Gandhinagar: ડભોડા પંથકમાં પાકભર્યા ખેતરોમાં રાત્રે ભૂંડના ટોળાંઓનું આક્રમણ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગાંધીનગરના ડભોડામાં આવેલા સીમ વિસ્તારોમાં તેમજ ગામ નજીકમાં આવેલા ખેડુતોના ખેતરોમાં ભુંડોનો ત્રાસ હોવાની રાવ ઉઠી છે. રખડતા ભુંડ ખેતરોમાં ફરી વળે છે અને ઉભા પાકને નુકસાન કરતા હોય છે. ખેડુતોએ મહામહેનતે તૈયાર કરેલા શાકભાજી સહિતના ખેતીપાકોમાં રાત્રે ભુંડના ટોળા ઘુસી જાય છે અને પાકને ખાઇ જવાની તેમજ નુકસાન કરવાની સ્થિતીથી ખેડુતો કંટાળી ગયા હોવાની સ્થિતી જોવા મળી છે.
ડભોડાની સીમ વિસ્તાર તેમજ અયોધ્યાનગરની પાછળ આવેલા ખેતરોમાં, પ્રાથમિક શાળાની પાછળના ભાગમાં આવેલા ખેતરોમાં ભુંડ ઘુસી આવે છે. આ ઉપરાંત દિવસમાં શાળાના પ્રાંગણમાં પણ ભુંડના ટોળા આવી જતા હોવાથી શાળાના ફુલછોડ સહીતની વસ્તુઓને પણ નુકસાન કરી જતા રહે છે. ખેતરોની વાડોમાં ખાડા ખોદીને નુકસાન કરે છે. તદઉપરાંત ભુંડના ટોળા રહેણાંક વિસ્તારમાં પણ રખડતા જોવા મળે છે. ભૂંડના ત્રાસથી કંટાળેલા ખેડુતોને પોતાના ખેતરની વાડ ફરતે તાર ફેન્સીંગ કરવાની ફરજ પડી છે. પાકને બચાવવા માટે રાત્રે જાગરણ કરવાની પણ નોબત આવી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

