Gujarat Rain: રાજ્યમાં જાણો કેમ કરાઇ છે ધોધમાર વરસાદની આગાહી

રાજ્યમાં મેઘરાજા વિદાય પહેલા ધબધબાટી બોલાવશે. જેમાં રાજ્યના હવામાન વિભાગનું અનુમાન છે કે કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. રાજ્યમાં શિયરઝોનને લીધે વરસાદ રહેશે. તેમજ વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલી ડાંગમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ અલર્ટ છે. દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી નર્મદા, સુરત, તાપી, ભરૂચ, ખેડા, મહીસાગર, પંચમહાલ, છોટા ઉદેપુર, તાપી, ભાવનગર, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ ભારે વરસાદ સાથે યલો એલર્ટ છે. જેમાં 26 સપ્ટેમ્બરે અમદાવાદ, બોટાદ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ અમરેલી, ભાવનગર, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. વરસાદથી કપાસ, બાજરી, મગફળી, તલ સહિતના પાકોને ફાયદો થશે લાંબા વિરામ બાદ વરસાદના આગમનથી ખેડૂતોમા ખુશી જોવા મળી છે. વરસાદથી કપાસ, બાજરી, મગફળી, તલ સહિતના પાકોને ફાયદો થશે. તેમજ વડોદરામાં બફારા બાદ વરસાદનું આગમન થયુ છે. જેમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વડોદરાના રાવપુરા, કારેલીબાગમાં વરસાદ આવ્યો છે. તેમાં વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં વરસાદ પડ્યો છે. વડોદરામાં બફારા બાદ આખરે વરસાદનું આગમન થયુ છે. સતત 8 દિવસથી બફારાનું સામ્રાજ્ય હતુ. જેમાં બપોર બાદ વરસાદ વરસતા ઠંડક પ્રસરી છે. રાવપુરા, કારેલીબાગ, દાંડિયા બજાર વિસ્તારમાં ધીમો વરસાદ છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાની સંભાવના છે. 3 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં શિયરઝોનને લીધે વરસાદ રહેશે. ઉલ્લેખનીય છે કે આજે પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદને લઈને ઓરેન્જ તો કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યના વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. નર્મદા, સુરત, તાપી, નવસારી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી સાથે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.

Gujarat Rain: રાજ્યમાં જાણો કેમ કરાઇ છે ધોધમાર વરસાદની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં મેઘરાજા વિદાય પહેલા ધબધબાટી બોલાવશે. જેમાં રાજ્યના હવામાન વિભાગનું અનુમાન છે કે કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. રાજ્યમાં શિયરઝોનને લીધે વરસાદ રહેશે. તેમજ વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલી ડાંગમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ અલર્ટ છે.

દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી

નર્મદા, સુરત, તાપી, ભરૂચ, ખેડા, મહીસાગર, પંચમહાલ, છોટા ઉદેપુર, તાપી, ભાવનગર, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ ભારે વરસાદ સાથે યલો એલર્ટ છે. જેમાં 26 સપ્ટેમ્બરે અમદાવાદ, બોટાદ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ અમરેલી, ભાવનગર, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

વરસાદથી કપાસ, બાજરી, મગફળી, તલ સહિતના પાકોને ફાયદો થશે

લાંબા વિરામ બાદ વરસાદના આગમનથી ખેડૂતોમા ખુશી જોવા મળી છે. વરસાદથી કપાસ, બાજરી, મગફળી, તલ સહિતના પાકોને ફાયદો થશે. તેમજ વડોદરામાં બફારા બાદ વરસાદનું આગમન થયુ છે. જેમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વડોદરાના રાવપુરા, કારેલીબાગમાં વરસાદ આવ્યો છે. તેમાં વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં વરસાદ પડ્યો છે. વડોદરામાં બફારા બાદ આખરે વરસાદનું આગમન થયુ છે. સતત 8 દિવસથી બફારાનું સામ્રાજ્ય હતુ. જેમાં બપોર બાદ વરસાદ વરસતા ઠંડક પ્રસરી છે. રાવપુરા, કારેલીબાગ, દાંડિયા બજાર વિસ્તારમાં ધીમો વરસાદ છે.

સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ

રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાની સંભાવના છે. 3 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં શિયરઝોનને લીધે વરસાદ રહેશે. ઉલ્લેખનીય છે કે આજે પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદને લઈને ઓરેન્જ તો કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યના વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. નર્મદા, સુરત, તાપી, નવસારી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી સાથે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.