Gandhidhamમાં ડ્રગ્સ સામે પોલીસનો સપાટો, હોટલના પાર્કિંગમાંથી ઝડપાયું રૂ.3.79 લાખનું હેરોઇન!
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કચ્છ જિલ્લાના ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકની ટીમે નશાકારક પદાર્થોની હેરાફેરી સામે લાલઆંખ કરી મોટી સફળતા મેળવી છે. પડાણા ગામ પાસે આવેલી એક હોટલના પાર્કિંગ વિસ્તારમાંથી પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને એક શંકાસ્પદ પરપ્રાંતીય ઇસમને ઘાતક નશાકારક ડ્રગ્સ હેરોઇનના જથ્થા સાથે દબોચી લીધો છે.
રૂ.3.79 લાખની કિંમતનું હેરોઇન જપ્ત
પોલીસ ટીમે પડાણા નજીક હોટલના પાર્કિંગમાં દરોડો પાડી શખ્સની તલાશી લેતાં તેની પાસેથી રૂ.3.79 લાખની બજાર કિંમતનું હેરોઇન મળી આવ્યું હતું. પોલીસે ત્વરિત કાયદાકીય કાર્યવાહી કરીને હેરોઇનનો જથ્થો જપ્ત કર્યો હતો અને નશાના નેટવર્ક સાથે જોડાયેલા ઇસમની અટકાયત કરી લીધી હતી.
આરોપી બગીચાશિંગની અટકાયત અને આગળની તપાસ
પકડાયેલા આરોપીની ઓળખ બગીચાશિંગ સંતોષ સિંઘ (રહે. પરપ્રાંત) તરીકે થઈ છે. ગાંધીધામ બી ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ હેરોઇનનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કચ્છમાં કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે સઘન પૂછપરછ શરૂ કરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

