Dwarkaના જામ કલ્યાણપુરમાં સાની ડેમના કોઝવે પર પીજીવીસીએલનો કર્મી પાણીના પ્રવાહમાં તણાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર તાલુકામાં ભારે વરસાદને કારણે સાની ડેમનો કોઝવે ઓવરફ્લો થયો હતો. જેના પાણીના પ્રવાહમાં પીજીવીસીએલનો એક કર્મચારી તણાયો હતો. આ ઘટના બાદ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવતા કર્મચારીનો જીવ બચી ગયો હતો. પીજીવીસીએલનો એક યુવક પોતાના બાઇક પર સાની ડેમના કોઝવે પરથી પસાર થઈ રહ્યો હતો.
સાની ડેમના કોઝવે પરથી PGVCL નો કર્મી તણાયો
કોઝવે પર પાણીનો પ્રવાહ વધુ હોવા છતાં તેણે પસાર થવાનો પ્રયાસ કરતા તે પાણીના જોરદાર પ્રવાહમાં તણાયો હતો. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને સ્થાનિક બચાવ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. બચાવ ટીમે પાણીના પ્રવાહમાં ફસાયેલા યુવકને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. ભારે જહેમત બાદ યુવકને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યો હતો.
યુવક તણાયાની જાણ થતા બચાવ ટીમ ઘટનાસ્થળે
આ ઘટનામાં યુવકને સામાન્ય ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાએ ફરી એકવાર વરસાદ દરમિયાન કોઝવે અને નીચાણવાળા પુલ પરથી પસાર ન થવા માટે ચેતવણી આપી છે. તંત્ર દ્વારા આવા વિસ્તારોમાં સાવચેતીના બોર્ડ લગાવવામાં આવ્યા હોવા છતાં લોકો જોખમી રીતે પસાર થવાનો પ્રયાસ કરતા હોય છે. જેના કારણે આવા અકસ્માતો સર્જાતા હોય છે.
What's Your Reaction?






