Gandhinagarના રાયસણના પંચેશ્વર મંદિરમાં ગોવર્ધન પૂજા અને ભવ્ય અન્નકુટ મહોત્સવ ઉજવાયો
ગાxધીનગર ખાતે રાયસણ મેટ્રો સ્ટેશન સામે આવેલ શ્રી પંચેશ્વર મંદિરમાં આજે નૂતન વર્ષના પ્રથમ દિવસે ગોવર્ધન પૂજા અને ભવ્ય અન્નકુટનું આયોજન કરવામાં આવ્યું હતું.ભકતો વહેલી સવારથી દર્શન કરવા પહોંચ્યા હતા અને બપોર બાદ અન્નકૂટના દર્શનનો પણ લાભ લીધો હતો,વર્ષોની પરંપરા આજે પણ યથાવત રહી છે.શ્રી પંચેશ્વર મંદિર પણ પૌરાણિકસમગ્ર રાયસણ પંથકના ટીપી ૧૯ વિસ્તારમાં આવેલ એકમાત્ર એવા શ્રી પંચેશ્વર મંદિરમાં આજે વહેલી સવારે મંગળા આરતીથી જ દર્શનાર્થીઓની ભીડ ઉમટી પડી હતી. મંદિરમાં આજે રામજી મંદિર, અંબાજી માતા , પંચેશ્વર મહાદેવ, રાધાકૃષ્ણ મંદિર , શ્રી મનેકામનાપૂર્ણ હનુમાનજી, શ્રી બળિયા દેવ, શિતળામાતા અને ઘોઘા મહારાજના મંદિરોમાં જુદા જુદા 56 ભોગના ભવ્ય અન્ન્કુટનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો હજારો ભાવિક ભક્તોએ દર્શન લાભ લીધો હતો.નેતાઓ રહ્યાં હાજર આપ્રસંગે ગાંધીનગરનાં મેયર મિરાબેન પટેલ, શહેર ભાજપના મહામંત્રી ગૌરાંગ પટેલ, હરેશ પટેલ, જુદા જુદા સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપશ્થિત રહી અન્નકુટ અને અન્નકુટની આરતીનો દર્શન લાભ લીધો હતો.આજથી નવું વર્ષ વિક્રમ સવંત 2081ની શરૂઆતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત પંચદેવ મંદિરમાં દર્શન કરીને નવા વર્ષની સૌ નાગરિકોને શુભેચ્છા પાઠવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિક્રમ સંવત 2081 ના પ્રારંભ દિવસે સવારે ગાંધીનગરના પંચદેવ મંદિરમાં દર્શન પૂજન અને આરતી કરીને નવા વર્ષની શરૂઆત કરી હતી.સેકટર 22માં આવેલું છે પંચદેવ મંદિર જે પૌરાણિક છે સેક્ટર-22માં 1972માં નિર્માણ પામેલું પંચદેવ મંદિર આવેલું છે. ગાંધીનગરમાં નિર્માણ પામેલું આ પહેલું મંદિર માનવામાં આવે છે. આ મંદિરમાં પંચ મહાભૂતોનો સમન્વય થતો હોવાની માન્યતા છે. ગાંધીનગરના રહેવાસી મોટી સંખ્યામાં આ મંદિર ખાતે દર્શનાર્થે આવે છે, લોકો આ મંદિર પ્રત્યે અસીમ શ્રદ્ધા ધરાવે છે.પંચદેવ મંદિરની સ્થાપના 1972માં કરવામાં આવી હતી. ગુજરાતની રાજધાની તરીકે ગાંધીનગરની ઘોષણા કરવામાં આવી ત્યારે શહેરમાં એક પણ મંદિર ન હતું, તેથી શહેરમાં પંચદેવનું મંદિર બાંધવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આમ, આ મંદિર ગાંધીનગરમાં નિર્માણ પામેલું પહેલું મંદિર છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગાxધીનગર ખાતે રાયસણ મેટ્રો સ્ટેશન સામે આવેલ શ્રી પંચેશ્વર મંદિરમાં આજે નૂતન વર્ષના પ્રથમ દિવસે ગોવર્ધન પૂજા અને ભવ્ય અન્નકુટનું આયોજન કરવામાં આવ્યું હતું.ભકતો વહેલી સવારથી દર્શન કરવા પહોંચ્યા હતા અને બપોર બાદ અન્નકૂટના દર્શનનો પણ લાભ લીધો હતો,વર્ષોની પરંપરા આજે પણ યથાવત રહી છે.
શ્રી પંચેશ્વર મંદિર પણ પૌરાણિક
સમગ્ર રાયસણ પંથકના ટીપી ૧૯ વિસ્તારમાં આવેલ એકમાત્ર એવા શ્રી પંચેશ્વર મંદિરમાં આજે વહેલી સવારે મંગળા આરતીથી જ દર્શનાર્થીઓની ભીડ ઉમટી પડી હતી. મંદિરમાં આજે રામજી મંદિર, અંબાજી માતા , પંચેશ્વર મહાદેવ, રાધાકૃષ્ણ મંદિર , શ્રી મનેકામનાપૂર્ણ હનુમાનજી, શ્રી બળિયા દેવ, શિતળામાતા અને ઘોઘા મહારાજના મંદિરોમાં જુદા જુદા 56 ભોગના ભવ્ય અન્ન્કુટનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો હજારો ભાવિક ભક્તોએ દર્શન લાભ લીધો હતો.
નેતાઓ રહ્યાં હાજર
આપ્રસંગે ગાંધીનગરનાં મેયર મિરાબેન પટેલ, શહેર ભાજપના મહામંત્રી ગૌરાંગ પટેલ, હરેશ પટેલ, જુદા જુદા સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપશ્થિત રહી અન્નકુટ અને અન્નકુટની આરતીનો દર્શન લાભ લીધો હતો.આજથી નવું વર્ષ વિક્રમ સવંત 2081ની શરૂઆતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત પંચદેવ મંદિરમાં દર્શન કરીને નવા વર્ષની સૌ નાગરિકોને શુભેચ્છા પાઠવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિક્રમ સંવત 2081 ના પ્રારંભ દિવસે સવારે ગાંધીનગરના પંચદેવ મંદિરમાં દર્શન પૂજન અને આરતી કરીને નવા વર્ષની શરૂઆત કરી હતી.
સેકટર 22માં આવેલું છે પંચદેવ મંદિર જે પૌરાણિક છે
સેક્ટર-22માં 1972માં નિર્માણ પામેલું પંચદેવ મંદિર આવેલું છે. ગાંધીનગરમાં નિર્માણ પામેલું આ પહેલું મંદિર માનવામાં આવે છે. આ મંદિરમાં પંચ મહાભૂતોનો સમન્વય થતો હોવાની માન્યતા છે. ગાંધીનગરના રહેવાસી મોટી સંખ્યામાં આ મંદિર ખાતે દર્શનાર્થે આવે છે, લોકો આ મંદિર પ્રત્યે અસીમ શ્રદ્ધા ધરાવે છે.પંચદેવ મંદિરની સ્થાપના 1972માં કરવામાં આવી હતી. ગુજરાતની રાજધાની તરીકે ગાંધીનગરની ઘોષણા કરવામાં આવી ત્યારે શહેરમાં એક પણ મંદિર ન હતું, તેથી શહેરમાં પંચદેવનું મંદિર બાંધવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આમ, આ મંદિર ગાંધીનગરમાં નિર્માણ પામેલું પહેલું મંદિર છે.