Gandhinagarમાં ગરબામાં તિલક કરવાને લઈ પોલીસ અને બજરંગદળના કાર્યકરો વચ્ચે થઈ બબાલ
ગાંધીનગરમાં પોલીસ અને બજરંગદળના કાર્યકરો વચ્ચે બબાલ થઈ હોવાની વાત સામે આવી છે.ગાંધીનગરમાં ગરબામાં તિલક કરવાને લઈ આ બબાલ થઈ હોવાની વાત સામે આવી છે,તિલક કરવાની બાબતે ઘર્ષણ થયુ હતુ અને તેમાંથી લાઠીચાર્જ સુધી મામલો પહોંચ્યો હતો,પોલીસે આસપાસના લોકો પર બળ પ્રયોગ કર્યો હતો. તિલક કરવાની બાબતે થયું ઘર્ષણ ગાંધીનગરમાં બજરંગદળના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે બબાલ થઈ હતી,ગરબાાં તિલક કરવા દો અને પછી અંદર ખેલૈયાઓને જવા દેવામાં આવે તે બાબતને લઈ ઘર્ષણ થયું હતુ,પહેલા પોલીસે તમામ લોકોને શાંતિથી સમજાવ્યા પણ કોઈ કાર્યકર્તા સમજયું નહી અને પોલીસ સાથે માથાકૂટ કરવા લાગ્યું જેને લઈ પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી બાદ બબાલ થઈ હતી,લોકોના ટોળેટોળા ઉમટી પડતા પોલીસે બળપ્રયોગ કર્યો હતો જેનો વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. પોલીસે નથી નોંધ્યો ગુનો બજરંગદળના કાર્યકર્તાઓ ગઈકાલે રાત્રે ઓચિંતા ગાંધીનગરના એક પાર્ટીપ્લોટમાં પહોંચ્યા હતા જયાં તેમણે પોલીસને કહ્યું કે અમને ખેલૈયાઓને તિલક કરવા દો અને પણ પોલીસે આ કાર્યકર્તાઓને સરખો ભાવ આપ્યો નહી અને બોલાચાલી થઈ ત્યારબાદ પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતુ જેમાં પોલીસે ત્યાં ઉભેલા તમામ લોકો પર લાઠીચાર્જ કર્યો હતો,સમગ્ર ઘટનાને લઈ અન્ય પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તમામ કાર્યકર્તાઓની અટકાયત પણ કરી હતી. બજરંગ દળ દ્વારા શરૂ કરાઈ મેરા ભાઈ નામની હેલ્પ લાઈન અમદાવાદમાં વિશ્વ હિન્દુ પરિષદની યુવા પાંખ બજરંગ દળે અમદાવાદમાં નવરાત્રિ દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે હેલ્પ લાઈન શરૂ કરી છે.સંસ્થાએ 8735873595 નંબર સાથે મેરા ભાઈ નામની હેલ્પ લાઈન બહાર પાડી છે. જો કોઈ મહિલાને કોઈ સમસ્યાનો સામનો કરવો પડે, તો તે આ નંબર પર કૉલ કરી શકે છે, અને બજરંગ દળના જણાવ્યા અનુસાર 10 મિનિટમાં મદદ પૂરી પાડવામાં આવશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગાંધીનગરમાં પોલીસ અને બજરંગદળના કાર્યકરો વચ્ચે બબાલ થઈ હોવાની વાત સામે આવી છે.ગાંધીનગરમાં ગરબામાં તિલક કરવાને લઈ આ બબાલ થઈ હોવાની વાત સામે આવી છે,તિલક કરવાની બાબતે ઘર્ષણ થયુ હતુ અને તેમાંથી લાઠીચાર્જ સુધી મામલો પહોંચ્યો હતો,પોલીસે આસપાસના લોકો પર બળ પ્રયોગ કર્યો હતો.
તિલક કરવાની બાબતે થયું ઘર્ષણ
ગાંધીનગરમાં બજરંગદળના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે બબાલ થઈ હતી,ગરબાાં તિલક કરવા દો અને પછી અંદર ખેલૈયાઓને જવા દેવામાં આવે તે બાબતને લઈ ઘર્ષણ થયું હતુ,પહેલા પોલીસે તમામ લોકોને શાંતિથી સમજાવ્યા પણ કોઈ કાર્યકર્તા સમજયું નહી અને પોલીસ સાથે માથાકૂટ કરવા લાગ્યું જેને લઈ પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી બાદ બબાલ થઈ હતી,લોકોના ટોળેટોળા ઉમટી પડતા પોલીસે બળપ્રયોગ કર્યો હતો જેનો વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો.
પોલીસે નથી નોંધ્યો ગુનો
બજરંગદળના કાર્યકર્તાઓ ગઈકાલે રાત્રે ઓચિંતા ગાંધીનગરના એક પાર્ટીપ્લોટમાં પહોંચ્યા હતા જયાં તેમણે પોલીસને કહ્યું કે અમને ખેલૈયાઓને તિલક કરવા દો અને પણ પોલીસે આ કાર્યકર્તાઓને સરખો ભાવ આપ્યો નહી અને બોલાચાલી થઈ ત્યારબાદ પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતુ જેમાં પોલીસે ત્યાં ઉભેલા તમામ લોકો પર લાઠીચાર્જ કર્યો હતો,સમગ્ર ઘટનાને લઈ અન્ય પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તમામ કાર્યકર્તાઓની અટકાયત પણ કરી હતી.
બજરંગ દળ દ્વારા શરૂ કરાઈ મેરા ભાઈ નામની હેલ્પ લાઈન
અમદાવાદમાં વિશ્વ હિન્દુ પરિષદની યુવા પાંખ બજરંગ દળે અમદાવાદમાં નવરાત્રિ દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે હેલ્પ લાઈન શરૂ કરી છે.સંસ્થાએ 8735873595 નંબર સાથે મેરા ભાઈ નામની હેલ્પ લાઈન બહાર પાડી છે. જો કોઈ મહિલાને કોઈ સમસ્યાનો સામનો કરવો પડે, તો તે આ નંબર પર કૉલ કરી શકે છે, અને બજરંગ દળના જણાવ્યા અનુસાર 10 મિનિટમાં મદદ પૂરી પાડવામાં આવશે.