Gandhinagar: દેશની આંતરિક સુરક્ષા મજબૂત બનાવવાની છે: અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરના રક્ષાશક્તિ યુનિવર્સિટી ખાતેના અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન અધિવેશનનો કાર્યક્રમ હાજર રહ્યા છે. જ્યાં કાર્યક્રમમાં અમિત શાહએ સંબોધન કરતા જણાવ્યું કે, દેશની પોલીસ એક નેટવર્ક સાથે જોડાઈ રહી છે. દેશની આંતરિક સુરક્ષા મજબૂત બનાવવાની છે. દેશમાં નાગરિકો સુરક્ષિત રહે તે દિશામાં કામ કરવાનું છે. આંતરિક સુરક્ષા મજબૂત બને તે આજના સમયની માગ છે. દેશ માટે ફરીથી વિચારવાનો સમય આવી ગયો છે. પોલીસ વિભાગને આધુનિક બનાવવાના પ્રયાસ હાથ ધરીને 2028માં આપણે વિશ્વનું ત્રીજું અર્થતંત્ર બનીશું. દરેક ક્ષેત્રમાં દેશ આગળ વધી રહ્યો છે. દેશના અર્થતંત્રને 11માંથી 5મા નંબરે લાવ્યા છીએ. અપરાધિક ન્યાય પ્રણાલીમાં પરિવર્તન થયુ છે.  દહેગામના લવાડની રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં આયોજિત 50મી અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન સંમેલનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. દહેગામની રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન સંમેલન (એઆઈપીએસસી) ની ઐતિહાસિક સુવર્ણ જયંતી આવૃત્તિનું ઉદ્ઘાટન પણ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું. પાંચ દાયકાની પ્રતિબદ્ધતાની ઉજવણીમાં પોલીસ સંશોધન અને વિકાસ બ્યુરો (બીપીઆર એન્ડ ડી) રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (આરઆરયુ) ના સહયોગથી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે 50મી અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન સંમેલન (એઆઈપીએસસી) 19 અને 20 નવેમ્બર, 2024ના રોજનું આયોજન થયું છે.આ સંમેલનનું ઉદ્ઘાટન માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ અતિથિ તરીકે હાજર રહ્યા.

Gandhinagar: દેશની આંતરિક સુરક્ષા મજબૂત બનાવવાની છે: અમિત શાહ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરના રક્ષાશક્તિ યુનિવર્સિટી ખાતેના અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન અધિવેશનનો કાર્યક્રમ હાજર રહ્યા છે. જ્યાં કાર્યક્રમમાં અમિત શાહએ સંબોધન કરતા જણાવ્યું કે, દેશની પોલીસ એક નેટવર્ક સાથે જોડાઈ રહી છે. દેશની આંતરિક સુરક્ષા મજબૂત બનાવવાની છે. દેશમાં નાગરિકો સુરક્ષિત રહે તે દિશામાં કામ કરવાનું છે. આંતરિક સુરક્ષા મજબૂત બને તે આજના સમયની માગ છે. દેશ માટે ફરીથી વિચારવાનો સમય આવી ગયો છે. પોલીસ વિભાગને આધુનિક બનાવવાના પ્રયાસ હાથ ધરીને 2028માં આપણે વિશ્વનું ત્રીજું અર્થતંત્ર બનીશું. દરેક ક્ષેત્રમાં દેશ આગળ વધી રહ્યો છે. દેશના અર્થતંત્રને 11માંથી 5મા નંબરે લાવ્યા છીએ. અપરાધિક ન્યાય પ્રણાલીમાં પરિવર્તન થયુ છે. 

દહેગામના લવાડની રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં આયોજિત 50મી અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન સંમેલનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. દહેગામની રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન સંમેલન (એઆઈપીએસસી) ની ઐતિહાસિક સુવર્ણ જયંતી આવૃત્તિનું ઉદ્ઘાટન પણ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું. પાંચ દાયકાની પ્રતિબદ્ધતાની ઉજવણીમાં પોલીસ સંશોધન અને વિકાસ બ્યુરો (બીપીઆર એન્ડ ડી) રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (આરઆરયુ) ના સહયોગથી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે 50મી અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન સંમેલન (એઆઈપીએસસી) 19 અને 20 નવેમ્બર, 2024ના રોજનું આયોજન થયું છે.

આ સંમેલનનું ઉદ્ઘાટન માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ અતિથિ તરીકે હાજર રહ્યા.