને વરિષ્ઠ અધિકારીઓને સૂચનાઓ આપી છે. રાજ્યમાં વીજ પૂરવઠો પૂર્વવત કરાયો સમગ્ર રાજ્યમાં 7009 ગામોના વીજ પુરવઠાને અસર પહોંચી હતી. તેમાંથી 6977 ગામોમાં સ્થિતિ પૂર્વવત થઈ છે અને વીજ પુરવઠો શરૂ થઈ ગયો છે. એટલું જ નહીં 6090 વીજ પોલને થયેલા નુકસાનમાંથી 5961 રીપેર કરી દેવાયા છે. મુખ્યમંત્રીએ વરસાદ અટકે એટલે તુંરત જ રોગચાળા નિવારણના આગોતરા પગલાં લેવા માટે જંતુનાશક દવાનો છટકાવ, માટી, કાંપ દૂર કરી સફાઈ કામગીરી ત્વરાએ હાથ ધરવા તથા રસ્તા પરની આડશો દૂર કરી માર્ગો પુનઃ વાહન વ્યવહાર યોગ્ય બનાવવા પણ સૂચનાઓ આપી હતી. રાજ્યમાં ભારે વરસાદની આગાહી રાજ્યમાં હાલ સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ અને છોટાઉદેપુર જિલ્લાઓમાં 523 માર્ગો બંધ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવામાન વિભાગે આગામી સમયમાં રાજ્યમાં ભારે વરસાદની કરેલી આગાહી સંદર્ભે પણ વિગતો મેળવી હતી. હવામાન વિભાગના અધિકારીઓએ આગામી બે-ત્રણ દિવસ સુધી રાજ્યમાં વ્યાપક અને ભારે વરસાદની આગાહી કરી છે અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેની વિગતો આપી હતી. કચ્છ અને સૌરાષ્ટ્રમાં કલેક્ટરોને એલર્ટ રહેવા સૂચના આ ઉપરાંત મુખ્યમંત્રીએ કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદની સંભાવનાઓને પગલે આ જિલ્લાઓના કલેક્ટરોને એલર્ટ રહેવા સૂચના આપી હતી. મુખ્યમંત્રીએ ખાસ કરીને નવસારી, વલસાડ, ડાંગ, પંચમહાલ તથા વડોદરા અને છોટા ઉદેપુર સહિતના વધુ અસર ગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરો સાથે તેમજ વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાથે કોન્ફરન્સ દરમિયાન વાતચીત કરીને તેમના જિલ્લામાં નદીઓના પાણીનો આવરો, ટ્રાફિક નિયમન તેમજ નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર કરવામાં આવેલા લોકોની ઝીણવટ પૂર્વક સમીક્ષા કરી હતી. વિવિધ અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદની સ્થિતિમાં સ્થાનિક જિલ્લા તંત્રનું માર્ગદર્શન કરવા સંબંધિત જિલ્લાના પ્રભારી સચિવોને તત્કાલ તેમને સોંપાયેલા જિલ્લાના મુખ્ય મથકોએ પહોંચી જવા સૂચનાઓ આપી હતી. તેમજ સમગ્ર રાજ્યના જિલ્લા કલેક્ટરો અને વહીવટી તંત્રોને સંપૂર્ણ સજ્જતા સાથે ઝીરો કેઝ્યુઆલીટી અભિગમ અપનાવી સતર્ક રહેવા માર્ગદર્શન આપ્યું હતું. મુખ્ય સચિવ રાજકુમાર સહિત રાજ્ય સરકારના વિભાગોના વરિષ્ઠ સચિવો, NDRF, હવામાન વિભાગના અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- તમામ જિલ્લાના કલેક્ટરો સાથે મુખ્યમંત્રીએ વીડિયો કોન્ફરન્સ યોજી વિગતો મેળવી
- મુખ્યમંત્રીએ નીચાણવાળા વિસ્તારના લોકોના સલામત સ્થળાંતર માટે તાકીદ કરી
- સમગ્ર ગુજરાતમાં આ વર્ષે મોસમનો એવરેજ 91.88 ટકા વરસાદ નોંધાયો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા ઉચ્ચ સ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજી હતી. મુખ્યમંત્રીએ સોમવારે બપોરે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા અને વરસાદગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરો, મ્યુનિસિપલ કમિશ્નરો તથા જિલ્લા અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને તલસ્પર્શી વિગતો મેળવી હતી. તેમણે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારના લોકોના સલામત સ્થળાંતર માટે તાકીદ કરી હતી.
