Junagadhમાં પુરવઠા વિભાગે દરોડા પાડી ગેરકાયદેસર અનાજનું કૌભાંડ ઝડપી પાડયું

રૂ. 12.25 લાખનો મુદ્દામાલ ગોડાઉનમાંથી જપ્ત પાદરીયા, બીલખા ગામેથી અનાજનો જથ્થો જપ્ત બે મોટા ગોડાઉનમાંથી લાખોનું અનાજ ઝડપાયું જુનાગઢ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી સરકારી અનાજની ગેરકાયદેસર લે વેચ થતી હોવાની તંત્રને ફરિયાદ મળી હતી. જેના આધારે જુનાગઢ કલેક્ટર ટીમ દ્વારા બીલખાથી ગેરકાયદેસર રીતે વેચાતું 6,59,100 અનાજ ટ્રક મળી કુલ 12,25,800નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ગોડાઉન પર રેડ જૂનાગઢ જિલ્લા કલેક્ટરની સૂચનાથી પ્રાંત અધિકારી,જિલ્લા પુરવઠા અધિકારી જુનાગઢની ટીમ દ્વારા સરકારી અનાજનુ હબ ગણાતા બીલખામાં ગેરકાયદે અનાજના ગોડાઉનો પર દરોડા પાડવામાં આવ્યા હતા.જેમાં કેટલાક ઈસમો જિલ્લામાં વાજબી ભાવની દુકાને મળતું અનાજ વિતરણ થયાં બાદ ઘરે-ઘરે જઈ એકત્રિત કરી તેનો ગેરકાયદેસર વ્યાપાર કરતા હોવાની વાતની મળી હતી. જેને લઇ જુનાગઢ તંત્ર દ્વારા બિલખા ખાતે ગેરકાયદેસર વહેંચાતા અનાજના ગોડાઉન પર રેડ કરવામાં આવી હતી. કલેકટરની વોચ હતી અગાઉ શહેરમાંથી છકડો રીક્ષા પકડી તેના આધારે પાદરિયામાં બે મોટા ગોડાઉન પકડી પાડવામાં આવેલ હતાં અને 5.37 લાખનું ગેરકાયદે સંગ્રહ કરેલું સરકારી અનાજનો જથ્થો સિઝ કરવામાં આવેલ હતો. આ રેશનકાર્ડ ધારકોના રેશનકાર્ડની માહિતી મેળવી તેમના રેશનકાર્ડ રદ કરવાની કાર્યવાહી ચાલુમાં છે. આ તપાસમાં પકડાયેલા ફેરિયાઓની ઊંડી તપાસના કરતા સમગ્ર ધંધાનું કેન્દ્રબિંદુ બિલખા હોવાનું સામે આવ્યું હતું.જેને લઇ જિલ્લા કલેકટરની સૂચનાથી આવા ઈસમો પર સતત વોચ ગોઠવવામાં આવેલ હતી. કલેકટરે અલગ અલગ ટીમો બનાવી બીલખા ખાતે ડીકોય ગોઠવવામાં આવેલ હતી. આ દરમિયાન એક ગોડાઉન ધારક ઈસમ ઈમ્તિયાઝ જીકરભાઈ ચોટલિયા તેના ગોડાઉનમાં ગેરકાયદેસર અનાજ આઇશર ટ્રકમાં ભરી અને બહાર વેચી દઈ સગે-વગે કરી નાખવાની ફિરાકમાં હતો. તે દરમિયાન સ્થળે પહોંચી જઈ અને અનાજ ભરેલો ટ્રક તથા ગોડાઉન ઝડપી લીધા હતા. તેઓને સદરહુ અનાજના જથ્થાની કાયદેસરતા બાબતે પુછપરછ કરતાં કોઈ પ્રકારના આધાર પુરાવા રજુ કર્યા ન હતા. જ્યારે જુનાગઢ તંત્ર દ્વારા ઘઉં-7350 કિલો કિંમત રૂ. 1,98,450,ચોખા-1750 કિલો કિંમત રૂ 68,250,ઘઉં+ચોખા(મિક્સ)- 16,900, કિલો 6,59,100 આમ જણસીની કુલ કિંમત 9,25,800,વાહન આઇશર કિંમત અંદાજિત 3,00,000 મળી કુલ રૂ 12,25,800 નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો.

