Gandhinagar : ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં મોટો ફેરફાર, PM મોદીના પ્રવાસને પગલે હવે 11 તારીખ બાદ થશે આ જિલ્લાઓની ચર્ચા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ વિવિધ જિલ્લાઓમાં ચૂંટાયેલી પાંખના વડાની પસંદગી કરવા માટે આજથી ગાંધીનગર ખાતે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શરુ થઇ છે. જો કે આ બેઠકના શિડ્યુલમાં હવે ફેરફાર કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી ગુજરાત પ્રવાસને ધ્યાને રાખીને પક્ષ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને વડોદરાના જિલ્લાઓ માટેની ચર્ચા હવે મોકૂફ રાખવામાં આવી છે.
વડાપ્રધાનનો પ્રવાસ અને શિડ્યુલમાં બદલાવ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી ગુજરાત પ્રવાસને કારણે સંગઠનના અનેક હોદ્દેદારો અને નેતાઓ કાર્યક્રમોની તૈયારીમાં વ્યસ્ત હોવાથી પાર્લામેન્ટરી બોર્ડની કામગીરીમાં ફેરફાર કરાયો છે. આ ફેરફાર મુજબ, સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓ અને વડોદરાના માટે ચૂંટાયેલી પાંખના વડાની પસંદગીની મંથન પ્રક્રિયા હવે 11 મે બાદ હાથ ધરવામાં આવશે. આ જિલ્લાઓના દાવેદારોની ચર્ચા હવે પછીના તબક્કામાં થશે.
અન્ય જિલ્લાઓ માટે કામગીરી યથાવત
જોકે, પક્ષ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે બાકીના અન્ય જિલ્લાઓ માટે પાર્લામેન્ટરી બોર્ડની કામગીરી નિર્ધારિત સમય મુજબ યથાવત રહેશે. માત્ર સૌરાષ્ટ્ર અને વડોદરાના શિડ્યુલમાં જ ફેરફાર થયો છે. મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખની હાજરીમાં ચાલતી આ બેઠકોમાં નામો ફાઈનલ કરવામાં આવી રહ્યા છે..
આ પણ વાંચો---- CM ભૂપેન્દ્ર પટેલની કલેક્ટરોને ટકોર,, હું જ સિસ્ટમ ચલાવું છું તેવું મનમાંથી કાઢી નાખો, ઝીરો ટોલરન્સ નીતિ સાથે કામ કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

