Fact Check : 20 ઓગસ્ટે મુંબઈમાં બંધ રહેશે શાળાઓ? BMCએ કરી સ્પષ્ટતા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દેશની આર્થિક રાજધાની મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં વરસી રહેલા ભારે વરસાદથી જનજીવન પર મોટી અસર પડી છે. ભારે વરસાદ અને પાણી ભરાવવાના ભયને ધ્યાનમાં રાખીને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ 18 અને 19 ઓગસ્ટ 2025ના રોજ તમામ શાળાઓ અને કોલેજો બંધ રાખવાની જાહેરાત કરી હતી. જો કે ભારતીય હવામાન વિભાગ (IMD)એ મુંબઈ માટે રેડ એલર્ટ જાહેર કર્યું હતું, જેમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ત્યારે તમને જણાવીએ કે 20 ઓગસ્ટે ક્યાં ક્યાં શાળાઓમાં રજાઓ જાહેર કરવામાં આવી છે.
BMCએ સત્તાવાર રીતે આપી જાણકારી
તમને જણાવી દઈએ કે BMCએ હજુ સુધી 20 ઓગસ્ટ 2025 ના રોજ રજાઓ અંગે કોઈ સત્તાવાર સૂચના જાહેર કરી નથી . આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ વચ્ચે પ્રશ્ન રહે છે કે શું બુધવારે પણ શાળાઓ અને કોલેજો બંધ રહેશે. IMDએ 21 ઓગસ્ટ સુધી ભારે વરસાદની ચેતવણી આપી છે, જેના કારણે પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. BMCએ લોકોને નવી અપડેટ્સ માટે સત્તાવાર સૂચનાઓ પર ધ્યાન આપવાની અપીલ કરી છે.
20 ઓગસ્ટના રોજ નવી મુંબઈ, પનવેલ, થાણે અને પાલઘરમાં રજા
નવી મુંબઈમાં 20 ઓગસ્ટ 2025ના રોજ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. પનવેલ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ 20 ઓગસ્ટના રોજ તમામ શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. ભારે વરસાદ અને સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. પનવેલમાં પાણી ભરાવા અને ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. આ ઉપરાંત પાલઘર અને થાણેમાં પણ રજા જાહેર કરવામાં આવી છે. ત્યારે મુંબઈ ઉપરાંત, થાણે, ભિવંડી અને પાલઘર જેવા આસપાસના જિલ્લાઓમાં 19 ઓગસ્ટે શાળાઓ અને કોલેજો બંધ રહી હતી. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને પણ IMDના રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હતો. 20 ઓગસ્ટ અંગે આ વિસ્તારોમાં કોઈ નવો આદેશ જાહેર કરવામાં આવ્યો નથી.
What's Your Reaction?