Junagadhમાં પુરવઠા વિભાગે દરોડા પાડી ગેરકાયદેસર અનાજનું કૌભાંડ ઝડપી પાડયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રૂ. 12.25 લાખનો મુદ્દામાલ ગોડાઉનમાંથી જપ્ત
  • પાદરીયા, બીલખા ગામેથી અનાજનો જથ્થો જપ્ત
  • બે મોટા ગોડાઉનમાંથી લાખોનું અનાજ ઝડપાયું

જુનાગઢ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી સરકારી અનાજની ગેરકાયદેસર લે વેચ થતી હોવાની તંત્રને ફરિયાદ મળી હતી. જેના આધારે જુનાગઢ કલેક્ટર ટીમ દ્વારા બીલખાથી ગેરકાયદેસર રીતે વેચાતું 6,59,100 અનાજ ટ્રક મળી કુલ 12,25,800નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

ગોડાઉન પર રેડ

જૂનાગઢ જિલ્લા કલેક્ટરની સૂચનાથી પ્રાંત અધિકારી,જિલ્લા પુરવઠા અધિકારી જુનાગઢની ટીમ દ્વારા સરકારી અનાજનુ હબ ગણાતા બીલખામાં ગેરકાયદે અનાજના ગોડાઉનો પર દરોડા પાડવામાં આવ્યા હતા.જેમાં કેટલાક ઈસમો જિલ્લામાં વાજબી ભાવની દુકાને મળતું અનાજ વિતરણ થયાં બાદ ઘરે-ઘરે જઈ એકત્રિત કરી તેનો ગેરકાયદેસર વ્યાપાર કરતા હોવાની વાતની મળી હતી. જેને લઇ જુનાગઢ તંત્ર દ્વારા બિલખા ખાતે ગેરકાયદેસર વહેંચાતા અનાજના ગોડાઉન પર રેડ કરવામાં આવી હતી.


કલેકટરની વોચ હતી

અગાઉ શહેરમાંથી છકડો રીક્ષા પકડી તેના આધારે પાદરિયામાં બે મોટા ગોડાઉન પકડી પાડવામાં આવેલ હતાં અને 5.37 લાખનું ગેરકાયદે સંગ્રહ કરેલું સરકારી અનાજનો જથ્થો સિઝ કરવામાં આવેલ હતો. આ રેશનકાર્ડ ધારકોના રેશનકાર્ડની માહિતી મેળવી તેમના રેશનકાર્ડ રદ કરવાની કાર્યવાહી ચાલુમાં છે. આ તપાસમાં પકડાયેલા ફેરિયાઓની ઊંડી તપાસના કરતા સમગ્ર ધંધાનું કેન્દ્રબિંદુ બિલખા હોવાનું સામે આવ્યું હતું.જેને લઇ જિલ્લા કલેકટરની સૂચનાથી આવા ઈસમો પર સતત વોચ ગોઠવવામાં આવેલ હતી.

કલેકટરે અલગ અલગ ટીમો બનાવી

બીલખા ખાતે ડીકોય ગોઠવવામાં આવેલ હતી. આ દરમિયાન એક ગોડાઉન ધારક ઈસમ ઈમ્તિયાઝ જીકરભાઈ ચોટલિયા તેના ગોડાઉનમાં ગેરકાયદેસર અનાજ આઇશર ટ્રકમાં ભરી અને બહાર વેચી દઈ સગે-વગે કરી નાખવાની ફિરાકમાં હતો. તે દરમિયાન સ્થળે પહોંચી જઈ અને અનાજ ભરેલો ટ્રક તથા ગોડાઉન ઝડપી લીધા હતા. તેઓને સદરહુ અનાજના જથ્થાની કાયદેસરતા બાબતે પુછપરછ કરતાં કોઈ પ્રકારના આધાર પુરાવા રજુ કર્યા ન હતા. જ્યારે જુનાગઢ તંત્ર દ્વારા ઘઉં-7350 કિલો કિંમત રૂ. 1,98,450,ચોખા-1750 કિલો કિંમત રૂ 68,250,ઘઉં+ચોખા(મિક્સ)- 16,900, કિલો 6,59,100 આમ જણસીની કુલ કિંમત 9,25,800,વાહન આઇશર કિંમત અંદાજિત 3,00,000 મળી કુલ રૂ 12,25,800 નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો.