Gandhinagar : રાજ્યના 5 IAS અધિકારીઓને ACS તરીકે બઢતી

Jan 1, 2026 - 09:00
Gandhinagar :  રાજ્યના 5 IAS અધિકારીઓને ACS તરીકે બઢતી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 1996 બેચના પાંચ વરિષ્ઠ IAS અધિકારીઓને એડિશનલ ચીફ સેક્રેટરી પદે બઢતી આપવામાં આવી છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી વહીવટી તંત્રમાં મહત્વપૂર્ણ ફેરફાર નોંધાયો છે.

આ અધિકારીઓને બઢતી


બઢતી પામેલા અધિકારીઓમાં ખોરાક અને નાગરિક પુરવઠા વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી મોના કે. ખંડાર, નાણાં વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી મુકેશ કુમાર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી ડૉ. ટી. નટરાજન, ઉદ્યોગ અને ખાણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી રાજીવ ટોપનો તેમજ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી મમતા વર્માનો સમાવેશ થાય છે.

તેમના હાલના વિભાગોમાં જ એડિશનલ ચીફ સેક્રેટરી તરીકેની જવાબદારી સોંપવામાં આવી


સરકારી આદેશ મુજબ બઢતી બાદ તમામ અધિકારીઓને તેમના હાલના વિભાગોમાં જ એડિશનલ ચીફ સેક્રેટરી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. સરકારના મતે, અનુભવી અધિકારીઓની નિમણૂકથી વિવિધ વિભાગોમાં નીતિ અમલ અને વહીવટી કાર્યક્ષમતા વધુ મજબૂત બનશે.

આ પણ વાંચો----  Gandhinagar: જિલ્લા પંચાયતોના પ્રમુખોને 1 કરોડ રૂપિયાની વાર્ષિક વિવેકાધીન ગ્રાન્ટ સ્થાનિક વિસ્તારના અગત્યતા ધરાવતા કામો માટે ફાળવાશે

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0