Gandhinagarમાં શંકાસ્પદ ઝીકા વાયરસનો કેસ નોંધાયો, સ્વાસ્થ્ય વિભાગ એલર્ટ બન્યું
ગાંધીનગર શહેરમાં શંકાસ્પદ ઝીકા વાયરસના કેસના પગલે આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે.સેકટર 5 ના એક 75 વર્ષીય વૃદ્ધમાં ઝીકા વાઇરસના લક્ષણો જણાતા એન્ટી લારવા, ફોગીંગ અને ફીવર સર્વે ની કામગીરી કરવામાં આવી રહી છે.દર્દીની હાલત સ્થિર હોવાને લઈ તેમને ઘરે જ સારવાર આપવામાં આવી રહી છે.જોકે અન્ય કોઈ દર્દીઓમાં આવા પ્રકારના લક્ષણોની ચકાસણી માટે સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. દર્દીની કરાઈ ચકાસણી ગાંધીનગર ના સેકટર 5,6,13,4 સહિતના સેક્ટરોમાં આરોગ્ય વિભાગની ટીમ કામગીરી કરી રહી છે.દર્દીના સેમ્પલ પુના ખાતેની લેબોરેટરીમાં તપાસથી મોકલવામાં આવ્યા છે જેનો રિપોર્ટ આવ્યા બાદ ઝીકા વાયરસ અંગે સ્પષ્ટતા થઈ શકશે.દિવાળીના તહેવારોમાં ડેન્ગ્યુ સહિતના દર્દીઓનું ફોલો અને સર્વેની કામગીરી આરોગ્ય વિભાગની ટીમો દ્વારા અલગ અલગ સેક્ટરોમાં કરવામાં આવી રહી છે. શું હોય છે ઝીકા વાયરસ ઝીકા વાયરસ મચ્છરોથી ફેલાતી એક બીમારી છે. આ બીમારી એડીઝ મચ્છરના કરડવાથી ફેલાય છે. આ મચ્છર દિવસના સમયે વધારે એક્ટિવ હોય છે. આ વાયરસથી થનારું સંક્રમણ ખતરનાક હોય છે અને દર્દીના હોસ્પિટલમાં દાખલ થવાની સમસ્યા પણ આવી શકે છે. આ છે ઝીકા વાયરસથી સંક્રમણના લક્ષણ એડીઝ એલ્બોપિક્ટ્સ અને એડીઝ ઈજિપ્ટીથી ઝીકા વાયરસ ફેલાવવાનો ખતરો વધે છે. ઝીકા વાયરસથી સંક્રમિત થવા પર તાવ અને મલેરિયાના લક્ષણો સાથે જોવા મળે છે. આ વાયરસ એક વ્યક્તિથી અન્ય વ્યક્તિમાં ઝડપથી ફેલાય છે. એવામાં સંક્રમિત વ્યક્તિથી લગભગ 3 અઠવાડિયા સુધીનું અંતર રાખવું જરૂરી છે. પ્રથમ કેસ જૂનમાં નોંધાયો એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કુલ ચેપગ્રસ્ત લોકોની સંખ્યામાં 26 સગર્ભા સ્ત્રીઓનો સમાવેશ થાય છે, પરંતુ સદનસીબે તેમાંથી મોટાભાગની મહિલાઓ તંદુરસ્ત છે અને આ વર્ષે 20 જૂને શહેરમાં ઝિકા વાયરસના ચેપનો પ્રથમ કેસ નોંધાયો હતો. 46 વર્ષીય ડૉક્ટરનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદતેમની 15 વર્ષની પુત્રીમાં પણ ચેપની પુષ્ટિ થઈ હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગાંધીનગર શહેરમાં શંકાસ્પદ ઝીકા વાયરસના કેસના પગલે આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે.સેકટર 5 ના એક 75 વર્ષીય વૃદ્ધમાં ઝીકા વાઇરસના લક્ષણો જણાતા એન્ટી લારવા, ફોગીંગ અને ફીવર સર્વે ની કામગીરી કરવામાં આવી રહી છે.દર્દીની હાલત સ્થિર હોવાને લઈ તેમને ઘરે જ સારવાર આપવામાં આવી રહી છે.જોકે અન્ય કોઈ દર્દીઓમાં આવા પ્રકારના લક્ષણોની ચકાસણી માટે સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે.
દર્દીની કરાઈ ચકાસણી
ગાંધીનગર ના સેકટર 5,6,13,4 સહિતના સેક્ટરોમાં આરોગ્ય વિભાગની ટીમ કામગીરી કરી રહી છે.દર્દીના સેમ્પલ પુના ખાતેની લેબોરેટરીમાં તપાસથી મોકલવામાં આવ્યા છે જેનો રિપોર્ટ આવ્યા બાદ ઝીકા વાયરસ અંગે સ્પષ્ટતા થઈ શકશે.દિવાળીના તહેવારોમાં ડેન્ગ્યુ સહિતના દર્દીઓનું ફોલો અને સર્વેની કામગીરી આરોગ્ય વિભાગની ટીમો દ્વારા અલગ અલગ સેક્ટરોમાં કરવામાં આવી રહી છે.
શું હોય છે ઝીકા વાયરસ
ઝીકા વાયરસ મચ્છરોથી ફેલાતી એક બીમારી છે. આ બીમારી એડીઝ મચ્છરના કરડવાથી ફેલાય છે. આ મચ્છર દિવસના સમયે વધારે એક્ટિવ હોય છે. આ વાયરસથી થનારું સંક્રમણ ખતરનાક હોય છે અને દર્દીના હોસ્પિટલમાં દાખલ થવાની સમસ્યા પણ આવી શકે છે.
આ છે ઝીકા વાયરસથી સંક્રમણના લક્ષણ
એડીઝ એલ્બોપિક્ટ્સ અને એડીઝ ઈજિપ્ટીથી ઝીકા વાયરસ ફેલાવવાનો ખતરો વધે છે. ઝીકા વાયરસથી સંક્રમિત થવા પર તાવ અને મલેરિયાના લક્ષણો સાથે જોવા મળે છે. આ વાયરસ એક વ્યક્તિથી અન્ય વ્યક્તિમાં ઝડપથી ફેલાય છે. એવામાં સંક્રમિત વ્યક્તિથી લગભગ 3 અઠવાડિયા સુધીનું અંતર રાખવું જરૂરી છે.
પ્રથમ કેસ જૂનમાં નોંધાયો
એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કુલ ચેપગ્રસ્ત લોકોની સંખ્યામાં 26 સગર્ભા સ્ત્રીઓનો સમાવેશ થાય છે, પરંતુ સદનસીબે તેમાંથી મોટાભાગની મહિલાઓ તંદુરસ્ત છે અને આ વર્ષે 20 જૂને શહેરમાં ઝિકા વાયરસના ચેપનો પ્રથમ કેસ નોંધાયો હતો. 46 વર્ષીય ડૉક્ટરનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદતેમની 15 વર્ષની પુત્રીમાં પણ ચેપની પુષ્ટિ થઈ હતી.