મુખ્યમંત્રીએ પાણીમાં ફસાયેલા લોકોના રેસ્ક્યુ કરવા સૂચના આપી
મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટરો અને મ્યુન્સિપલ કમશનરોને સ્પષ્ટપણે જણાવ્યું કે, આપણી પહેલી પ્રાયોરિટી મનુષ્ય જીવન અને પશુધનની જાનહાની ના થાય તે હોવી જોઈએ. તેમજ નદી, નાળા કે માર્ગો પર જ્યારે વરસાદી પાણી પુષ્કળ માત્રામાં અને ભયજનક રીતે વહેતું હોય ત્યારે કોઈપણ વ્યક્તિ ક્રોસ ના કરે અને તેમાં ના જાય તે માટેની ખાસ તકેદારી રાખવી. તેમજ જરૂર જણાય તો પોલીસની મદદથી લોકોને અટકાવવા જરૂરી છે. મુખ્યમંત્રીએ કલેક્ટરઓને પાણીમાં ફસાયેલા લોકોના રેસ્ક્યુ કરવાની બાબત પણ અગ્રતા આપવા સૂચના આપી હતી. તેમજ NDRF, SDRF, સ્થાનિક પોલીસની મદદથી લોકોનું રેસ્ક્યુ કરવા સાથે સ્થળાંતર કામગીરીની વિગતો પણ તેમણે મેળવી હતી.
રાજ્યમાં 1653 લોકોનું રેસ્ક્યુ કરાયું
રાજ્યમાં અત્યાર સુધીમાં 17827 લોકોનું સ્થળાંતર તેમજ 1653 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવેલું છે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં NDRFની 13 અને SDRFની 22 ટીમ તૈનાત કરવામાં આવી છે, જે બચાવ રાહત કામગીરીમાં મદદરૂપ થઈ રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં થયેલા ભારે અને વ્યાપક વરસાદ અંગેની વિગતો પણ ભૂપેન્દ્ર પટેલે મેળવી હતી.
રાજ્યમાં 244 તાલુકામાં વરસાદ ખાબક્યો
સમગ્ર રાજ્યમાં 33 જિલ્લાના 244 તાલુકામાં વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સરેરાશ 63.36 મીમી વરસાદ વરસ્યો છે. આ 24 કલાકમાં સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લાના ખેરગામમાં 356 મીમી નોંધાયો છે. જ્યારે 26 ઓગસ્ટના રોજ સવારે 6 થી 12 વાગ્યા સુધીમાં પંચમહાલના મોરવા હડફમાં સૌથી વધુ 157 મીમી વરસાદ વરસ્યો હતો. સમગ્ર ગુજરાતમાં આ વર્ષે મોસમનો એવરેજ 91.88 ટકા વરસાદ નોંધાયો છે.
રાજ્યના 206 જળાશયોમાં નવી નીરની આવક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વરસેલા વરસાદને પરિણામે નદીઓ અને જળાશયોમાં આવેલા પાણીની સ્થિતિની પણ વિગતો મેળવી હતી. રાજ્યના 206 જળાશયોમાંથી 100 ટકા ભરાઈ ગયા હોય તેવા 59 જળાશયો છે. તેમજ 72 જળાશયો હાઈ એલર્ટ પર અને 22 એલર્ટ પર રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત 9 માટે છલકાઈ જવાની વોર્નિંગ અપાઇ છે અને 7 નદીઓ ઓવરફ્લો થઈ છે. સરદાર સરોવર ડેમમાં કુલ સંગ્રહ ક્ષમતાના 88.74 ટકા એટલે કે 2,96,459 MCFT પાણીનો જથ્થો છે.
