Amreliના સ્ટેટ હાઈવે પર 6 ફૂટ ઉંડયો ભૂવો પડતા સ્થાનિકો હેરાન,જુઓ Video

ફતેપુરથી વીઠલપુર ખભાળિયા રોડ ભૂવો પડયો 6 ફૂટ ઉંડો ભૂવો પડતા રોડની કામગીરી પર સવાલ ભૂવો પડયો હોવા છતા કોઇ સમારકામ નહીં રાજયમાં મહાનગરો બાદ અમરેલીના ગ્રામ્ય વિસ્તારના સ્ટેટ હાઈવે ઉપર ભૂવા પડવાની ઘટના સામે આવી છે,જેમાં અમરેલીના ફતેપુરથી વીઠલપુર ખભાળિયા રોડ ઉપર ફરી ભુવો પડયો છે.6 ફૂટ ઉંડો ભુવો પડતા રોડની કામગીરી સામે સવાલો ઉઠયા છે.ભુવો પડયો હોવા છતાં હજુ કોઈ સમારકામ નહીં તો મોટી દુર્ઘટનાની તંત્ર રાહ જોતું હોય તેવું લાગી રહ્યું છે. સુરતમાં પણ ભડયો ભૂવો ચોમાસાની સિઝનની શરૂઆતની સાથે-સાથે ભૂવા પડવાની ઘટનાઓ પણ બનતી હોય છે. કઈ કેટલાય મેગાસીટીમાં છાસવારે ભુવા પડતા હોવાની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે શહેરના પુણા કેનાલ રોડ પર વિચિત્ર ઘટના બની હતી હતી. રસ્તા પર આખેઆખી ગાડી સમાઈ જાય તેવડો મોટો ભૂવો પડતા આસપાસના લોકો ચોંક્યા હતા અને તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા. 30 જૂને અમદાવાદના શેલામાં ભૂવો પડયો અમદાવાદનો પોશ વિસ્તાર એટલે શેલા અને આ શેલા ધીરે ધીરે વિકાસ તરફ આગળ વધી રહ્યું છે,પહેલા વરસાદમાં જ શેલા વિસ્તારમાં મસ્ત મોટો ભૂવો પડયો હતો અને રોડ વચ્ચેથી તૂટી જવા પામ્યો હતો.કોઈ અનઈચ્છનીય ઘટના ના બને તેને લઈ તંત્રએ રોડ બંધ કરી દીધો હતો અને આસપાસ બેરીકેટ મૂકયા હતા. અંકલેશ્વરમાં બ્રિજ પર ગાબડુ પડયું ઓએનજીસી ફલાયઓવરમાં પડેલી તિરાડો પુરવા માટે કોન્ટ્રાકટરે ચાલુ વરસાદમાં શ્રમજીવીઓને કામે લગાડયાં હતાં. હવે બ્રિજ પર ગાબડુ પડતાં દોડધામ મચી હતી. એક વર્ષ ઉપરાંત બ્રિજને વાહનવ્યવહાર માટે બંધ રાખી નવીનીકરણ કરાયું હતું પણ કામગીરી સામે સવાલો ઉભા થઇ રહયાં છે. બ્રિજ પર ભુવો પડયો હોવાની જાણ થતાં તંત્રમાં દોડધામ મચી હતી અને તાત્કાલિક અસરથી રીપેરિંગની કવાયત હાથ ધરાઇ હતી.

Amreliના સ્ટેટ હાઈવે પર 6 ફૂટ ઉંડયો ભૂવો પડતા સ્થાનિકો હેરાન,જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ફતેપુરથી વીઠલપુર ખભાળિયા રોડ ભૂવો પડયો
  • 6 ફૂટ ઉંડો ભૂવો પડતા રોડની કામગીરી પર સવાલ
  • ભૂવો પડયો હોવા છતા કોઇ સમારકામ નહીં

રાજયમાં મહાનગરો બાદ અમરેલીના ગ્રામ્ય વિસ્તારના સ્ટેટ હાઈવે ઉપર ભૂવા પડવાની ઘટના સામે આવી છે,જેમાં અમરેલીના ફતેપુરથી વીઠલપુર ખભાળિયા રોડ ઉપર ફરી ભુવો પડયો છે.6 ફૂટ ઉંડો ભુવો પડતા રોડની કામગીરી સામે સવાલો ઉઠયા છે.ભુવો પડયો હોવા છતાં હજુ કોઈ સમારકામ નહીં તો મોટી દુર્ઘટનાની તંત્ર રાહ જોતું હોય તેવું લાગી રહ્યું છે.

સુરતમાં પણ ભડયો ભૂવો

ચોમાસાની સિઝનની શરૂઆતની સાથે-સાથે ભૂવા પડવાની ઘટનાઓ પણ બનતી હોય છે. કઈ કેટલાય મેગાસીટીમાં છાસવારે ભુવા પડતા હોવાની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે શહેરના પુણા કેનાલ રોડ પર વિચિત્ર ઘટના બની હતી હતી. રસ્તા પર આખેઆખી ગાડી સમાઈ જાય તેવડો મોટો ભૂવો પડતા આસપાસના લોકો ચોંક્યા હતા અને તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા.

30 જૂને અમદાવાદના શેલામાં ભૂવો પડયો

અમદાવાદનો પોશ વિસ્તાર એટલે શેલા અને આ શેલા ધીરે ધીરે વિકાસ તરફ આગળ વધી રહ્યું છે,પહેલા વરસાદમાં જ શેલા વિસ્તારમાં મસ્ત મોટો ભૂવો પડયો હતો અને રોડ વચ્ચેથી તૂટી જવા પામ્યો હતો.કોઈ અનઈચ્છનીય ઘટના ના બને તેને લઈ તંત્રએ રોડ બંધ કરી દીધો હતો અને આસપાસ બેરીકેટ મૂકયા હતા.

અંકલેશ્વરમાં બ્રિજ પર ગાબડુ પડયું

ઓએનજીસી ફલાયઓવરમાં પડેલી તિરાડો પુરવા માટે કોન્ટ્રાકટરે ચાલુ વરસાદમાં શ્રમજીવીઓને કામે લગાડયાં હતાં. હવે બ્રિજ પર ગાબડુ પડતાં દોડધામ મચી હતી. એક વર્ષ ઉપરાંત બ્રિજને વાહનવ્યવહાર માટે બંધ રાખી નવીનીકરણ કરાયું હતું પણ કામગીરી સામે સવાલો ઉભા થઇ રહયાં છે. બ્રિજ પર ભુવો પડયો હોવાની જાણ થતાં તંત્રમાં દોડધામ મચી હતી અને તાત્કાલિક અસરથી રીપેરિંગની કવાયત હાથ ધરાઇ હતી.