Dwarkaના કલ્યાણપુરમાં પાણીમાં તણાઈ ગયેલા યુવકનો મૃતદેહ ચોથા દિવસે મળી આવ્યો

Aug 22, 2025 - 23:30
Dwarkaના કલ્યાણપુરમાં પાણીમાં તણાઈ ગયેલા યુવકનો મૃતદેહ ચોથા દિવસે મળી આવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ભારે વરસાદ દરમિયાન પાણીના પ્રવાહમાં તણાઈ ગયેલા યુવકનો મૃતદેહ ચોથા દિવસે મળી આવ્યો છે. આ કરુણ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. ભારે વરસાદને કારણે કલ્યાણપુર બસ સ્ટેન્ડ નજીકના પુલ પર પાણીનું પ્રચંડ પૂર આવ્યું હતું. આ પૂરના પ્રવાહમાં ભુરા વેસરા નામનો એક યુવક તણાઈ ગયો હતો. આ ઘટના બાદ તાત્કાલિક સ્થાનિક તરવૈયા, ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમ દ્વારા યુવકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

પૂર આવતા યુવક પાણીના પ્રવાહમાં તણાયો હતો

જોકે પાણીનો પ્રવાહ વધુ હોવાથી બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ પડી રહી હતી. શોધખોળના ચોથા દિવસે આખરે યુવકનો મૃતદેહ પાનેલી ગામ પાસેથી મળી આવ્યો હતો. આટલા દિવસો સુધી મૃતદેહ ન મળતા પરિવારજનો ભારે ચિંતામાં હતા અને મૃતદેહ મળતા તેમના આઘાતમાં વધારો થયો છે. યુવકના નિધનથી તેના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

ચોથા દિવસે પાનેલી ગામ પાસેથી યુવકનો મૃતદેહ મળ્યો

આ ઘટનાએ ફરી એકવાર ચોમાસાની ઋતુમાં પાણીના પ્રવાહવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તંત્ર દ્વારા આવા વિસ્તારોમાં લોકોને ન જવા માટે સતત ચેતવણી આપવામાં આવતી હોય છે તેમ છતાં આવા બનાવો બનતા રહે છે. આ ઘટનાથી કલ્યાણપુર અને આસપાસના ગામોમાં ગમગીની છવાઈ ગઈ છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0