Gandhinagar: કમ્પ્યુટર, વ્યાયામ, સંગીતના શિક્ષકોની ભરતી માટે ઉમેદવારો મેદાને

શિક્ષકોની ભરતીની જાહેરાત બાદ પણ આંદોલન યથાવતકમ્પ્યુટર શિક્ષકોની ભરતી માટે ઉમેદવારો મેદાને સચિવાલયમાં રજૂઆત કરવા પહોંચ્યા ઉમેદવારો રાજ્યમાં સરકાર સામેના આંદોલન અટકવાનું નામ લઈ રહ્યા નથી. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં શિક્ષકોની ભરતીની જાહેરાત બાદ પણ આંદોલન યથાવત જોવા મળ્યું છે. હવે કોમ્પ્યુટર, વ્યાયામ, સંગીત, ચિત્ર સહિતના વર્ગમાં શિક્ષકોની ભરતી કરવા માટે ઉમેદવારો મેદાને ઉતર્યા છે. સચિવાલયના ગેટ નંબર એક પર જ ઉમેદવારો એકઠા થયા તમામ ઉમેદવારો ગાંધીનગર સચિવાલય ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા છે અને સચિવાલયના ગેટ નંબર એક પર જ ઉમેદવારો એકઠા થયા છે અને શિક્ષકોની ભરતીમાં અન્ય વિષયો જેમ કે કોમ્પ્યુટર, વ્યાયામ, સંગીત અને ચિત્રના શિક્ષકની ભરતી જાહેર કરવા માગણી કરી છે. તેમનું કહેવું છે કે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી શિક્ષકોની ભરતીમાં કોમ્પ્યુટર, વ્યાયામ, સંગીત,ચિત્ર સહિતના શિક્ષકોનો સમાવેશ કરાયો નથી. ત્યારે હાલમાં સચિવાલયના ગેટ નંબર એક પર જ ઉમેદવારોને રોકવામાં આવ્યા છે. સરકાર કરી છે શિક્ષકોની ભરતીની જાહેરાત ગુજરાત સરકાર આગામી સમયમાં પ્રાથમિક શાળાઓમાં 10 હજાર શિક્ષકોની ભરતી કરશે,TET 1 અને 2 પાસ ઉમેદવારોને આ ભરતીમાં લાભ મળી શકે, ટેટ 1 પાસ કરનાર ઉમેદવારોની સંખ્યા ઓછી છે. આગામી દિવસોમાં શિક્ષણ વિભાગ આખરી મંજૂરી આપશે. અન્ય માધ્યમોની પણ ભરતી કરાશે તાજેતરમાં TAT-TET ઉમેદવારોના વિરોધ બાદ હવે ગુજરાત સરકાર સફાળે જાગી હતી. રાજ્યમાં શિક્ષણ વિભાગ અન્ય માધ્યમની ભરતી કરવાનો નિર્ણય લેવાયો હતો. 1852 જગ્યાઓ પર ભરતી કરવા માટે મંજૂરી અપાઈ હતી. જેમાં મરાઠી, ઉર્દુ, ઉડિયા સહિતના માધ્યમોની જગ્યાઓ ભરાશે. શિક્ષણ વિભાગ અન્ય માધ્યમની ભરતી કરશે. કુલ 1852 જગ્યાઓ પર ભરતી કરવા માટે મંજુરી અપાઈ હતી. શિક્ષણ વિભાગે અન્ય માધ્યમની ખાલી જગ્યાઓની માહિતી મંગાવી હતી. જેમાં મરાઠી, ઉર્દુ, ઉડિયા સહિતના માધ્યમોની જગ્યાઓ ભરાશે.

Gandhinagar: કમ્પ્યુટર, વ્યાયામ, સંગીતના શિક્ષકોની ભરતી માટે ઉમેદવારો મેદાને

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • શિક્ષકોની ભરતીની જાહેરાત બાદ પણ આંદોલન યથાવત
  • કમ્પ્યુટર શિક્ષકોની ભરતી માટે ઉમેદવારો મેદાને
  • સચિવાલયમાં રજૂઆત કરવા પહોંચ્યા ઉમેદવારો

રાજ્યમાં સરકાર સામેના આંદોલન અટકવાનું નામ લઈ રહ્યા નથી. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં શિક્ષકોની ભરતીની જાહેરાત બાદ પણ આંદોલન યથાવત જોવા મળ્યું છે. હવે કોમ્પ્યુટર, વ્યાયામ, સંગીત, ચિત્ર સહિતના વર્ગમાં શિક્ષકોની ભરતી કરવા માટે ઉમેદવારો મેદાને ઉતર્યા છે.

સચિવાલયના ગેટ નંબર એક પર જ ઉમેદવારો એકઠા થયા

તમામ ઉમેદવારો ગાંધીનગર સચિવાલય ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા છે અને સચિવાલયના ગેટ નંબર એક પર જ ઉમેદવારો એકઠા થયા છે અને શિક્ષકોની ભરતીમાં અન્ય વિષયો જેમ કે કોમ્પ્યુટર, વ્યાયામ, સંગીત અને ચિત્રના શિક્ષકની ભરતી જાહેર કરવા માગણી કરી છે. તેમનું કહેવું છે કે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી શિક્ષકોની ભરતીમાં કોમ્પ્યુટર, વ્યાયામ, સંગીત,ચિત્ર સહિતના શિક્ષકોનો સમાવેશ કરાયો નથી. ત્યારે હાલમાં સચિવાલયના ગેટ નંબર એક પર જ ઉમેદવારોને રોકવામાં આવ્યા છે.

સરકાર કરી છે શિક્ષકોની ભરતીની જાહેરાત

ગુજરાત સરકાર આગામી સમયમાં પ્રાથમિક શાળાઓમાં 10 હજાર શિક્ષકોની ભરતી કરશે,TET 1 અને 2 પાસ ઉમેદવારોને આ ભરતીમાં લાભ મળી શકે, ટેટ 1 પાસ કરનાર ઉમેદવારોની સંખ્યા ઓછી છે. આગામી દિવસોમાં શિક્ષણ વિભાગ આખરી મંજૂરી આપશે.

અન્ય માધ્યમોની પણ ભરતી કરાશે

તાજેતરમાં TAT-TET ઉમેદવારોના વિરોધ બાદ હવે ગુજરાત સરકાર સફાળે જાગી હતી. રાજ્યમાં શિક્ષણ વિભાગ અન્ય માધ્યમની ભરતી કરવાનો નિર્ણય લેવાયો હતો. 1852 જગ્યાઓ પર ભરતી કરવા માટે મંજૂરી અપાઈ હતી. જેમાં મરાઠી, ઉર્દુ, ઉડિયા સહિતના માધ્યમોની જગ્યાઓ ભરાશે. શિક્ષણ વિભાગ અન્ય માધ્યમની ભરતી કરશે. કુલ 1852 જગ્યાઓ પર ભરતી કરવા માટે મંજુરી અપાઈ હતી. શિક્ષણ વિભાગે અન્ય માધ્યમની ખાલી જગ્યાઓની માહિતી મંગાવી હતી. જેમાં મરાઠી, ઉર્દુ, ઉડિયા સહિતના માધ્યમોની જગ્યાઓ ભરાશે.