મુખ્યમંત્રીએ યુદ્ધના ધોરણે કામગીરી કરવા સૂચના આપી
મુખ્યમંત્રીએ વરસાદને કારણે વીજ પુરવઠાને, માર્ગોને કે આવશ્યક ચીજ વસ્તુઓના પુરવઠાને પડેલી અસર પણ યુદ્ધના ધોરણે કામગીરી કરી સ્થિતિ પૂર્વવત કરવા સંબંધિત તંત્રવાહકોને અને વરિષ્ઠ અધિકારીઓને સૂચનાઓ આપી છે.
રાજ્યમાં વીજ પૂરવઠો પૂર્વવત કરાયો
સમગ્ર રાજ્યમાં 7009 ગામોના વીજ પુરવઠાને અસર પહોંચી હતી. તેમાંથી 6977 ગામોમાં સ્થિતિ પૂર્વવત થઈ છે અને વીજ પુરવઠો શરૂ થઈ ગયો છે. એટલું જ નહીં 6090 વીજ પોલને થયેલા નુકસાનમાંથી 5961 રીપેર કરી દેવાયા છે. મુખ્યમંત્રીએ વરસાદ અટકે એટલે તુંરત જ રોગચાળા નિવારણના આગોતરા પગલાં લેવા માટે જંતુનાશક દવાનો છટકાવ, માટી, કાંપ દૂર કરી સફાઈ કામગીરી ત્વરાએ હાથ ધરવા તથા રસ્તા પરની આડશો દૂર કરી માર્ગો પુનઃ વાહન વ્યવહાર યોગ્ય બનાવવા પણ સૂચનાઓ આપી હતી.
રાજ્યમાં ભારે વરસાદની આગાહી
રાજ્યમાં હાલ સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ અને છોટાઉદેપુર જિલ્લાઓમાં 523 માર્ગો બંધ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવામાન વિભાગે આગામી સમયમાં રાજ્યમાં ભારે વરસાદની કરેલી આગાહી સંદર્ભે પણ વિગતો મેળવી હતી. હવામાન વિભાગના અધિકારીઓએ આગામી બે-ત્રણ દિવસ સુધી રાજ્યમાં વ્યાપક અને ભારે વરસાદની આગાહી કરી છે અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેની વિગતો આપી હતી.
કચ્છ અને સૌરાષ્ટ્રમાં કલેક્ટરોને એલર્ટ રહેવા સૂચના
આ ઉપરાંત મુખ્યમંત્રીએ કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદની સંભાવનાઓને પગલે આ જિલ્લાઓના કલેક્ટરોને એલર્ટ રહેવા સૂચના આપી હતી. મુખ્યમંત્રીએ ખાસ કરીને નવસારી, વલસાડ, ડાંગ, પંચમહાલ તથા વડોદરા અને છોટા ઉદેપુર સહિતના વધુ અસર ગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરો સાથે તેમજ વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાથે કોન્ફરન્સ દરમિયાન વાતચીત કરીને તેમના જિલ્લામાં નદીઓના પાણીનો આવરો, ટ્રાફિક નિયમન તેમજ નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર કરવામાં આવેલા લોકોની ઝીણવટ પૂર્વક સમીક્ષા કરી હતી.
વિવિધ અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદની સ્થિતિમાં સ્થાનિક જિલ્લા તંત્રનું માર્ગદર્શન કરવા સંબંધિત જિલ્લાના પ્રભારી સચિવોને તત્કાલ તેમને સોંપાયેલા જિલ્લાના મુખ્ય મથકોએ પહોંચી જવા સૂચનાઓ આપી હતી. તેમજ સમગ્ર રાજ્યના જિલ્લા કલેક્ટરો અને વહીવટી તંત્રોને સંપૂર્ણ સજ્જતા સાથે ઝીરો કેઝ્યુઆલીટી અભિગમ અપનાવી સતર્ક રહેવા માર્ગદર્શન આપ્યું હતું. મુખ્ય સચિવ રાજકુમાર સહિત રાજ્ય સરકારના વિભાગોના વરિષ્ઠ સચિવો, NDRF, હવામાન વિભાગના અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા.