Dwarkaમાં ઓનલાઈન ગેમનું પ્રમોશન ભારે પડ્યું, 4 સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ઝડપાયા

Jun 1, 2025 - 12:00
Dwarkaમાં ઓનલાઈન ગેમનું પ્રમોશન ભારે પડ્યું, 4 સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ઓનલાઈન ગેમિંગમાં રમવાના લીધે ઘણા લોકો પાયમાલ થઈ જતા હોય છે. તેવામાં ફિલ્મ સ્ટાર્સ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર સોશિયલ મીડિયામાં ઓનલાઈન ગેમિંગનું પ્રમોશન કરે છે. જેના લીધે લોકો અંજાઈને ગેમિંગમાં પોતાના પૈસા રમીને ગુમાવી દે છે.તેવા ઘણા સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સર સામે પોલીસ કાર્યવાહી કરે છે.ઓનલાઈન ગેમિંગના દુષણના લીધે ઘણા લોકો ઓનલાઈન ગેમિંગના જુગારમાં પૈસા હારી જાય છે. તો દ્વારકા જિલ્લામાં ઓનલાઈન ગેમિંગ પ્રમોશન કરતા સોશિયલ મીડિયાના 4 ઈન્ફલુએન્સર ઝડપાયા હતા.

4 ઇન્ફ્લુએન્સર ઝડપાયા

મળતી માહિતી મુજબ દ્વારકા જિલ્લામાં ઓનલાઈન ગેમિંગનું પ્રમોશન કરતા 4 ઈસમોની અટકાયત કરાઈ હતી. મોબાઈલ પર ઓનલાઈન ગેમિંગ વડે જુગાર રમવા જેવા દુષણને પ્રોત્સાહિત કરનારા ઈસમો સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સર છે. 4 ઈન્ફ્લુએન્સર અનઅધિકૃત એપ્લિકેશન દ્વારા RAJA GAME-COME, RUMMY MARZ- COM, 102 DAYS- COM જેવી ગેમિંગ સાઈટનું પ્રમોશન કરતા હતા. તેમજ યુવાઓમાં જુગાર રમવા જેવા દુષણને ફેલાવી રહ્યા હતા. જેમાં તેઓ સોશિયલ મીડિયામાં ગેમિંગ એપ્લિકેશનનું પ્રમોશન કરીને યુવાનોને ઓનલાઈન ગેમિંગમાં સારો એવો ફાયદાની લાલચ આપીને પ્રેરિત કરતા હતા.

4 ઈસમો પાસેથી મુદ્દામાલ જપ્ત

જામ ખંભાળિયા પોલીસે અલગ અલગ વિસ્તારોમાંથી ભરત લગારીયા, સુમાત ચાવડા, દીપક સાંથલપર, કેશુર ભાટીયા નામના 4 સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સરને ઝડપી લીધા હતા. જેઓ ઓનલાઈન ગેમિંગનું પ્રમોશન કરીને યુવાઓને ગેરમાર્ગે દોરી રહ્યા હતા. 4 ઈન્ફલુએન્સર્સ પાસેથી જામખંભાળિયા પોલીસે કુલ 2.10 લાખના મુદ્દામાલ જપ્ત કરીને તેમને દબોચી લીધા હતી. સાયબર ક્રાઈમ પોલીસે 4 ઈસમો વિરુદ્ધ જુગાર ધારાની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. જે બાદ 4 ઈન્ફ્લુએન્સર વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0