Gandhinagar : કુડાસણના આલ્ફા ગર્લ્સ એન્ડ બોયઝ PGમાં અખાદ્ય પદાર્થો અને ગંદકીની સ્થિતિ જોવા મળી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
માત્ર સરકારી હોસ્ટેલો જ નહિ પરંતુ ખાનગી PGસંસ્થાઓમાં પણ વિદ્યાર્થીઓને પિરસાતા ભોજન સામે પ્રશ્નો ઉપસ્થિત થયા છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કુડાસણ સ્થિત એક PGસેન્ટરમાં કરવામાં આવેલ સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન અખાદ્ય પદાર્થો તથા સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો. અહિ પીવાના પાણીની ગુણવત્તા પણ ચિંતાજનક હોવાનું એબીવીપીના કાર્યકર્તાઓના ધ્યાનમાં આવ્યુ હતું. એબીવીપીને કેટલાક વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી હતીકે, કુડાસણ સ્થિત આલ્ફા ગર્લ્સ અને બોયઝ PGમાં વિદ્યાર્થીઓને અપાતા ભોજન આરોગ્યને હાનીકર્તાછે. આથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આ સ્થળે આજરોજ સરપ્રાઇઝ ચેકિંગ કરાયુ હતું. ચેકિંગ દરમિયાન PGમાં અખાદ્ય પદાર્થ મળી આવ્યા હતા. મોટાભાગના ખાદ્ય પદાર્થો એક્સપાયરી ડેટ થઇ ગયા હતા. જે અહિ રહેતા વિદ્યાર્થીઓના આરોગ્ય માટે ખતરારૂપ હતા. આ ઉપરાંત ઠેરઠેર ગંદકીનો અભાવ જોવા મળ્યો હતો. કેટલાક સ્થળે તો ઘણા સમયથી સફાઇ થતી ન હોય તેમ ગંદકીના થર જોવા મળ્યા હતા. આ ઉપરાંત પીવાના પાણીની પણ ચિંતાજનક સ્થિતી હોવાનું એબીવીપીના ધ્યાનમાં આવ્યુ હતું. ઉલ્લેખનીય છેકે,PGમાં રહેતા વિદ્યાર્થીઓ દ્વારા ખોરાક મામલે અગાઉ પણ સંચાલકને ફરિયાદ કરી હતી.પરંતુ તેમ છતા તેઓ દ્વારા ખાસ કોઇ પગલા લેવાયા નહતા. જેના પગલે એબીવીપીને મેદાનમાં આવવુ પડયુ હતું. ઉલ્લેખનીય છેકે, તાજેતરમાં એબીવીપીએ સમરસ હોસ્ટેલો ઉપરાંત અન્ય શૈક્ષણિક સંસ્થાઓની હોસ્ટેલોમાં તપાસ કરતા ત્યાંથી પણ વિદ્યાર્થીઓને પીરસાતા ખોરાકની ગુણવત્તાઓ સામે પ્રશ્નો ઉપસ્થિત થ યા હતા. હવે ખાનગી PGની સંસ્થાઓમાં પણ એબીવીપીએ આ અભિયાન શરૂ રાખ્યુ છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

