Dwarka: શિવરાજપુર બીચ ખાતે પ્રવાસીઓની ભારે ભીડ, વિવિધ રાઈડ્સની માણી મજા
દિવાળીનું વેકેશન ચાલી રહ્યું છે, ત્યારે હાલમાં રાજ્યમાં તમામ સ્થળો ઉપર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે, ત્યારે યાત્રાધામ દ્વારકામાં શિવરાજપુર બીચ ખાતે પણ દિવાળી વેકેશનને લઈને યાત્રિકોની ભારે ભીડ ઉમટી છે.શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો હાલ દિવાળીનું વેકેશન ચાલી રહ્યું છે, ત્યારે લોકો દૂર દૂરથી દિવાળી વેકેશનમાં પરિવાર સાથે શિવરાજપુર બીચ ખાતે ઉમટી રહ્યા છે. શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો મળ્યા બાદ દિન પ્રતિદિન યાત્રિકો સતત આ સુંદર રમણીય દરિયા કિનારા વિસ્તારમાં ઉમટી રહ્યા છે. ત્યારે શિવરાજપુર બીચ ખાતે હાલ યાત્રિકો માટે વિવિધ પ્રકારની રાઈડ્સ પણ ઉપલબ્ધ છે તો પરિવાર સાથે યાત્રિકો હાલ દિવાળી વેકેશનનો આનંદ માણતા શિવરાજપુર ખાતે નજરે પડી રહ્યા છે. દ્વારકાથી માત્ર 15 KM દૂર શિવરાજપુર બીચ ખાતે હાલ દિવાળી વેકેશન ચાલી રહ્યું હોય ત્યારે યાત્રિકોની ભારે ભીડ શિવરાજપુર બીચ ખાતે ઉમટી રહી છે. દિવાળી વેકેશનને લઈને પરિવાર સાથે દૂર દૂરથી યાત્રિકો હાલ શિવરાજપુર બીજ ખાતે આવી રહ્યા છે, ત્યારે હજારોની સંખ્યામાં યાત્રિકોની ભારે ભીડ શિવરાજપુર બીચ ખાતે જોવા મળી રહી છે. બાળકો માટે વિવિધ પ્રકારની દરિયામાં રાઈડસ તેમજ કુબા સહિતની અહીં સુવિધાઓ ઉપલબ્ધ હોય, ત્યારે યાત્રિકો માટે શ્રેષ્ઠ પર્યટક સ્થળ તરીકે શિવરાજપુર બીચ હાલ ઉભરી રહ્યું છે. બીચ પર વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ સ્વચ્છતાના શ્રેષ્ઠ માપદંડો પર ખરું ઉતરેલું બ્લુ ફ્લેટ બીચ તરીકે માન્યતા પ્રાપ્ત એવું શિવરાજપુર બીચ હાલ યાત્રિકોની વેકેશનમાં પ્રથમ પસંદગી બની રહ્યું છે, વિશાળ સુંદર અને સ્વચ્છ દરિયા કિનારો યાત્રિકોને સુકુન આપી રહ્યો છે. અહીં છીછરો દરિયા કિનારો હોવાથી સ્નાન માટે વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ છે અને કોઈ પણ જાતના ભય વિના યાત્રિકો અહીં સ્નાન કરતા નજરે પડે છે, પરિવાર સાથે બ્લુ ફ્લેગ બીચ શિવરાજપુર બીચ યાત્રિકોની પ્રથમ પસંદ બની રહ્યું છે. સ્થાનિક લોકોને મળે છે મોટી રોજગારી ખૂબ ઓછા ખર્ચે ગોવા સહિતના બીચોને ટક્કર આપતા શિવરાજપુર બીચ ખાતે કરોડોના વિકાસ કાર્યો પણ હાથ ધરવામાં આવ્યા હોય વિશાળ આ દરિયાકિનારા પર સતત યાત્રિકો ઉમટી રહ્યા છે, બ્લુ ફ્લેગ બીચનો દરરજો મળ્યા બાદ અહીં વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું હોય સાથે યાત્રિકોની સલામતીનું ધ્યાન રાખવામાં આવે છે. બ્લૂ ફ્લેગ બીચનો દરજ્જો મળ્યા બાદ શિવરાજપુર બીચનો વિકાસ વાસ્તવિક ખુબ વધવા પામ્યો છે, અહીં હજારોની સંખ્યામાં યાત્રિકો ઉમટી રહ્યા છે, ત્યારે રોજગારીની તકો પણ વિપુલ પ્રમાણમાં વધતી જોવા મળે છે, ખરા અર્થમાં શિવરાજપુર બીચ દ્વારકા જિલ્લાનું ઘરેણું સાબિત થઈ રહ્યો હોય યાત્રિકો પણ આ જગ્યાને ખૂબ પસંદ કરી રહ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દિવાળીનું વેકેશન ચાલી રહ્યું છે, ત્યારે હાલમાં રાજ્યમાં તમામ સ્થળો ઉપર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે, ત્યારે યાત્રાધામ દ્વારકામાં શિવરાજપુર બીચ ખાતે પણ દિવાળી વેકેશનને લઈને યાત્રિકોની ભારે ભીડ ઉમટી છે.
શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો
હાલ દિવાળીનું વેકેશન ચાલી રહ્યું છે, ત્યારે લોકો દૂર દૂરથી દિવાળી વેકેશનમાં પરિવાર સાથે શિવરાજપુર બીચ ખાતે ઉમટી રહ્યા છે. શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો મળ્યા બાદ દિન પ્રતિદિન યાત્રિકો સતત આ સુંદર રમણીય દરિયા કિનારા વિસ્તારમાં ઉમટી રહ્યા છે. ત્યારે શિવરાજપુર બીચ ખાતે હાલ યાત્રિકો માટે વિવિધ પ્રકારની રાઈડ્સ પણ ઉપલબ્ધ છે તો પરિવાર સાથે યાત્રિકો હાલ દિવાળી વેકેશનનો આનંદ માણતા શિવરાજપુર ખાતે નજરે પડી રહ્યા છે.
દ્વારકાથી માત્ર 15 KM દૂર શિવરાજપુર બીચ ખાતે હાલ દિવાળી વેકેશન ચાલી રહ્યું હોય ત્યારે યાત્રિકોની ભારે ભીડ શિવરાજપુર બીચ ખાતે ઉમટી રહી છે. દિવાળી વેકેશનને લઈને પરિવાર સાથે દૂર દૂરથી યાત્રિકો હાલ શિવરાજપુર બીજ ખાતે આવી રહ્યા છે, ત્યારે હજારોની સંખ્યામાં યાત્રિકોની ભારે ભીડ શિવરાજપુર બીચ ખાતે જોવા મળી રહી છે. બાળકો માટે વિવિધ પ્રકારની દરિયામાં રાઈડસ તેમજ કુબા સહિતની અહીં સુવિધાઓ ઉપલબ્ધ હોય, ત્યારે યાત્રિકો માટે શ્રેષ્ઠ પર્યટક સ્થળ તરીકે શિવરાજપુર બીચ હાલ ઉભરી રહ્યું છે.
બીચ પર વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ
સ્વચ્છતાના શ્રેષ્ઠ માપદંડો પર ખરું ઉતરેલું બ્લુ ફ્લેટ બીચ તરીકે માન્યતા પ્રાપ્ત એવું શિવરાજપુર બીચ હાલ યાત્રિકોની વેકેશનમાં પ્રથમ પસંદગી બની રહ્યું છે, વિશાળ સુંદર અને સ્વચ્છ દરિયા કિનારો યાત્રિકોને સુકુન આપી રહ્યો છે. અહીં છીછરો દરિયા કિનારો હોવાથી સ્નાન માટે વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ છે અને કોઈ પણ જાતના ભય વિના યાત્રિકો અહીં સ્નાન કરતા નજરે પડે છે, પરિવાર સાથે બ્લુ ફ્લેગ બીચ શિવરાજપુર બીચ યાત્રિકોની પ્રથમ પસંદ બની રહ્યું છે.
સ્થાનિક લોકોને મળે છે મોટી રોજગારી
ખૂબ ઓછા ખર્ચે ગોવા સહિતના બીચોને ટક્કર આપતા શિવરાજપુર બીચ ખાતે કરોડોના વિકાસ કાર્યો પણ હાથ ધરવામાં આવ્યા હોય વિશાળ આ દરિયાકિનારા પર સતત યાત્રિકો ઉમટી રહ્યા છે, બ્લુ ફ્લેગ બીચનો દરરજો મળ્યા બાદ અહીં વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું હોય સાથે યાત્રિકોની સલામતીનું ધ્યાન રાખવામાં આવે છે. બ્લૂ ફ્લેગ બીચનો દરજ્જો મળ્યા બાદ શિવરાજપુર બીચનો વિકાસ વાસ્તવિક ખુબ વધવા પામ્યો છે, અહીં હજારોની સંખ્યામાં યાત્રિકો ઉમટી રહ્યા છે, ત્યારે રોજગારીની તકો પણ વિપુલ પ્રમાણમાં વધતી જોવા મળે છે, ખરા અર્થમાં શિવરાજપુર બીચ દ્વારકા જિલ્લાનું ઘરેણું સાબિત થઈ રહ્યો હોય યાત્રિકો પણ આ જગ્યાને ખૂબ પસંદ કરી રહ્યા છે.