Gandhinagarના દહેગામમાંથી રૂ.4.10 લાખની ચાઈનીઝ દોરી ઝડપાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ઉત્તરાયણનો તહેવાર નજીક આવતા પહેલા જ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો વેપલો શરૂ થઈ ગયો છે. ગાંધીનગર જિલ્લાના દહેગામમાં પોલીસે બે અલગ-અલગ સ્થળે દરોડા પાડીને રૂ.4.10 લાખની કિંમતની કુલ 1,032 રીલ ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જિલ્લા પોલીસવડા રવિતેજા વાસમ શેટ્ટી અને એએસપી આયુષ જૈનની સૂચના બાદ દહેગામ પીઆઈ વી.બી. દેસાઈએ ડી-સ્ટાફની ટીમ સાથે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
બે આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા
પોલીસે પહેલો દરોડો કંથરાઈના છાપરા ખાતે રહેતા વિશાલ નંદુભાઈ દેવીપૂજકના ઘરે પાડ્યો હતો. જ્યાંથી પોલીસને રૂ.1,72,800ની કિંમતની 432 રીલ ચાઈનીઝ દોરી મળી આવી હતી. પોલીસ દ્વારા વિશાલ દેવીપૂજકની ધરપકડ કરવામાં આવી હતી. બીજો દરોડો પોલીસે લક્ષ્મીપુરાકંપા ખાતે રહેતા વિજયભાઈ દેવીપૂજક અને ચેતનભાઈ દેવીપૂજકના ઘરે પાડ્યો હતો. જ્યાં સ્થળેથી પોલીસને રૂ.2,40,000ની કિંમતની 600 રીલ ચાઈનીઝ દોરી મળી આવી હતી. જોકે દરોડા દરમિયાન આ બંને આરોપીઓ હાજર ન હોવાથી પોલીસે તેમને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ હાથ ધરી હતી.
પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેપારીઓમાં ફફડાટ
લાંબા સમયથી દહેગામ વિસ્તારમાં ઉત્તરાયણ પહેલા ચાઈનીઝ દોરીનો મોટો જથ્થો લાવવામાં આવ્યો હોવાની ચર્ચાઓ ચાલી રહી હતી. જે આ કાર્યવાહીથી સાચી પડી છે. પ્રતિબંધિત હોવા છતાં આ દોરીનું વેચાણ ગુપ્ત રીતે થઈ રહ્યું હતું. પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
What's Your Reaction?






